આર્કિટેકચર અને રિયલ એસ્ટેટના ટ્રેન્ડ્સ પર પ્રેરણાદાયી દૃષ્ટિકોણ
આજકાલ લોકો લકઝરી પ્લાનીંગ, લાઇટ, વેન્ટીલેશન, લેન્ડસ્કેપ, એમીનીટીઝ પર ખુબ ધ્યાન આપે છે : હેમાંગ નથવાણી
મોર્ડન કન્સ્ટ્રકશન ટેકનોલોજી અને ગ્રીન બિલ્ડીંગ તથા સસ્ટેનેબલ બિલ્ડીંગના સિદ્ધાંતોને આધુનિક ડિઝાઇન સાથે જોડીને હેમાંગ દિપકભાઇ નથવાણી દ્વારા સુખાકારી સાથે સ્વાસ્થ્યમાં પણ અભિવૃદ્ધિ કરે તેવા પ્રોજેક્ટ સાકાર કર્યા છે
આર્કિટેકચર ક્ષેત્રમાં નવીનતા, ટકાઉપણું અને ભવિષ્યલક્ષી ડિઝાઇન સાથે પોતાની છાપ છોડનાર હેમાંગ નથવાણીએ ગુજરાતના યુવા આર્કિટેકટ તરીકે ખ્યાતિ પામ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Archમાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર હેમાંગએ આર્કિટેકચરલ વિશ્ર્વમાં નવી ઉંચાઇઓ સ્થાપિત કરી છે. તો ચાલો તેમની પાસેથી રિયલ એસ્ટેટના વર્તમાન ટ્રેન્ડ અને ભવિષ્યની તકો અંગે ચર્ચા કરીએ…
સંપત્તિ ટાઇમ્સ : હેમાંગ, તમે આર્કિટેકચરલ ક્ષેત્રમાં એક નવી પરંપરા સ્થાપિત કરી છે. તમારી સફળતા પાછળની પ્રેરણા શું છે ?
હેમાંગ : આભાર ! મારી પ્રેરણા મારા પિતા દિપકભાઇ નથવાણી જે ૩પ વર્ષથી આ ક્ષેત્રમાં કાર્ય કરી રહયાં છે. તેમાંથી આવે છે. ત્રણ પેઢીથી ચાલતી આર્કિટેકચરલ પરંપરામાં તેમણે મને ફકત આર્કિટેકચર જ નહીં, પરંતુ સમાજને શ્રેષ્ઠ આપવાની ભાવના પણ શીખવી છે.

સંપત્તિ ટાઇમ્સ : રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હાલના ટ્રેન્ડ્સ શું છે અને તમે તમારી ડિઝાઇનમાં તેને કેવી રીતે સમાવેશ કરો છો ?
હેમાંગ :આજના સમયમાં રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં કેટલાક મુખ્ય ટ્રેન્ડ્સ છે :
ગ્રીન બિલ્ડીંગ અને સસ્ટેનેબ્લિટી : લોકો હવે પર્યાવરણને અનુકુળ ઇમારતો ઇચ્છે છે. અમે અમારી ડિઝાઇનમાં Energy efficiency, Water Conservation, Air Quality, Proper Light Ventilation, Material Selection, Waste Managment, Holistic Design, Net Zero Carbon, Footprint Concept, Green Building, લેન્ડસ્કેપીંગ જેવી તકનીકોનો ઉપયોગ કરીએ છીએ.
સ્માર્ટ હોમ્સ અને ટેકનોલોજી : આધુનિક ઘરોમાં સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહયો છે. અમે IOT (ઇન્ટરનેટ ઓફ થીંગ્સ) આધારીત સોલ્યુશન્સ, ઓટોમેટ લાઇટીંગ, ગ્રીન હોમ્સ, એનર્જી મેનેજમેન્ટ સીસ્ટમને અમારી ડીઝાઇનમાં સમાવીએ છીએ.

