👉 લક્ઝરી હોમ્સની વ્યાખ્યામાં બદલાવ આવ્યો હોવાથી લક્ઝરી સેગમેન્ટમાં પરિવર્તન આવ્યું
👉 HNIs અને NRIsની પસંદ અને રોકાણને કારણે વર્ષ ૨૦૨૪માં લક્ઝરી સેગમેન્ટ અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાઈ
👉 હોમ ઓટોમાઈઝેશન સહિતની આધુનિક ટેકનોલોજી અને સુવિધાઓ, એમેનિટીઝ માણવાની ચાહના અને મોડર્ન લાઇફસ્ટાઇલની ઝંખનાને કારણે સેગમેન્ટને બૂસ્ટ મળ્યું
👉 માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં પ્રીમિયમાઇઝેશનનું વલણ વધતાં, ભારતની ભૂમિકા વધુ મજબૂત બનતા સેગમેન્ટને ફાયદો મળ્યો
મુંબઈ: ભારતનું લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટ વૃદ્ધિના એક નવા યુગમાં પ્રવેશી ચૂક્યું છે, જેમાં પ્રીમિયમાઇઝેશનનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઉચ્ચ નેટવર્થ ધરાવતા વ્યક્તિઓ (HNIs) અને બિન-નિવાસી ભારતીયો (NRIs)ના વધતા પ્રભાવ અને ઊંચી માંગને કારણે વર્ષ ૨૦૨૫થી આગામી દસકા દરમિયાન લક્ઝરી રિયલ એસ્ટેટ સેગમેન્ટની વૃદ્ધિને વેગ મળશે.
વર્ષ ૨૦૨૪ દરમિયાન લક્ઝરી રેસિડેન્શિયલ સેગમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ગુરુગ્રામ, મુંબઈ અને બેંગલુરુ જેવા શહેરોમાં હાઈ-એન્ડ સુવિધાઓમાં રસ ધરાવતા HNIs અને NRIs ની પસંદગી ઉપરાંત શહેરીકરણ, બદલાતી જીવનશૈલી સહિતના પરિબળોને કારણે વર્ષ ૨૦૨૫ થી આગામી દાયકામાં આ સેગમેન્ટ હજુ વધુ વૃદ્ધિ નોંધાવે તેવો આશાવાદ નિષ્ણાંતોએ વ્યક્ત કર્યો છે.
સિગ્નેચર ગ્લોબલ (ઇન્ડિયા) લિ.ના સ્થાપક અને ચેરમેન પ્રદીપ અગ્રવાલે આ પરિવર્તનની પાછળના પરિબળો તરફ ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, “લક્ઝરી હોમ્સ હવે માત્ર કદ અથવા મોટી સ્પેસ પૂરતા જ આકર્ષણનું કેન્દ્ર નથી; પરંતુ આધુનિક જીવનશૈલીના અનુભવ પણ પ્રદાન કરે છે. ગૌર્સ ગ્રુપના CMD અને ક્રેડાઈ નેશનલના ચેરમેન મનોજ ગૌરે ખરીદદારોની અપેક્ષાઓમાં આવેલા પરિવર્તનને સમજાવતા જણાવ્યું કે, “લક્ઝરી હોમ્સ વૈભવના પ્રતીક સમાન છે. જે હોમ ઓટોમાઈઝેશન સહિતની એમેનિટીઝથી ભરપૂર મોડર્ન લાઇફસ્ટાઇલનો અનુભવ પ્રદાન કરે છે. હવે માત્ર પ્રાઇમ લોકેશનમાં વિશાળ ઘરો ઓફર કરવા પૂરતું નથી; ડેવલપર્સે હવે ટોપ-ટીયર સુવિધાઓ જેવી કે વેલનેસ સેન્ટર્સ, સ્માર્ટ હોમ સિસ્ટમ્સ, ઇકો-ફ્રેન્ડલી ડિઝાઇન સહિતની સુવિધાયુક્ત જીવનશૈલી પ્રદાન કરતાં ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ રજૂ કરી રહ્યા છે.
બેસાઇડ કોર્પોરેશન્સના કોર્પોરેટ કોમ્યુનિકેશન્સના ડિરેક્ટર અંબિકા સક્સેનાએ માર્કેટ ટ્રેન્ડ વિષે ચર્ચામાં કહ્યું હતું કે, “વર્ષ ૨૦૨૫ તરફ આગળ જોતાં, ભારતમાં લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટ HNIs અને NRIs તરફથી વધતી માંગ દ્વારા સંચાલિત સતત વૃદ્ધિનું સાક્ષી બનશે. આ માંગ પ્રીમિયમાઇઝેશન તરફના વલણને પ્રતિબિંબિત કરે છે, જેમાં ખરીદદારો વધુને વધુ મોટા, વધુ અદ્યતન સુવિધાઓ અને ગોપનીયતા સાથે વૈભવી ઘરો શોધી રહ્યા છે.”
Leave a Reply