👉 આદ્યાત્મિકતા, પ્રકૃતિ અને સાંસ્કૃતિક વારસાનો ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢ
👉 ધમધમતી જીવનશૈલીના ઘોંઘાટથી દૂર પ્રકૃતિના સંપૂર્ણ સાનિધ્યમાં, પ્રદૂષણરહિત વાતાવરણમાં, ગિરના ખોળે ગિરનાર હિલનું પ્રવેશદ્વાર એવું The Deck Girnar Forest (Boutique Resort)પરિવાર સાથે વીકેન્ડ વિતાવવાનો અદભૂત અનુભવ માણવા જેવો…
👉 આ રિસોર્ટની ખાસિયત એ છે કે, રાજકોટથી માત્ર દોઢ કલાક (૯૦ કિ.મી.)ના અંતરે આવેલી 4BHK સ્વતંત્ર વીલા એકજ ફેમિલીને બુકિંગ આપવામાં આવે છે જેથી તેમની પ્રાઈવસી સંપૂર્ણપણે જળવાઈ રહે છે
👉 એશિયાના સૌથી પ્રભાવશાળી આર્કિટેક્ટમાંના એક શ્રીલંકન આર્કિટેક્ટ જેફરી બાવાની “ટ્રોપિકલ મોર્ડનિઝમ આર્કિટેક્ચર શૈલીનો અનુભવ માત્ર The Deck Exquisite Villaમાં જ મળશે
👉 પ્રાકૃતિક વાતાવરણમાં સિંહદર્શનનો મોકો, વિવિધ પ્રજાતિના પક્ષીઓના ગીત, ધાર્મિક સ્થાનોની પ્રાર્થના સંગીત સાથે આધ્યાત્મિક શાંતિનો અહેસાસ કરાવતું લોકેશન
👉 આ વિલાનું સંચાલન ભારતના પ્રતિષ્ઠિત તાજ હોટેલ્સ દ્વારા કરવામાં આવે છે, દેશ-વિદેશથી મહેમાનો વિલાની સ્વચ્છતા, સુવિધા અને સર્વિસને બિરદાવે છે

રાજકોટ: સતત ભાગદોડવાળી, ધમધમતી શહેરી જીવનશૈલીમાંથી બ્રેક લઈને, પ્રકૃતિમય બનીને ગિરને જીવવાનો અનુભવ જોઈએ તો તમારે દૂર જવાની જરૂર નથી. રાજકોટથી માત્ર દોઢ કલાક (૯૦ કિ.મી.)ના અંતરે ગિરની અસ્મિતાનો સંપૂર્ણ અનુભવ મળી શકે છે..! ખાસ તમારી માટે સંપત્તિ ટાઈમ્સ એવી જગ્યા શોધી લાવ્યું છે, જ્યાં પ્રકૃતિનું, પર્વતોનું, વનનું અને સાથોસાથ વનરાજોનું સામ્રાજ્ય સર્વોપરી છે. સિંહની ગર્જના અને પક્ષીઓના મધુર કલરવથી ગુંજતા આ વન્ય વિસ્તારની અપ્રતિમ સુંદરતામાં ખોવાઈ જાઓ તેવી આ જગ્યા છે – The Deck Girnar Forest (Boutique Resort)

Luxury of nature ની ટેગલાઇનની જેમ જ અહીં તમે સ્પેસિયસ અને લક્ઝુરિયસ રૂમમાં બેઠા-બેઠા તમે ગિરનાર હિલ્સ, હરિયાળા મેદાનો અને સિંહોને ગર્વથી વિહરતા નિહાળવાનો રોમાંચ માણી શકો છો. આ વિલાની ખાસિયત તેની આર્કિટેક્ચરલ શૈલી છે, જે તમને પ્રકૃતિ સાથે સાંકળી રાખે છે. ઉપરાંત સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીથી બનાવવામાં આવતી રસોઈનો પરંપરાગત સ્વાદ સાથે તમે વાનગીઓના ફ્યુઝનનો આસ્વાદ પણ માણી શકો છો. રાત્રિના સમયે વન્યસૃષ્ટિના સંગીતથી ઘેરાયેલા, તારાથી છવાયેલા આકાશ નીચે ખુલ્લામાં ભોજન કરવાનો લ્હાવો જીવનભરનું સંભારણું બની રહેશે.

આ બુટિક રિસોર્ટ એ પક્ષીઓનું સ્વર્ગ છે. આસપાસનો વિસ્તાર પક્ષીઓની સમૃદ્ધ વિવિધતા ધરાવે છે. પક્ષીવિજ્ઞાન ઉપરાંત પક્ષીઓના મધુર ગીતો, રંગબેરંગી પીંછા, આકાશમાં નૃત્ય કરતી ઉડાનનો સાક્ષાત્કાર થશે એટલે પરિવારમાં સ્નેહ, સન્માન સાથે સ્વાસ્થ્યનો સંચાર થશે.

શબ્દોની મર્યાદા હોવાથી અહીં પધારેલા દેશ-વિદેશના મહેમાનોએ આપેલાં રિવ્યુ વર્ણવી શકાય નહીં. પરંતુ રિસોર્ટના ગૂગલ બિઝનેસ પેજ પર જઈને આપ રિવ્યુ વાંચી શકો છો, તેમજ ઇન્સ્ટાગ્રામ પેજ પર વિઝિટ કરીને આપ તમામ અપડેટ્સ મેળવી શકો છો. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આર્કિટેચર સ્ટાઈલનો લ્હાવો અને મહેમાનગતિની મોજ માણવા જૂનાગઢથી માત્ર ૧૫ કિમીના અંતરે આવેલા આ રિસોર્ટમાં રોકાવા જવાનો પ્લાન આજથી જ બનાવી લેજો.
Book Online at:
http://www.amastaysandtrails.com/…/the-deck-girnar…/
Contact us at:
+91 63548 68687




Leave a Reply