લકઝરી ડિઝાઇન : અમારી ડિઝાઇનમાં લકઝરીનેસને લગતા મહત્વના મુદ્દાઓ જેવા કે, Grand Entrance, Zoned Layout, Open a fluid space, Landscapind Areas, Exclusive એમેટીનીઝ, વેલનેસ ઓરીએન્ટેડ સ્પેસીસ, Luxury Finishes વગેરેનો સમાવેશ કરીએ છીએ.
લેન્ડસ્કેપીંગ એન્ડ એમેનીટીઝ : લેન્ડસ્કેપીંગ દ્વારા બિલ્ડીંગનું એક લકઝરીયસ Environemnet ઉભું કરીએ છીએ. ઉપરાંત, સસ્ટેનેબલ મટીરીયલ, ગ્રીન વોલ, વર્ટીકલ ગાર્ડન, ટેરેસ ગાર્ડન, Eco-Concious Landsping, મલ્ટી સેન્સરી ડીઝાઇન, Sustainable Ultra Luxury, Edible Landscaping, Courtyard, Multilevel Landscaping, ટ્રોપીકલ રીસોર્ટ સ્ટાઇલ લેન્ડીસ્કેપીંગ, Zan Garden, Forest જેવા મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરીએ છીએ.
કન્સ્ટ્રકશન ટેકનોલોજી : હાલના સમયમાં મોર્ડન કન્સ્ટ્રકશન ટેકનોલોજી જેવી કે, Precase, Peb તથા અન્ય મોડયુલર કન્સ્ટ્રકશન ટેકનીક સ્માર્ટ મટીરીયલ, High Performance Str. Systemનો ઉપયોગ વધારીએ છીએ. જેનાથી Durability, Safety, Lost Effective, Fast Construction જેવા ફાયદા મળે છે.

સંપત્તિ ટાઇમ્સ : તમે તમારી ડિઝાઇનમાં લોકોની વર્તમાન જરૂરીયાત તે કેવી રીતે સમજો છો ?
હેમાંગ : ૩પ વર્ષના અનુભવ સાથે ‘આકાર એસોસિએટસ’ (દિપક નથવાણી) હેઠળ ૩૦૦૦થી વધુ પ્રોજેકટ્સ સફળતાપૂર્વક સાકાર કરી શકયા તેનું મુખ્ય કારણ એ છે કે, અમે હંમેશા લોકોની જરિયાતોને સમજીને પૂર્ણ કરવાનો અને તેને આકાર આપવાનો પ્રયાસ કર્યો છે. અમાર દરેક પ્રોજેકટ્સ પહેલા, કલાયન્ટસ સાથે ગહન સંવાદ, સાઇટનું અને એરીયાનું ગહન એનાલીસીસ, રોડના કેરેકટર તથા એરીયાની જરૂરીયાતો તથા લાઇફસ્ટાઇલને સમજીને કલાઇન્ટને સૌથી વધુમાં વધુ ફાયદો મળી રહે તે રીતે પ્લાનીંગ કરીએ છીએ.

સંપત્તિ ટાઇમ્સ : ભવિષ્યના રિયલ એસ્ટેટ અને આર્કિટેકચરલ ટ્રેન્ડસ પર તમારી શું દૃષ્ટિ છે ?
હેમાંગ : ભવિષ્યમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ફાસ્ટ કન્સ્ટ્રકશન મુખ્ય ફોકસ રહેશે. પર્યાવરણને ઓછામાં ઓછું નુકશાન પહોંચાડે તેવી ઇમારતો, મોડયુલર અને પ્રી ફેબ્રીકેટેડ કન્સ્ટ્રકશન એક મોટો ટ્રેન્ડ બનશે. કારણ કે તે સમય અને ખર્ચ બચાવે છે. વધુમાં મલ્ટી ફંકશન સ્પેશીસની માંગ વધશે.






Bank Interest Rate Bank Loan Car Loan Dog Home Home Decor Home Loan Investment Opportunities Modern Homes Office Pet Animal Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Laws Real Estate Magazine Real Estate News Rent Vastu
Leave a Reply