રાજકોટ-કાલાવડ હાઇવે ઉપર આવેલ છાપરા ગામે ર૦ એકર વિશાળ જમીનમાં ભુર્ગભ ગટર, સી.સી. રોડ, સ્ટ્રીટ લાઇટ, પ્લાન્ટેશન, સી.સી.ટી.વી. કેમેરા વિગેરેથી સુવિધાસભર શુભ-૯ ઇન્ડસ્ટ્રીયલ ઝોન પાસે, સરદાર ચોકમાં ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું તા. ૯-૩-૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૯ કલાકે માન. ધારાસભ્યશ્રી(જેતપુર) શ્રી જયેશભાઇ રાદડીયા, માન. ઉપાધ્યક્ષશ્રી ગુજરાત ભાજપ પ્રદેશ શ્રી ડો. ભરતભાઇ બોઘરા, માન. પૂર્વ ધારાસભ્યશ્રી (રાજકોટ ગ્રામ્ય) શ્રી લાખાભાઇ સાગઠીયા તથા શુભ-૯ ગ્રુપના ફાઉન્ડર શ્રી બી.એમ. પટેલ એડવોકેટના શુભ હસ્તે કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગુજરાતના જાણીતા મોટીવેશન સ્પીકર શ્રી શૈલેષભાઇ સગરીયાએ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલે ભારત દેશ માટે કરેલ કાર્યો સાથે તેમની જીવન ઝરમર વર્ણવી હતી.
આ શુભ પ્રસંગે લોધિકા તાલુકાના ગામોના આગેવાનો તેમજ શુભ ગ્રુપના સભ્યો સર્વશ્રી મગનભાઇ ગોધાણી, ભરતભાઇ પાંભર, મહેશભાઇ મોલિયા, ગીરીશ સભાયા, પાર્થ પટેલ વગેરે સાથે શુભ ગ્રુપના આમંત્રણથી પધારેલ વિશાળ શુભેચ્છકો હાજર રહેલ અને કાર્યક્રમના અંતે શુભ ગ્રુપ તરફથી રાખવામાં આવેલ. અલ્પહારની પણ મજા માણી હતી. એકંદરે સમગ્ર કાર્યક્રમ ગરીમાપૂર્ણ રીતે પુર્ણ થયેલ હતો.
Leave a Reply