👉 ચાલો જાણીએ વર્ષ દરમિયાનના પ્રોપર્ટી ટ્રેન્ડ્સ અને તેના કારણો..
રાજકોટ: વર્ષ 2024 આમ તો ગુજરાત સહિત દેશભરમાં રિયલ એસ્ટેટના વિકાસ માટે સકારાત્મક રહ્યું અને સારી વૃદ્ધિ પણ નોંધાવી છે. વર્ષ દરમિયાન સંભવિત ગ્રાહકો કોઈપણ મિલકત ખરીદતા પહેલા ઇન્ટરનેટના ખૂણેખૂણામાં ડોકિયું કરીને, થોડી માહિતી મેળવીને પછી રિયલટર્સનો સંપર્ક કરે છે કે જે-તે પ્રોજેક્ટની રૂબરૂ મુલાકાત લેવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. સૌ પ્રથમ તો વર્ષ 2024 માં રિયલ એસ્ટેટમાં માંગમાં વધારો થવાના કારણોની ચર્ચા કરીશું. ત્યારબાદ ગુજરાત તેમજ ભારતમાં ઓનલાઈન સર્ચ થયેલા ટોપ-5 શહેરોના મોસ્ટ પ્રિફર્ડ લોકેશન એરિયા પર નજર નાખીશું.
વર્ષ 2024 દરમિયાન રિયલ એસ્ટેટમાં નોંધાયેલી વૃદ્ધિનું પહેલું કારણ શહેરી વિસ્તારોમાં વસ્તી વધવાને કારણે રહેણાંક અને વ્યાપારિક જગ્યાની માંગ વધી હોવાનું સામે આવે છે. ઉપરાંત મધ્યમ વર્ગની વધતી ખરીદ શક્તિને કારણે લોકો પોતાના માટે સારું ઘર ખરીદવા માંગે છે. સ્થાનિક સ્તરે નવા રસ્તાઓ, પુલો, પ્રાથમિક સુવિધાઓના વિકાસ સહિતના અન્ય વિકાસ કાર્યોને કારણે નવા ભળેલા વિસ્તારોમાં પણ માંગમાં વધારો જોવા મળ્યો હોવાનું તારણ સામે આવે છે.
ઓનલાઈન સર્ચમાં ભારતના ટોપ-5 શહેરોના ટોપ ફાઇવ એરિયા
શહેર : ટોપ-5 એરિયા વિસ્તારો
મુંબઈ : બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, થાણે, નવી મુંબઈ, મલબાર હિલ, અંધેરી
દિલ્હી : ગુરુગ્રામ, નોઈડા, ગ્રેટર નોઈડા, ઈન્દ્રપુરમ, વસંત કુંજ
બેંગલુરુ : હસર, વ્હાઇટફિલ્ડ, એલેક્સાન્ડર લેગ, મૈસુર રોડ, હેબ્બાલ
ચેન્નઈ : અન્નાનગર, તિરુવનમિયુર, શોલિંગનલ્લુર, પોસિકોનાલ્લુર, મદુરાવયલ
હૈદરાબાદ : ગચિબોલી, કોન્દાપુર, હાયટેક સિટી, જીડીબી બ્લોક, શામીરપેટ
ઓનલાઈન સર્ચમાં ગુજરાતના ટોપ-5 શહેરોના ટોપ ફાઇવ એરિયા
શહેર : ટોપ-5 એરિયા વિસ્તારો
અમદાવાદ : શિલ્પ ગ્રામ, થલતેજ, બોપલ, ગોતા, વસ્ત્રાપુર
સુરત : ઉધના, વરાછા, કતારગામ, મહાત્મા ગાંધી રોડ, ડિંડોલી
રાજકોટ : 150 ફૂટ રિંગ રોડ, અવધ, જામનગર રોડ, કોઠારિયા રોડ, રૈયા રોડ
વડોદરા : વાઘોડિયા રોડ, નવરંગપુરા, મકરપુરા, અકોટા, સયાજીગંજ
ગાંધીનગર : સેક્ટર 7, સેક્ટર 17, સેક્ટર 21, સેક્ટર 30, સેક્ટર 19
વર્ષ 2024 દરમિયાન ગુજરાત સહિત ભારત ભરમાં આ પ્રોપર્ટીની માંગ વધુ રહી
- રેસિડેન્શિયલ પ્રોપર્ટી:
o 2 અને 3 BHK એપાર્ટમેન્ટ: મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોમાં 2 અને 3 BHK એપાર્ટમેન્ટની માંગ સૌથી વધુ રહી. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આ પ્રકારની પ્રોપર્ટીની માંગ વધુ જોવા મળી છે.
o વિલા અને બંગલો: મેટ્રો શહેરોની આસપાસના વિસ્તારોમાં આ પ્રકારની પ્રોપર્ટીની માંગ વધુ જોવા મળી છે. ઉચ્ચ વર્ગના લોકો વધુ જગ્યા અને પ્રાઇવસી માટે વિલા અને બંગલો પસંદ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. - કોમર્શિયલ પ્રોપર્ટી:
o ઓફિસ સ્પેસ: શહેરી વિસ્તારોમાં નવા બિઝનેસ શરૂ થવાને કારણે ઓફિસ સ્પેસની માંગ વધી છે.
o શોપિંગ મોલ્સ અને રિટેલ સ્પેસ: વધતી જતી વસ્તી અને ખરીદ શક્તિને કારણે શોપિંગ મોલ્સ અને રિટેલ સ્પેસની માંગમાં વધારો થયો છે. - ઇન્ડસ્ટ્રિયલ પ્રોપર્ટી:
o વેરહાઉસ અને લોજિસ્ટિક્સ સેન્ટર: ઈ-કોમર્સ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના વિકાસને કારણે વેરહાઉસ અને લોજિસ્ટિક્સ સેન્ટરની માંગ વધી હોવાનું જણાય છે. - પ્લોટ: ગુજરાતમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પ્લોટની માંગ વધી હોવાનું સામે આવ્યું છે.
Leave a Reply