20થી વધુ પ્રોજેક્ટનું એક્સ્પો લોન્ચિંગ કરાશે : ડેવલોપર્સ તેમની વડોદરા શહેર અને આસપાસની 500થી વધારે પ્રોપર્ટીમાં ઉત્તમ ડીલ લઈને શહેરના નાગરિકો અને રોકાણકારો સમક્ષ ઉપસ્થિત રહેશે
સંજય રાવલના સેમિનારનું પણ આયોજન : શહેરીજનોના મનોરંજન માટે લાઈવ પરર્ફોમન્સ કરાશે
વડોદરા શહેરના નવલખી મેદાનમાં આગામી 20 થી 23 ફેબ્રુઆરી 2025 દરમિયાન ‘મહાકુંભ ઓફ પ્રોપર્ટી શો’ નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. બે વર્ષ બાદ ફરીથી આવી રહેલ આ મેગા ઈવેન્ટમાં 100 થી વધુ ડેવલપર્સ ભાગ લેશે અને 500 થી વધુ પ્રોપર્ટી પ્રોજેક્ટ સાથે ઘર ખરીદનાર અને રોકાણકારો માટે ઉત્તમ તક પેદા કરશે.
આ પ્રોપર્ટી એક્સપોની વિશેષતા એ છે કે આ વર્ષે થિમ ‘સોશિયલ કોઝ’ રાખવામાં આવી છે. ડેવલપર્સને તેમના નવા પ્રોજેક્ટમાં ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ અપનાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને દરેક પ્રોજેક્ટમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફરજીયાત રાખવા માટે શપથ લેવડાવવામાં આવશે.
ક્રેડાઈ વડોદરાના ચેરમેન પ્રિતેશ શાહે જણાવ્યું કે, “આ એક્સ્પો વડોદરાના નાગરિકો અને રોકાણકારો માટે એક અમૂલ્ય અવસર છે. શ્રેષ્ઠ પ્રોપર્ટી ડીલ્સ, નેટવર્કિંગ અને નવી તકનો આ મહાકુંભ નજારો આપશે.” પ્રમુખ ધ્રુમિલ પટેલે ઉમેર્યું કે, 20 થી વધુ પ્રોજેક્ટનું મેગા લોન્ચિંગ અને રેડી ટુ મુવ ઈન ઓફર્સ સાથે આ શો નવો માઇલસ્ટોન સાબિત થશે.
શહેરીજનો અને મુલાકાતીઓ માટે ખાસ મનોરંજન કાર્યક્રમોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ, આકર્ષક ઇનામો અને 10% થી વધુ ડિસ્કાઉન્ટ ઓફર્સ આ મહાકુંભને વધુ રોમાંચક બનાવશે. ત્રીજા દિવસે, 22 ફેબ્રુઆરીએ, પ્રખ્યાત ગાયક અમિત ગુપ્તાના લાઈવ કોન્સર્ટ અને પ્રેરણાદાયી સ્પીકર સંજય રાવલના સેમિનારનું પણ આયોજન છે.
એકસપોમાં 60 થી વધુ સ્ટોલ હશે, જ્યાં પ્રોજેક્ટના મિનિએચર, પ્રોપર્ટી લોન માટે બેન્ક સ્ટોલ અને પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આવનારા રોકાણકારો માટે આ એક વન-સ્ટોપ ડેસ્ટિનેશન સાબિત થશે.
આ પ્રોપર્ટી મહાકુંભ માત્ર એક ખરીદી-વેચાણનું પ્લેટફોર્મ નહિ, પણ વડોદરાના નાગરિકો માટે અતુલ્ય તક અને અનોખું અનુભવ હશે!
Leave a Reply