Sampatti Times Real Estate Newspaper

Advertisement

ભાડે મકાન અને પ્રોપર્ટી આપતા લોકો માટે આવ્યો નવો નિયમ, સરકારે નાંખ્યો વધારાનો બોજો

New rules for people renting out houses and properties government imposes additional burden

જો તમે તમારું મકાન, જમીન કે અન્ય કોઈ પ્રોપર્ટી ભાડા કરારથી આપતા હોવ તો આ ખાસ જાણી લેજો કે, સરકારે તેના માટે નવો નિયમ લાગુ કર્યો છે

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં એક મોટો સુધારો કરવામાં આવ્યો છે. હવે જો કોઈ સ્ટેમ્પ ડ્યુટી ન ભરે કે ખોટી માહિતી આપે તો તેને 200 રૂપિયાથી લઈને 1 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ ભાડાની મિલકત પર પણ સરકારે નવો નિયમ લાગુ કર્યો છે.

reels ad

ભાડાની મિલકત આપનારા પર પર બોજો


ભાડાં પર રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી આપનારાઓ પરનો બોજો પણ વધારવામાં આવ્યો છે. ૧૧ મહિના ૨૯ દિવસના ભાડાંકરાર રહેઠાણ માટે હોય તો તેને માટે રૂા. ૫૦૦નો સ્ટેમ્પ અને કોમર્શિયલ માટે રૂા. ૧૦૦૦નો સ્ટેમ્પ વાપરવાની જોગવાઈ છે. આ કરારની વિગતો પાંચ કે પંદર વર્ષથી નહિ દર્શાવવામાં આવી હોય તો તેને માટે રૂા. ૧૦,૦૦૦નો સ્ટેમ્પ વાપરવો પડશે અને તે ઉપરાંતના વર્ષ માટે બે ટકાના દરે દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. સરકારે ડડ્યૂટી માફી આપી હોય કે પછી તેવા વખતે ખૂટતી ડ્યૂટીની રકમ પર નહિ, પરંતુ ડ્યૂટીની સંપૂર્ણ રકમ પર દંડ કરવાની જોગવાઈ નવા વિધેયકના માધ્યમથી લાવવામાં આવી છે. હા, કલેક્ટર સમક્ષ તેને માટે અસલ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હોય તે તારીખ અને કલેક્ટરે તેના પર હુકમ કર્યો હોય તે તારીખ વચ્ચેના સમયગાળાને દંડ માટેના સમયગાળા તરીકે ગણતરીમાં લેવામાં આવશે નહિ. આ ગાળા માટે કોઈ જ દંડ કરવામાં આવશે નહિ.

ભાડા કરાર કેમ 11 મહિના માટે જ થાય છે?


ભારતીય કાયદામાં ભાડૂઆતો માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે. આમાંના એકમાં ભાડા કરાર સંબંધિત કાયદો પણ શામેલ છે. ભારતીય નોંધણી અધિનિયમ, 1908 ની કલમ 17(D) હેઠળ વર્ષમાં 12 મહિના હોવા છતાં એક વર્ષથી ઓછા સમયગાળા માટે ભાડા કરાર અથવા લીઝ કરાર નોંધાવવો ફરજિયાત નથી. આનો અર્થ એ થયો કે મકાનમાલિક કોઈપણ નોંધણી વગર ફક્ત 11 મહિના માટે ભાડા કરાર કરી શકે છે. એટલે કે ભાડા પર ઘર આપતી વખતે ઘરમાલિકો અને ભાડૂઆતોને દસ્તાવેજ નોંધાવવા અને નોંધણી ચાર્જ ચૂકવવા માટે સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં જવાની જરૂર રહેતી નથી.

11 મહિના માટે ભાડા કરાર કરવા પાછળનું બીજું મોટું કારણ કે ફાયદો એ છે કે આ સમયગાળા માટે કરાર માટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ચૂકવવાની જરૂર નથી. જો ભાડા કરાર એક વર્ષથી ઓછા સમયગાળા માટે કરવામાં આવે છે, તો તેના પર ચૂકવવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટી ફરજિયાત નથી. 11 મહિનાનો ભાડા કરાર મકાનમાલિકની તરફેણમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *