મેટ્રો શહેરમાં પાલતુ પ્રાણીને સાથે રાખવાનો ટ્રેન્ડ છે આ સ્થિતિમાં ભાડાનું ઘર શોધવું સંઘર્ષમય બને છે
પાલતુ પ્રાણી સાથે રાખનારને મકાન ભાડે આપવાથી વધુ ભાડુ સહિતના કેટલાક લાભ તો મિલકતને નુકશાન સહિતના ભયસ્થાન
આપણો દેશ સતત વિકાસ તરફ આગેકૂંચ કરી રહ્યો છે. લોકોની રહેણીકરણીમાં સતત પરિવર્તન આવી રહ્યું છે. મેટ્રો શહેરોમાં લોકો હાઇફાઇ લાઇફ સ્ટાઇલને પસંદ કરે છે.આ સ્થિતિમાં કેટલાક પ્રશ્ર્નો પણ સર્જાય છે.આજે આપણે અહીં આવા જ એક પ્રશ્ર્નની વાત કરવાના છીએ.
મેટ્રો શહેરમાં એક મોટો વર્ગ હંમેશા ભાડાની મિલકતની તલાશમાં રહેતો હોય છે. મકાન ભાડે લેનાર વ્યક્તિઓને કેટલાક નિયમોનું પાલન કરવું પડતું હોય છે. મેટ્રો શહેરમાં પાલતુ શ્ર્વાન સહિતના પાલતુ પ્રાણીઓ રાખવાનો પણ એક ટ્રેન્ડ છે. ત્યારે આ સ્થિતિમાં જે ભાડુઆત પાલતુ ડોગી(શ્ર્વાન) તેમજ અન્ય પ્રાણી પોતાની સાથે રાખતા હોય તેના માટે ભાડાની મિલકત શોધવી ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે.
હજુ મેટ્રો શહેરમાં પણ એવું કલ્ચર ડેવલોપ થયું નથી કે, કોઈ પ્રોપર્ટી માલિક પોતાની રેસીડેન્સીયલ પ્રોપર્ટી એવા વ્યક્તિને ભાડે આપે જે પાલતુ પ્રાણી પોતાની સાથે રાખે પરંતુ હવે આ કલ્ચર ધીમે ધીમે આવી રહી છે તે પણ ચોક્કસપણે કહેવું પડશે. પાલતુ પ્રાણીઓ સાથે રાખનાર વ્યકિતને પ્રોપર્ટી ભાડે આપવાથી કેટલાક લાભો પણ છે તો સાથોસાથ કેટલાક નાના મોટા જોખમોની પણ તૈયારી રાખવી પડે આપણે અહીં આ બંને બાબતે વિગતવાર ચર્ચા કરીશું.
સામાન્ય ભાડુઆત કરતા વધુ ભાડુ મળે
ભારતમાં પાલતુ પ્રાણી રાખનાર ઘણાખરા ભાડુઆતને ભાડાની મિકલત શોધવામાં સંઘર્ષ કરવો પડે છે. પરંતુ આવા ભાડુઆતને મિલકત ભાડે આપવાથી સીધી રીતના લાભની વાત કરીએ તો સામાન્ય ભાડુઆત કરતા અહીં વધુ ભાડુ મળી રહે છે. આવા ભાડુઆત માટે વિકલ્પોની અછતને જોતા, પાલતુ(શ્ર્વાન) સાથે રાખનાર વ્યકિત પ્રીમિયમ ભાડુ ચૂકવવા તૈયાર થઇ જતા હોય જેથી પ્રોપર્ટી માલિકને તેનો સીધો આર્થિક લાભ મળે છે.
લાંબી મુદતના ભાડુઆતનો લાભ
પાલતુ પ્રાણીઓ સાથે જે વ્યકિત મિલકત ભાડે રાખે છે તેની પાસે મોટાભાગે ઓછા વિકલ્પો હોય છે, જેથી તે જે મિલકત ભાડે મળે તેમાં લાંબા સમય સુધી રહેવાનું પસંદ કરે તે વાત સ્વાભાવિક રીતે સમજી શકાય તેવી છે. જેના લીધે પ્રોપર્ટી માલિકને વારંવાર ભાડુઆત શોધવાની જરૂરિયાત રહેતી નથી.
મિલકતને સંભવિત નુકસાન
પાલતુ પ્રાણી સાથે મિલકત ભાડે આપવામાં કેટલાક ભયસ્થાન પણ રહેલા છે.જેમાં ખાસ કરીને મિલકતમાં નુકશાનનો પ્રથમ ભય રહે છે. પ્રાણીઓ, અજાણતાં દિવાલો, દરવાજા અને ફર્નીચરને નુકસાન પહોંચાડી શકે છે. સ્ક્રેચેસથી લઈને મોટુ નુકશાન પણ પહોંચાડી શકે
તમારી શાંતિમાં ભંગ કરી શકે
પાળતુ પ્રાણી, ખાસ કરીને કૂતરા, ઘોંઘાટીયા હોઈ શકે છે, જે અન્ય ભાડૂતો અથવા પડોશીઓને ખલેલ પહોંચાડી શકે છે. ભસવું, રડવું અથવા અન્ય ઘોંઘાટ ચિંતાનો વિષય બની શકે છે, ખાસ કરીને મલ્ટિ-યુનિટ હાઉસિંગમાં, અને તેના પરિણામે નજીકમાં રહેતા લોકોની ફરિયાદ થઈ શકે છે.
પાલતુ પ્રાણીની દુર્ગંધ
કેટલાક પાલતુ પ્રાણીમાં ચોક્કસ પ્રકારની દુર્ગંધ આવતી હોય છે જેથી તેના લીધે જો તમે પણ મિલકતનો ઉપયોગ કરતા હોય તો તમને અથવા પાડોશીને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
Leave a Reply