Sampatti Times Real Estate Newspaper

Advertisement

રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પણ મંડરાતુ સાઇબર હુમલાનું સકંટ

cyber attack in real estate rajkot

👉 હાલના સમયમાં લગભગ કોઇ ક્ષેત્ર એવું નથી જેમાં સાઇબર હુમલાનો ખતરો ન હોય, રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ આમા બાકાત નથી

👉 સાઇબર માફિયાઓની નજર મિલકતના દસ્તાવેજ સહિતનો મહત્વના ડેટા પર પડી શકે : સાઇબર હુમલાથી બચવા જાગૃતતા અને સર્તકતા જરૂરી

સાયન્સ અને ટેકનોલોજીના આ યુગમાં સાઇબર ક્રાઇમ એ સૌથી મોટો પડકાર છે. સાયબર ક્રાઇમના ચોંકવાનારા બનાવો સામે આવતા રહે છે.કલ્પના પણ ન કરી હોય તે રીતે આ સાયબર માફિયા માત્ર એક કલિકથી તમારો કિંમતી ડેટા ચોરી અથવા તેમા છેડછાડ કરી તેમને સામાન્યથી લઇ ભારે નુકશાન કરી શકે છે. સાયબર ક્રાઇમનો ખતરો દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. લગભગ કોઇ ક્ષેત્ર એવું નથી જેમાં સાઇબર હુમલાનો ખતરો ન હોય.રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ આમા બાકાત નથી. રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્ર સાઇબર સાઇબર હુમલા માટે સોફટ ટાર્ગેટ બની રહ્યું છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર સાયબર ક્રાઇમનો ખતરો કેમ મંડરાયેલો છે તથા તેનાથી બચવા માટેના ઉપાયો શું? સહિતની બાબતો અંગે આપણે અહીં વિસ્તૃત ચર્ચા કરીશું.

latest issue sampatti times real estate newsapaper

👉 વધતા ડિજિટાઈઝેશનથી સંકટ વધ્યું

સાઈબર સુરક્ષા નિષ્ણાત અનુસાર, ઉત્પાદન ક્ષેત્ર પર ૧૯.૧૫ ટકા અને વ્યાવસાયિક સેવાઓ પર ૧૫.૬ ટકા સાઇબર હુમલાઓ થાય છે, જ્યારે રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રમાં આ આંકડો ૭ ટકા છે. વિશેષજ્ઞોએ ચેતવણી આપી કે રિયલ એસ્ટેટની વધતી ડિજિટલ પ્રક્રિયાઓનાં કારણે ખરીદદારોની વ્યક્તિગત માહિતી, મિલકતનાં દસ્તાવેજો અને બેંક માહિતી હેકિંગ માટે સંવેદનશીલ બની રહી છે. સાઇબર ગુનેગારો આ માહિતીનો ઉપયોગ ખોટા ઈમેઈલ કે ફોન કોલ્સ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવા માટે કરી શકે છે.

👉 મિલકત દસ્તાવેજો હેક થવાનો ખતરો

સાઇબર નિષ્ણાતના મત મુજબ, સાયબર ગુનેગારો ચોરાયેલી બેંક વિગતોનો ઉપયોગ કરી નકલી ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. સાથે જ મિલકતનાં દસ્તાવેજો હેક કરવાથી માલિકીના નકલી દસ્તાવેજો બનાવી ગેરકાયદેસર વેચાણ અથવા મિલકત હસ્તાંતરણ પણ કરી શકાય છે.

👉 ડેટાની સુરક્ષા માટે વધુ સિકયુર જવાની જ‚ર

રિયલ એસ્ટેટ કંપનીઓએ ડેટાને એક જગ્યાએ રાખવાની બદલે વિવિધ સુરક્ષિત પ્લેટફોર્મ પર વિતરિત કરવો જોઈએ. જો કોઈ સાઇબર હુમલાખોર સિસ્ટમમાં પ્રવેશ કરે, તો તે માત્ર મર્યાદિત માહિતી ડેટા મેળવી શકશે, કારણ કે અન્ય મહત્વપૂર્ણ માહિતી અલગ-અલગ સ્થાનો પર સુરક્ષિત હશે.

👉 સાયબર હુમલાઓથી બચવાના ઉપાયો

તમામ સોફ્ટવેર અપડેટ રાખો – જૂના સોફ્ટવેરમાં સુરક્ષાની તકલીફો હોઈ શકે છે.

અવિશ્ર્વસનીય વેબસાઇટ કે એપ્લિકેશન ડાઉનલોડ ન કરો – અજાણ્યા સ્ત્રોતો પરથી ગેમ, મ્યુઝિક કે સોફ્ટવેર ન લેવું.

મહત્વપૂર્ણ ડેટાનો બેકઅપ રાખો – તમા‚ં ડેટા એનક્રિપ્ટેડ અને ઑફલાઇન સ્ટોર કરવું.

ઈમેઈલ ફિલ્ટરિંગ અને યુઆરએલ સ્કેનિંગનો ઉપયોગ કરો – ફિશિંગ ઈમેઈલ અને ખતરનાક વેબસાઇટો સામે રક્ષણ.

મહત્વપૂર્ણ સિસ્ટમોને અલગ રાખો – તમારા મહત્વના ડેટાને ઓછા સુરક્ષિત સિસ્ટમોથી અલગ રાખવું.

ન્યૂનતમ અધિકારો આપો – બધા યુઝર્સને સંપૂર્ણ એક્સેસ આપવાની જગ્યાએ, મર્યાદિત પરમિશન આપવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *