રિયલ એસ્ટેટ સંગઠન REAAR દ્વારા આયોજિત RPL એટલે કે રીઆર પ્રમીયર લીગને અભૂતપૂર્વ સફળતા
ટાઇટલ સ્પોન્સર જે.આર. ગ્રુપના જયભારત ધામેચા, કો. સ્પોન્સર ધોલેરા ઇન્ફ્રા.ના મિલિંદ રાણપરા સહિતના સહયોગથી ટૂર્નામેન્ટને ચાર ચાંદ લાગી ગયા
બે દિવસની આ ટુર્નામેન્ટમાં REAAR સભ્ય પરિવાર તેમજ આમંત્રિત મહેમાનોએ મનભરી મજા માણી
દેશમાં હાલ IPLની ધૂમ છે આ વચ્ચે રાજકોટ રિયલ એસ્ટેટ જગતમાં RPL એટલે કે રીઆર પ્રમીયર લીગે ભારે જમાવટ કરી હતી. ઇંટ પર ઇંટ મૂકી ઇમારત કે સંબંધો જોડવાના બદલે આ વખત રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી નાની-મોટી દરેક વ્યકિતએ મેદાનમાં રમવાની મજા લીધી હતી.રીઆર હોય એટલે પ્રોજકેટ કે પછી ક્રિકેટ ટૂર્નામેન્ટ સફળતાની ગેરંટી જ હોય. જાજરમાન આયોજનને દાતાઓ તરફથી પણ નોંધનીય અને સરાહનીય સહયોગ મળ્યો.

REAAR ના ૨૦૨૫ ના પ્રેસિડેન્ટ અતુલ રાચ્છ અને સેક્રેટરી પરેશ રૂપારેલિયાના અનુભવ અને બ્રોડ વિઝન સાથે RPL 3.0 નું ગત તા. ૫ અને ૬ એપ્રિલના ક્લાસિક સ્પોર્ટ્સ અરેના ખાતે એક શાનદાર અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. RPL 3.0 માટે REAAR ના સભ્યો દ્વારા જુદી જુદી સ્પોન્સરશિપ લેવામાં આવી જેમાં ટાઇટલ સ્પોન્સર તરીકે જે.આર. ગ્રુપના જયભારત ધામેચા, કો. સ્પોન્સર તરીકે ધોલેરા ઇન્ફ્રા.ના મિલિંદ રાણપરા, 6 (સિક્સ) ના સ્પોન્સર તરીકે ગોકુલ બિલ્ડર્સના હીરાભાઈ તથા મેરૂ જોગરાણા, 4 (ફોર) ના સ્પોન્સર તરીકે જલારામ પ્રોપર્ટીઝના સ્વપ્નિલ ભાયાણી, વિકેટના સ્પોન્સર તરીકે હરે કૃષ્ણ એસ્ટેટના અજીત હુંબલ તથા સપોર્ટ સ્પોન્સર તરીકે કાનાબાર એસ્ટેટના કમલેશ કાનાબાર, શ્રી પ્રોપર્ટીઝના પરીન ચગ, RS એન્ટરપ્રાઇઝના વિકાસ મણિયાર, લાભશ્રી રિયાલિટીના પરેશ રૂપારેલિયા અને ફાઇન પ્રોપર્ટીના અતુલ રાચ્છનો પ્રશંસનીય સહકાર મળ્યો હતો.

આ ઉપરાંત RPL 3.0 માં પાંચ ટીમ સ્પોન્સર જેમાં સ્વસ્તિક રિયલ્ટર્સના ભરતભાઈ તથા વીરેન વાગડીયા, ગુરુકૃપા એસ્ટેટના અજય ત્રિવેદી, અમૃત એન્ટરપ્રાઇઝના પંકજ મહેતા, કિરણ એસ્ટેટના કિરણ ઠકકર અને અશોક એન્ટરપ્રાઇઝના વિરલ કાનાબારનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની રાજકોટના ખ્યાતનામ બિલ્ડર્સ અને રાજકોટ બિલ્ડર્સ એસોસિયેશનના પદાધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી. ટુર્નામેન્ટમાં પાંચ ટીમ વચ્ચે કુલ 10 લીગ મેચ, 1 સેમી ફાઈનલ અને 1 ફાઈનલ મળી ટોટલ 12 મેચની રમાઇ હતી. આ ટુર્નામેન્ટમાં REAAR સભ્ય પરિવાર તેમજ આમંત્રિત મહેમાનોએ બે દિવસ આ રોમાંચક ટુર્નામેન્ટનો આનંદ માણ્યો હતો.આ સાથે મેચનો વધુ આનંદ લેવા REAAR પરિવાર અને આમંત્રિત મહેમાનો માટે ગ્રાઉન્ડ ઉપર ખૂબ જ સારી બેઠક વ્યવસ્થા, LED સ્ક્રીન, DJ અને કોમેન્ટેટરની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ટુર્નામેન્ટમાં ઘણી બધી ટ્રોફી આપવામાં આવી જેમાં 12 મેચના મેન ઓફ ધ મેચ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, પર્પલ કેપ, ઓરેન્જ કેપ, મેન ઓફ ધ સિરીઝ, રનરઅપ ટ્રોફી, ચેમ્પિયન ટ્રોફી, ચેમ્પિયન ટીમ પ્લેયર્સ ટ્રોફી અને આરપીએલના દરેક પ્લેયર્સને એક પાર્ટીસીપેશન ટ્રોફી આપવામાં આવી હતી.
RPL 3.0 ની ચેમ્પિયન ટીમ અમૃત ટાઇટન્સ રહી જે ટીમ ટુર્નામેન્ટમાં એકપણ મેચ હારી નથી અને રનર્સઅપ ટીમ ભોલા બ્રિગેડ રહી જેમણે બધી જ ટીમને ખૂબ જ સારી ટક્કર આપી હતી.















Leave a Reply