Sampatti Times Real Estate Newspaper

Advertisement

ઇન્ટિરીયરથી જોડાયેલી આ નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી ઘર દેખાશે સુંદર અને આનંદમય

new7 1

નવું ઘર બનાવતી વખતે અથવા નવા ઘરમાં શિફ્ટ થતી વખતે ઘરને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બનાવવા માટે ઘણી નાની-નાની બાબતોનું ધ્યાન રાખી શકાય છે. આજે આપણે આ વિશે વિસ્તારથી જાણીશું.

સમગ્ર વિશ્ર્વમાં ઘર એ એક એવી જગ્યા છે જ્યાં દિવસભરની દોડધામ પછી આપણને શાંતિ મળે છે. આ શાંતિ વધુ વધે જ્યારે આપણું ઘર સુંદર અને સુવ્યવસ્થિત હોય. તેથી ઘરનું ઇન્ટિરિયર એવું હોવું જોઈએ કે જે આપણા મનને તાજું અને ખુશ રાખે. આજે આપણે એવી કેટલીક ઇન્ટિરિયર ટિપ્સ જાણીશું જે ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરીને તેને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બનાવશે.

સાફ-સફાઈ અને વ્યવસ્થા: ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાથી મન શાંત રહે છે. નિયમિત રીતે જૂના અખબારો, નોટબુક, બિનઉપયોગી જૂતા, કપડાં વગેરેને જરૂરિયાતમંદોને દાન કરો.

રંગોનો જાદુ: ઘરમાં તાજા અને જીવંત રંગોનો ઉપયોગ કરો. પીળો, રસ્ટ, ફુશિયા પિંક જેવા રંગો મન પર સકારાત્મક અસર કરે છે અને વાતાવરણને ખુશ્નુમા બનાવે છે. આ રંગોના કુશન, પડદા, બેડ કવર, કિચન એસેસરીઝ વગેરેનો ઉપયોગ કરીને ઘરને વધુ આકર્ષક બનાવી શકાય છે.

પ્રાકૃતિક પ્રકાશ: પ્રાકૃતિક પ્રકાશ ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે. તેથી દિવસ દરમિયાન ઘરની બારીઓ ખુલી રાખો. જો ઘરના કોઈ ખૂણામાં પૂરતો પ્રકાશ ન આવતો હોય તો ત્યાં અરીસો લગાવો. આ માટે જે દિવાલ પર પ્રકાશ આવતો હોય તેના પર અરીસો લગાવવો જોઈએ. આમ કરવાથી પ્રકાશ અરીસા પર પડતાં બીજા ભાગમાં ફેલાશે અને તે ખૂણો પણ પ્રકાશિત થઈ જશે.

યાદગાર તસવીરો: તમારા જીવનની સૌથી સુંદર અને યાદગાર ક્ષણો જેવી કે લગ્ન, સ્કૂલનો પહેલો દિવસ, કોઈ એવોર્ડ વિનિંગ કોમ્પિટિશન વગેરેની તસ્વીરો દિવાલ પર લગાવો. આ યાદો આર્ટ પીસ તરીકે કામ કરવાની સાથે-સાથે મનને પ્રફુલ્લિત પણ રાખશે.

એસેસરીઝ: દિવાલ પર કોઈ પ્રેરણાદાયી પોસ્ટર લગાવીને, કોફી ટેબલ પર સ્ટાઇલિશ ડિસ્પ્લે પીસ રાખીને અને કન્સોલ ટેબલ પર તમારી આસ્થા અનુસાર કોઈ સંત-વિચારકની સુંદર મૂર્તિ રાખીને ઘરમાં સકારાત્મક ઉર્જા વધારી શકાય છે.

સુગંધ: સુગંધિત પદાર્થો જેવા કે ડિફ્યુઝર અને સુગંધિત મીણબત્તીઓ વાતાવરણને ખુશ્નુમા બનાવે છે.

ફૂલ અને છોડ: ફૂલ અને છોડ ઘરની સુંદરતા વધારવાની સાથે-સાથે વાતાવરણને ખુશ્નુમા બનાવે છે. તેથી ઘરમાં ફૂલ અને છોડને જગ્યા આપો. ડાઇનિંગ ટેબલ પર એક સુંદર વાસમાં તમારા મનપસંદ ફૂલ લગાવો. આ ઉપરાંત ઘરના કોઈ એક ખૂણામાં કેટલાક ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવો.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

બીજાને કોપી કરવાને બદલે હંમેશા તમારી પસંદની વસ્તુઓ અને રંગોથી ઘરને સજાવો. આનાથી તમારૂ વ્યક્તિત્વ ઘરની સજાવટમાં પ્રતિબિંબિત થશે.

ઘરને સજાવતી વખતે વ્યવહારિક દ્રષ્ટિકોણ અપનાવો. હંમેશા સુવિધાજનક અને ઉપયોગમાં સરળ વસ્તુઓ પસંદ કરો.