રાજકોટના દિલીપ લાડાણી, ધ્રુવીક તળાવિયા, અમિત રાજા તથા આશિષ મહેતાને રાષ્ટ્રીય સંગઠનમાં કમિટીમાં લેવાતા બિલ્ડરોમાં જબરો ઉત્સાહ
“18 એપ્રિલે ગાંધીનગરમાં અમિત શાહની હાજરીમાં ભવ્ય પદગ્રહણ સમારોહ, દેશભરના બિલ્ડરો ગુજરાતમાં એકઠા થશે”
રિયલ એસ્ટેટ (Real Estate) ક્ષેત્રના સૌથી મોટા રાષ્ટ્રીય સંગઠન ‘ક્રેડાઈ’ (Credai) માં ગુજરાત (Gujarat)નો દબદબો વધ્યો છે. ગણેશ બિલ્ડર્સના શેખર પટેલ (Shekhar Patel) નવા પ્રમુખ તરીકે સુકાન સંભાળશે, જ્યારે રાજકોટના ચાર જાણીતા બિલ્ડરો – અમિત રાજા, ધ્રુવીક તળાવિયા, આશિષ મહેતા અને દિલીપ લાડાણીને પ્રથમવાર રાષ્ટ્રીય કમિટીમાં સ્થાન મળ્યું છે. આગામી 18 એપ્રિલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાનારા ભવ્ય પદગ્રહણ સમારોહમાં દેશભરના ટોચના બિલ્ડરો ભાગ લેશે, જેને લઈ ગુજરાતના બિલ્ડરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.
આગામી 19મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં અમદાવાદમાં ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેને લઈને સમગ્ર ગુજરાતના બિલ્ડરોમાં ઉત્સાહ છવાયો છે.
રીઅલ એસ્ટેટ ક્ષેત્રનાં સૌથી મોટા અને વગદાર સંગઠન ગણાતા ક્રેડાઈનાં નવા પ્રમુખ તરીકે ગણેશ બિલ્ડર્સનાં શેખર પટેલની પસંદગી થઈ છે.વર્તમાન પ્રમુખ બોમન ઈરાની હવે સંગઠનના ચેરમેન બનશે.
રાજકોટનાં ચાર જાણીતા બિલ્ડરોને રાષ્ટ્રીય કમીટીમાં સ્થાન આપવામાં આવ્યુ છે. જેમાં અમિત રાજા ઉપરાંત ધ્રુવીક તળાવીયા-રૂપેશ ઓડીસી (એવીએશન) કમીટીમાં લેવાયા છે. કસ્તુરી ગ્રુપના આશિષ મહેતાને રેરા કમીટી તથા લાડાણી એસોસીએટસનાં દિલીપ લાડાણીને અર્બન હાઉસીંગ એન્ડ ડેવલપમેન્ટ કમીટીમાં સ્થાન આપવામાં આવ્યુ છે.

નવનિયુકત પ્રમુખ સહિતની નવી ટીમનો ભવ્ય સમારોહ આગામી 18 મી એપ્રિલે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રાખવામાં આવ્યો છે તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ હાજરી આપશે.ક્રેડાઈનો રાષ્ટ્રીય કાર્યક્રમ હોવાથી દેશભરનાં ટોચના સહીત તમામ બિલ્ડરો હાજરી આપશે.
સમગ્ર દેશમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગુજરાત આગવુ નામ ધરાવે છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહીતનાં ગુજરાતના શહેરોમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. ખાસ કરીને કોરોનાકાળ પછીના ચાર વર્ષમાં આ ક્ષેત્ર નવી ઉંચાઈએ પહોંચ્યુ છે. એટલે રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતને મહત્વ મળે તે સ્વાભાવીક છે.
આ પુર્વે અમદાવાદના સેવી બિલ્ડર્સનાં જક્ષય શાહને પણ સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું. હવે શેખર પટેલ પ્રમુખ બનશે એટલે આ મહત્વપૂર્ણ સંગઠનમાં બીજા ગુજરાતી પ્રમુખ બનશે.
અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમમાં સમગ્ર દેશનાં બિલ્ડરોને આમંત્રણ અપાયા છે. અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે.રાજકોટ સહિત ગુજરાતનાં તમામ બિલ્ડરો પણ હાજરી આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રેડાઈની આગામી વગદાર સંગઠનમાં થાય છે. એટલે તેમાં સ્થાન ગૌરવરૂપ બાબત છે. કેન્દ્ર સરકાર દ્વારા આવાસને રીયલ એસ્ટેટ સંબંધી નીતી નકકી કરતી વખતે ક્રેડાઈના ખાસ સૂચનો-અભિપ્રાય મેળવવામાં આવતા હોય છે. બિલ્ડરોને લગતા પ્રશ્નો વિશેની રજુઆતોને પણ ગંભીરતાથી લક્ષ્ય આપવામાં આવતુ હોય છે.
ગુજરાતનાં તાજેતરમાં જ નવા જંત્રીદરની પ્રક્રિયા વખતે સુચનો માટે ઓછો સમય સહિતના મામલે ક્રેડાઈની રજુઆત પરીણામલક્ષી બની હતી.ક્રેડાઈ દ્વારા દેશભરમાં યોગ્ય સંકલન માટે રાજયવાઈઝ ચેપ્ટર પણ બનાવવામાં આવ્યા છે.
આગામી 18મીએ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાનારા પદગ્રહણ સમારોહમાં શેખર પટેલ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળશે. રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં કેટલાંક મહિનાથી વિરોધાભાસી ચિત્ર છે. અલ્ટ્રા લકઝરીયસ આવાસોનાં વેચાણમાં વૃધ્ધિ છે. ગુજરાતમાં અનેકવિધ કારણોથી સ્લોડાઉન છે.
Leave a Reply