Sampatti Times Real Estate Newspaper

Advertisement

ઘર ભાડે લેતી વખતે ભાડા કરારનું મહત્વ તમે જાણો છો..?

new2

મકાન ભાડે લેતી વખતે થોડી સાવધાની રાખવાથી તમે ઘણી મુશ્કેલીઓથી બચી શકો છો, એટલે જ ભાડા કરાર કાળજીપૂર્વક વાંચો, સમજો, અને જો કોઈ શંકા હોય તો કોઈ કાયદાકીય સલાહકારની મદદ લો.

રાજકોટ: હાલનો સમય ભારે ભાગદોડ વાળો હોવા સાથે ઘણો ચેલેન્જિંગ હોવાથી ઘણા લોકો નોકરી કે અભ્યાસ માટે પોતાના વતનથી દૂર રહે છે. ગામડામાંથી શહેરોમાં સ્થળાંતર કરવું દરેકને પોષાય તેવું નથી હોતું, અને તેમાંય પણ પોતાનું ઘર ખરીદવું દરેકના માટે શક્ય નહીં હોવાથી લોકો પાસે મકાન ભાડે રાખવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી.

જો તમે પણ ભાડે મકાન લેવાનું વિચારી રહ્યા છો, ખાસ ધ્યાન રાખજો કે, ભાડે મકાન લેતી વખતે સૌથી મહત્વની બાબત છે ભાડા કરાર. આ કરાર માલિક અને ભાડુઆત બંને માટે એક પ્રકારનો કરાર છે. જેમાં બંને પક્ષોના હક અને ફરજો સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે છે. આ કરારમાં ભાડાની રકમ, ભાડું કેવી રીતે અને ક્યારે ચૂકવવું, મકાનની જાળવણી કોણ કરશે વગેરે બધી બાબતોનો સમાવેશ થાય છે.

ભાડા કરારમાં ભારતીય કાયદા મુજબ ભાડુઆતને મળેલા ઘણા અધિકારો અંગેની સ્પષ્ટતા થયેલી હોય છે. જેમ કે, મકાનની સલામતી અને સ્વચ્છતા જાળવવાનો અધિકાર, મકાનમાં જ‚રી સુધારા કરવાની પરવાનગી વગેરે. આ અધિકારો વિશે જાણવું ખૂબ જ જ‚રી છે જેથી કરીને તમે તમારા હક માટે લડી શકો.

ભાડા કરારની નોંધણી કરાવવી ખૂબ જ જ‚રી છે. ભાડા કરારને નોંધાવવો કાયદેસર જ‚રી છે. તમારે તમારા સ્થાનિક સબ-રજિસ્ટ્રારની ઓફિસમાં જઈને કરાર નોંધાવવો પડશે. નોંધણી માટે તમારે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે. નોંધણી કરાવવાથી ભવિષ્યમાં કોઈ વિવાદ થાય તો કાયદાકીય રીતે તેનો ઉકેલ લાવી શકાય છે. જો તમે નોંધણી વગર ભાડા મકાન લો છો તો કોઈપણ પ્રકારની કાનૂની રક્ષા મેળવી શકશો નહીં.

ભાડા કરારમાં શું હોવું જોઈએ?

  • પક્ષકારોની વિગતો: માલિક અને ભાડુઆત બંનેના નામ, સરનામાં, સંપર્ક નંબર વગેરે.
  • મિલકતની વિગતો: મિલકતનું સરનામું, માપ, માળખું, સુવિધાઓ વગેરે.
  • ભાડાની રકમ અને ચુકવણીની શરતો: ભાડાની રકમ, ચૂકવણીની તારીખ, ચૂકવણીની રીત (રોકડ, ચેક, ઓનલાઇન) વગેરે.
  • ડિપોઝિટ: ડિપોઝિટની રકમ, પરત કરવાની શરતો વગેરે.
  • કરારની મુદત: કરાર કેટલા સમય માટે માન્ય રહેશે.
  • નવીકરણ: કરારને કેવી રીતે અને ક્યારે નવીકરણ કરી શકાય.
  • મકાનની જાળવણી: મકાનની જાળવણી કોણ કરશે, કોણ કઈ રીતે જાળવણી કરશે.
  • સમારકામ: કોઈ સમારકામની જ‚ર પડે તો તે કોણ અને કેવી રીતે કરાવશે.
  • ઉપયોગ: મકાનનો કયા હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે.
  • પેટ પ્રાણીઓ: મકાનમાં પેટ પ્રાણીઓને રાખવાની પરવાનગી હશે કે નહીં.
  • સબ-લેટિંગ: મકાનને સબ-લેટ કરવાની પરવાનગી હશે કે નહીં.
  • ખાલી કરાવવું: કરાર પૂરો થયા પછી કેવી રીતે મકાન ખાલી કરાવવામાં આવશે.
  • વિવાદ નિરાકરણ: કોઈ વિવાદ થાય તો તેનો નિરાકરણ કેવી રીતે કરવામાં આવશે.
  • અન્ય શરતો: બંને પક્ષો વચ્ચેની અન્ય કોઈ શરતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *