👉 હાલમાં આપણે પ્રકૃતિથી વિમુખ થઇ રહ્યા છીએ એવા સમયે કુદરતના ખોળે વિહારતા હોય તેવો ગજબના ગજેબાની મુલાકાત ચોક્કપણે લેવા જેવી ખરી
👉 ત્રણ દાયકાથી બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા નૈમિષભાઇ જાદવે પોતાની આગવી સમજથી ઘરની અગાસી પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે તેવું ઉપવન તૈયાર કર્યું
👉 ‘ગ્રીન ગજેબો’ના વીડિયો જોવા માટે યુ ટયુબ ચેનલ @naimishbhaiterracegazebo નિહાળો.
હવે, આપને પ્રકૃતિનો આનંદ માણવા દૂર ઇકો ટુરિઝમ સાઇટ પર જવાની જરૂર નહીં રહે કેમકે, રાજકોટ ના રહેવાસી અને બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા નૈમિષભાઇ જાદવે પોતાના બહોળા અનુભવ અને આગવી સૂઝબૂઝ થી પોતાના ઘરે અગાસી પર જ બનાવ્યું અનોખુ ઉપવન. ગ્રીન ગઝેબો જાણે, ઇકો ટુરિઝમ સાઇટ ઘર ની અગાશી એ જ.

જેમનો બહોળો ગ્રાહક વર્ગ છે એવા રાજકોટ ના પર્યાવરણ પ્રેમી અને બાંધકામ ક્ષેત્રે ત્રણ દશકાનો અનુભવ ધરાવતા, અનેક આધુનિક અને વૈભવશાળી બંગલા બનાવનાર, અસંખ્ય ગ્રાહકોની જરૂરિયાત મુજબ તેના સપનનું ઘર લોક એન્ડ કી એટલે કે બંગલા માટે યોગ્ય જમીનની પસંદગી અને જમીનની ખરીદીથી માંડીને બંગલાનું સુદ્રઢ વાસ્તુ મુજબનું પ્લાનિંગ, અત્યંત ચોકસાઈ પૂર્વક બાંધકામ અને વૈભવી ઇન્ટિરિયર સુધીની દરેક જવાબદારીનું કામ ખુબજ વ્યાજબી ભાવ અને ૧૦૦ ટકા સંપૂર્ણ સંતોષકારક કરી આપી અસંખ્ય ગ્રાહકોનો વિશ્ર્વાસ કેળવનાર નૈમિષભાઈ જાદવે પ્રકૃતિ સોળે કળાએ ખીલે એવો ઇકો સ્પોટ એટલે કે ગ્રીન ગજેબો પોતાના ઘરની અગાશી એ જ બનાવી દીધો.

ત્રણ દાયકાથી બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા નૈમિષભાઇ જાદવે પોતાની આગવી સમજથી ઘરની અગાસી પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે તેવું ઉપવન તૈયાર કર્યું છે. જ્યાં તમે પ્રકૃતિના ખોળે વિહારતા હોય તેવી અનુભૂતિ થાય છે.
આજના સમયની ભાગદોડ ભરી આ જિંદગીમાં આપણે પ્રકૃતિથી વિમુખ થઇ રહ્યા છીએ. એઆઇના આ યુગમાં કુદરતે આપણને આપેલી અનમોલ ભેટથી આપણે દુર થઇ રહ્યા છીએ. ખાસ કરીને શહેરમાં વસતા શહેરીજનો એવી ફરિયાદ કરતા હોય છે કે, વર્તમાન સ્થિતિમાં ઘરમાં નાનું એવું કુંડુ મૂકવુ તેની સારસંભાળ રાખવી પણ પડકારજનક બની રહેતું હોય છે. પણ જો દ્રઢ ઇચ્છાશકિત હોય તો તમે તમારા ઘરમાં પણ ફુલછોડનો ઉછેર કરી પ્રકૃતિથી નિકટ રહી શકો છો. આ વાત રાજકોટમાં બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા નૈમિષભાઇ જાદવે સિદ્ધ કરી બતાવી છે.

