👉 સિવિલ એન્જિનિયર, આર્કિટેક અને ઈન્ટીરીયર ડિઝાઈન એસોસિયેશનનો પ્રોગ્રામ યોજાયો
👉 કવિ અને કટ્ટાર લેખક ડો. રઈશ મણિયારે ગઝલ, શાયરી અને પોતાની કૃતિઓથી સૌને મંત્રમુગ્ઘ કર્યા
👉 કમલ સિમેન્ટ, વિરલા ગૃપ, હાર્મની લેમિનેટ્સ, કેલ્વીન, લેન્ડગ્રીપ, ઓડી રાજકોટ મુખ્ય સ્પોન્સર
રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ફિનિક્સ રિસોર્ટ ખાતે તા.૮ ફેબ્રુઆરીના રોજ રેડ એફ.એમ.ના સહયોગથી કાલાવાડ રોડ પર આવેલા ફિનિક્સ રિસોર્ટ ખાતે એસોસિયેશન ઓફ કન્સલ્ટીંગ સિવિલ એન્જિનિયર, ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટીરીયર ડિઝાઈનર દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. કોઈપણ શહેર કે ગામ કે મકાનના નિર્માણ માટે સિવિલ એન્જિનિયર, આર્કિટેક અને ઈન્ટીરીયર ડિઝાઈનરની જરૂર હોય છે. આ ત્રણેય પ્રોફેશન વગર નિર્માણ શક્ય નથી. સિનિયર આર્કિટેક અને ગેસ્ટ લેક્ચરર કિશોર ત્રિવેદીએ પોતાના વકતવ્ય દરમિયાન આ વાત કહી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, CivArchiii એટલે સિવિલ એન્જિનિયર, આર્કિટેક અને ઈન્ટીરીયર ડિઝાઈનર. આ ત્રણેય એસોસિયેશનનું ટૂંકુ નામ છે. આર્કિટેક કિશોર ત્રિવેદીએ રાજકોટ શહેરના પ્લાનિંગ, હેરીટેજ અને નવા નિર્માણ થતા એરીયા વિશે અનેક માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે, જૂના એરપોર્ટમાં અર્બન ફોરેસ્ટ બને તો શહેરમાં ગ્રીન કવર વધે. રાજકોટ લિવેબલ સિટી કેમ બને તે દિશામાં સૌએ વિચારવું જોઈએ. શહેરમાં ટ્રાફિક અને પ્રદૂષણ બન્ને વધી રહ્યા છે તો તેને કેમ પહોંચી વળવું તે એક વિષય છે. તેથી શહેરને શ્રેષ્ઠ બનાવવા માટે કેટલાક આયોજનો કરવા પડશે.
રેડ એફ.એમ. સંચાલિત કાર્યક્રમનું આયોજન ધવલ ગોસ્વામીએ કર્યું હતું જ્યારે એન્કરીંગ આર.જે. જય સાકરીયાએ કર્યું હતું. જ્યારે કવિ અને કટ્ટાર લેખક ડો. રઈશ મણિયારે ગઝલ, શાયરી અને પોતાની કૃતિઓથી સૌને મંત્રમુગ્ઘ કર્યા હતા. ડો. રઈશ મણિયારે તેની કૃતિ મીત અને ઈંદુ, હસુભાઈની વાતો અને કેટલીક શાયરી અને ગઝલથી સૌને હસાવવા પર મજબૂર કરી દીધા હતા. આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર કમલ સિમેન્ટ, વિરલા ગૃપ, હાર્મની લેમિનેટ્સ, કેલ્વીન, લેન્ડગ્રીપ, ઓડી રાજકોટ જ્યારે હોસ્પિટાલિટી પાર્ટનર ફિનિક્સ રિસોર્ટ અને મીડિયા પાર્ટનર તરીકે સંપત્તિ ટાઈમ્સ જોડાયા હતા. કાર્યક્રમના અંતમાં એસોસિયેશન ઓફ કન્સલ્ટીંગ સિવિલ એન્જિનિયરના પ્રમુખ ગૌરવ સોલંકી, ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેકના પ્રેસિડેન્ટ પ્રતિક મિસ્ત્રી અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટીરીયર ડિઝાઈનર રચેશ પીપળીયા તથા તમામ સ્પોન્સર્સનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું.




















Leave a Reply