સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પીડીએફના નકશામાં આસપાસના ગામડાઓનો સમાવેશ રૂડામાં થયાનું દર્શાવાયું
વાયરલ થયેલી પીડીએફને લઇ કોઇ સત્તાવાર સમર્થન નહીં: રૂડાની વેબસાઇટ પર પણ આવી કોઇ માહિતી નથી
વાયરલ થયેલી આ પીડીએફનો મુદો રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો
રાજકોટ વિકાસની ધરી પર સતત આગળ વધતું શહેર છે. શહેરના વિકાસની સાથે શહેરનો વ્યાપ પણ સતત વધી રહ્યો છે. આ સ્થિતિમાં શહેરના વિકાસને વધુ સુગમ બનાવવા માટે અને લોકોને વધુ સવિધા ઉપલબ્ધ કરાવવા માટે શહરેની હદ વધારવામાં આવી રહી છે.આરએમસી દ્વારા આસપાસના કેટલાક વિસ્તારોના ગામડાઓનો શહેરની હદમાં સમાવેશ કરાવમાં આવ્યો છે.હવે શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા) દ્વારા પણ તેની હદ વધારવામાં આવી હોય અને આસપાસના ગામડાઓનો રૂડામાં સમાવેશ કરવામાં આવ્યો હોય તેવા નકશા સાથેની પીડીએફ સોશિયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઇ રહી છે.જોકે આ વાતને કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી. પરંતુ આ મુદ્દો રિયલ એસ્ટેટ માર્કેટમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી(રૂડા) દ્વારા આસપાસના ગામડાઓ તેની હદમાં સમાવી લેવામાં આવ્યા હોવાની એક પીડીએફ સોશિયલ મીડયિામાં વાયરલ થઇ રહી છે. જેમાં શહેરની ભાગોળે આવેલા ગામડાઓને સમાવેશ રૂડામાં કરાવમાં આવ્યો છે. પરંતુ આ પીડીએફની વિશ્ર્વસનીયતા અંગે સવાલો ઉઠી રહ્યા છે. તે માટેના કેટલાક મહત્વના કારણો છે. રૂડા દ્વારા તેની ઓફિશિયલ વેબસાઇટમાં આ અંગેની કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી. એટલું જ નહીં આ વાતને હજુ સુધી રૂડાના કોઇ જવાબદાર અધિકારી દ્વારા સત્તાવાર સમર્થન પ્રાપ્ત થયું નથી. વાયરલ થયેલી આ પીડીએફને લઇ ‘ સંપત્તિ ટાઇમ્સે ’ જવાબદાર અધિકારીનો સંપર્ક સાધતા તેમણે આ પીડીએફ ખોટી હોવાની વાત જણાવી હતી. જેથી કહી શકાય કે વાયુવેગે વાઇરલ થયેલી આ પીડીએફમાં રૂડાની હદ વધારવામાં આવી હોવાની જે માહિતી દર્શાવવા આવી છે તે તથ્યવિહોણી છે.
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા) દ્વારા શહેરી વિસ્તરણને ધ્યાનમાં રાખીને તેની સીમાઓ વિસ્તૃત કરવાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ રૂડા દ્વારા તેની હદ વધારવા અને શહેરની આસપાસના અનેક ગામડાઓને સમાવેશ કરવા માટે વિચારવિમર્શ કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી કોઈ ગામોનો અંતિમ રીતે સમાવેશ કરવામાં આવ્યો નથી, પરંતુ ઘણા વિસ્તારોને રૂડાની હદમાં લાવવા અંગે વિચારણા ચાલી રહી છે. આ ગામડાઓના સમાવેશથી શહેરી માળખાગત વિકાસ, રસ્તા, નિકાસ, પાણી અને અન્ય જાહેર સુવિધાઓના આયોજન માટે માર્ગ મોકળો થશે.અગામી સમયમાં રૂડા દ્વારા નક્કી થતા ગામોને આયોજનબદ્ધ રીતે શહેરી વિકાસ હેઠળ લાવવામાં આવશે, જેથી રહેઠાંણ, ઔદ્યોગિક તથા વ્યાવસાયિક વિકાસ માટે નવી તકો ઊભી થશે.
પરંતુ હાલ આ તમામ બાબતો માત્ર વિચારાધિન છે તેને લઇ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે સોશિયલ મીડિયામાં રૂડાની હદ વધારવામાં આવી હોવાની જે પીડીએફ વાયરલ થઇ રહી છે.તેને કોઇ સત્તાવાર સમર્થન મળતું નથી. ‘ સંપત્તિ ટાઇમ્સ ’ પણ આ વાતની પૃષ્ટી કરતું નથી. પણ એટલું ખરૂ કે રૂડાની હદ વધારવામાં આવી હોવાની આ વાતને લઇ રિયલ એસ્ટેટ માર્કેટમાં ખાસી ચર્ચા જાગી છે.
Bank Interest Rate Bank Loan Car Loan Dog Home Home Decor Home Loan Investment Opportunities Modern Homes Office Pet Animal Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Laws Real Estate Magazine Real Estate News Rent Vastu
Leave a Reply