ઘર બેઠા ઇકો ટુરિઝમ સ્પોટ જેવા આ અદભુત ગ્રીન ગજેબાની મુલાકાત ચોક્કપણે લેવા જેવી ખરી.
નૈમિષભાઈએ “સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં કહે છે કે, ઘરની અગાસીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે જોવું હોય તો મારી અગાસી જોવા આવો. જો તમે પ્લાનિંગ સાથે આયોજન કરો તો તમારી અગાસીમાં પણ વિલા, વાડી, ખેતર, રિસોર્ટ વિકેન્ડ હાઉસ કે ફાઇવ સ્ટાર હોટેલ જેવી ફીલિંગ માણી શકો. સામાન્ય રીતે લોકો ગજેબો કે ગાર્ડન કરવાનું વિચારે ત્યારે તેનું મેઇન્ટેન્સને લઇ ખૂબ ચિંતિત હોય છે. પરંતુ મેં આ ગજેબો એવી રીતે તૈયાર કર્યો છે કે, જેમાં ૧૭૫ અવનવા પ્લાન્ટ રોપ્યા છે. તેમાં પાણી પીવડાવતી વખતે એક પણ ટીપું નીચે ફ્લોરમાં પડતું નથી કે માટીમાંથી થઈને કુંડા નીચેથી નીકળતું નથી. જેથી ફ્લોર બિલકુલ સાફ અને ક્લીન દેખાય છે સફાઈ માટે કોઈ વધારાનો સમય ફાળવવો પડતો નથી.

ગજેબોમાં ગાર્ડનની ડિઝાઇન એવી રીતે તૈયાર કરી છે કે, ટેરેસની સાઈઝ ૪૫૦ સ્ક્વેર ફૂટ હોવા છતાં તેમાં ટોટલ ૧૭૫ અવનવા પ્લાન્ટ રોપી શકાય છે અને ૩૫૦ સ્કવેર ફૂટની જગ્યા ઉપયોગ થઈ શકે છે. પાણીની લાઈન એ રીતે તૈયાર કરી છે કે બધા ઝાડને એક સાથે સરખું પાણી મળે આ ગજેબોની ડિઝાઇન એવી રીતે બનાવી છે કે, ઉનાળામાં રાત્રિના અહીં કુદરતી એર કન્ડિશન જેવી ફીલિંગ આપે ચોમાસામાં ચાલુ વરસાદે હિલ સ્ટેશન જેવી ફીલિંગ અહીં મળશે. ગજેબોમાં ટાઇલ્સ ફીટીંગ એવી રીતે કર્યું છે કે, તમે નક્કી ન કરી શકો કે આ ટાઇલ્સ ફીટ કરી છે કે ફર્નિચર છે. એર પંખા એવી રીતે ઇન્સ્ટોલ કર્યા છે કે, દરેક ઋતુમાં મચ્છર કરડે નહીં કે હેરાન કરે નહીં અહીં એક લાઈટ એવી પણ ફીટ કરી છે કે જેને રાત્રે ચાલુ કરવાથી ચોમાસામાં કોઈપણ જાતના જીવજંતુ ગજેબોમાં આવતા નથી ગજીબોમાં ૧૦ ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ રાખી છે જેથી અહીં બેઠા હોય ત્યારે કુદરતની નજીક હોય તેઓ અહેસાસ થાય. ફેબ્રીકેશનની ડિઝાઇન એવી રીતે પ્લાનિંગથી તૈયાર કરી છે કે, જાળી ન રાખી હોવા છતાં કોઈપણ કબુતર અંદર આવતું નથી ગજેબોમાં એક વોટર બોડી બનાવેલ છે તેમાં ત્રણ ફાઉન્ટેન ફીટ કર્યા છે જ્યારે ફાઉન્ટેન ચાલુ હોય ત્યારે બોડીની બહાર પાણી પડતું નથી ગજેબોમાં પથ્થરમાં કોતર કામ કરીને શંકર ભગવાનની પેઇન્ટિંગ કરી છે અહીં ચકલીના માળા રીયલ ઘાસમાંથી બનાવી મૂક્યા છે. ખરેખર એકવાર આ અદભુત ઇકો ટુરિઝમ સ્પોટ એટલે કે ગ્રીન ગજેબાની મુલાકાત લેવા જેવી ખરી.
આપ પણ આપના સપનાનો બંગલો બનાવવા માટે તેને લગતા આપની જરૂરિયાત મુજના આધુનિક અને વાસ્તુ મુજબનું પ્લાનિંગ, જમીન ખરીદી કે જમીનની પસંદગી, ચોકસાઈ પૂર્વકનું બાંધકામ તેમજ આપના ઘરના દરેક સભ્યોની પસંદગી મુજબના ઇન્ટિરિયરની કંઈપણ સલાહ – સૂચન કે માર્ગદર્શન માટે તેમજ તેનો સંપૂર્ણ કોન્ટ્રાકટ આપવા માંગતા હોય તો નૈમિષભાઈ જાદવનો આપેલ નંબર (9824294105) પર સંપર્ક કરો.




Leave a Reply