ખેડૂતો અને નાગરિકો માટે સરળતા, ઔદ્યોગિકરણને પ્રોત્સાહન, જાણો શું મહત્ત્વના ફેરફાર કરાયા
Non-agricultural land Gujarat | Gujarat land rules 2025 | Agricultural land conversion | Gujarat government real estate | Non-agricultural process simplification
ગુજરાત સરકારે ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખીને બિન ખેતી જમીનની પ્રક્રિયાને સરળ બનાવવાનો મોટો નિર્ણય લીધો છે. આ નવા નિયમોનો હેતુ મહેસૂલી પ્રક્રિયાઓને સરળ બનાવવાનો, ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો અને સામાન્ય લોકોને જમીન સંબંધિત કામકાજમાં સુવિધા આપવાનો છે. આ ફેરફારોથી રાજ્યમાં વ્યાપાર, રોજગાર અને સસ્તા મકાનોની યોજનાઓને પણ ફાયદો થશે. નવા નિયમોમાં જમીનની શરતો બદલવી, પ્રીમિયમમાંથી મુક્તિ અને ઝડપી મંજૂરી જેવા મહત્વના પગલાં સામેલ છે.
નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત જમીનો હવેથી જૂની શરતની ગણાશે
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ‘રાજ્યમાં ખેતીના હેતુ માટે ધારણ કરેલી નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનના વેચાણ, તબદીલી તથા હેતુફેર/ શરતફેરના કિસ્સાઓમાં સંબંધિત કલેક્ટર કે યથા પ્રસંગ સરકારની નક્કી કરેલ શરતોને આધીન પૂર્વમંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે. ઉપરાંત આવી જમીનો શરતફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રીમિયમ પણ ભરવાનું રહે છે. રાજ્યની મહા નગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિન ખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રીમિયમમાંથી મુક્તિ મળશે. આવી જમીનો અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે નોંધ પાડવાની રહેશે.’
શરતફેરની વહીવટી પ્રક્રિયા સરળ બનશે
ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે. બિન ખેતી હેતુ માટે પ્રીમિયમને પાત્ર જમીનો ઉપર ઉદ્યોગ, ધંધા,વેપાર સ્થાપવા માટે જૂનીશરતમાં ફેરવવાની જરૂર નહીં રહેવાના કારણે ઔદ્યોગિકરણ તથા વિકાસને વેગ મળશે, રોજગારી તથા રાજ્યનો જી.ડી.પી. પણ વધશે. નાના ખેડૂતો કે જમીન ધારકોના જીવન ધોરણમાં સુધારો થશે અને જમીનધારકોને વેચાણ સમયે પૂરતું મૂલ્ય મળશે. તથા સરકારી કચેરીઓમાં પ્રીમિયમ ભરવા જવામાંથી મુક્તિ મળશે.
બિન ખેતી પ્રક્રિયામાં સરળીકરણ
રાજ્યના મહેસૂલ વિભાગે બિન ખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે.
•સંબંધિત કલેકટરને અરજી કર્યાની તારીખથી 30 દિવસમાં નિર્ણય કરવાની જેાગવાઈ કરવામાં આવી છે.
•પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિન ખેતીની અરજી કરવામાં આવે તો 10 દિવસમાં પ્રીમિયમ/દંડ/રૂપાંતરણ/વિશેષધારો ભરવા માટે જાણ કરવામાં આવશે.
•પ્રમાણપત્ર વિના પણ બિન ખેતી અરજી કરવામાં આવે તો હાલની વ્યવસ્થા મુજબ નિર્ણય કરવામાં આવશે.
*ખેડૂત ખરાઈની અરજીની તારીખથી 25 વર્ષ પહેલાના રેકર્ડને ધ્યાને નહીં લેવાય *
અન્ય એક મહત્ત્વપૂર્ણ નિર્ણય એ પણ કર્યો છે કે, ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત/ બિન ખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે બિન ખેતીમાં ફેરવવાની અરજદારની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી 25 વર્ષ પહેલાના રેકર્ડને ધ્યાને લેવાનું રહેશે નહીં.
Non-agricultural land Gujarat | Gujarat land rules 2025 | Agricultural land conversion | Gujarat government real estate | Non-agricultural process simplification
Bank Interest Rate Bank Loan Car Loan Dog Home Home Decor Home Loan Investment Opportunities Modern Homes Office Pet Animal Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Laws Real Estate Magazine Real Estate News Rent Vastu
Leave a Reply