Sampatti Times Real Estate Newspaper

Advertisement

રાજકોટ બિલ્ડર એસોસિએશનમાં ચેરમેન પદે અમિતભાઈ ત્રાંબડીયાની નિયુક્તિ

new3

પ્રમુખ પરેશ ગજેરાના અધ્યક્ષ પદે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં RBAની એન્યુઅલ જનરલ મીટીંગ સંપન્ન

યુથ વિંગ પ્રમુખ તરીકે ઋષિત ગોવાણીની નિમણુંક

શહેરની રિજન્સી લગુન રિસોર્ટ ખાતે તા. ૬, સપ્ટેમ્બરના રોજ ક્રેડાઈ ગુજરાત અને ક્રેડાઈ રાજકોટની એન્યુઅલ જનરલ મીટીંગ યોજાઈ હતી. જેમાં રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનમાં હાલ ટ્રેઝરર તરીકે પ્રસંશનીય કામગીરી કરી રહેલા યુવા બિલ્ડર અમિત ત્રાંબડીયાની રાજકોટ – બિલ્ડર્સ એસોસીએશનના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. જ્યારે જોઇન્ટ સેક્રેટરી પદે સંદીપભાઈ સાવલિયા અને ટ્રેઝરર તરીકે રાજદિપસિંહ જાડેજાની નિયુક્તિ કરવામાં આવી હતી.

રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનમાં હાલ સુધી યુથ કન્વીનર તરીકે કાર્યરત રણધીરસિંહ જાડેજા (અલય ગ્રુપ)નો બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આર.બી.એ.ના ઇન્વાઇટી બોર્ડ મેમ્બર ઋષીત ગોવાણી, આદિત્ય લાખાણી, ગોપી પટેલ, પૃથ્વીરાજસિંહ રાણા, રાજેન્દ્ર સોનવાણી, પાર્થ તલાવિયા, દિવ્ય પટેલ, ચિરાગ લાખાણી, કિશન કોટેચાની નિમણુંક કરવામાં આવી હતી. જ્યારે યુથ કન્વીનર પદે નીરજ ભિમજિયાણી, પ્રિતેશ પીપળીયા, સમીર હાંસલિયા, ભરત સોનવાણી, દીશીત પોબા‚ં, ધવલ હુંબલની નિમણુંક કરવામાં આવી હતી. તદઉપરાંત રણધીરસિંહ જાડેજા, ચેતન રોકડ અને હાર્દિક શેઠની બોર્ડ મેમ્બર પદે નિયુક્તિ કરવામાં આવી હતી. તે અંગેની ઙઙઊજ જ‚રી કાર્યવાહી તેમજ સત્તાવાર જાહેરાત ેજીએમમાં કરવામાં આવી હતી. આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા ઉપસ્થિતોએ આ જાહેરાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

આ એન્યુઅલ જનરલ મિટીંગમાં એ.જી.એમ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાજ્યના ૪૦ શહેરોના બિલ્ડર્સના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ૪૦ શહેરોના ૧૨ હજારથી વધુ મેમ્બર્સ ધરાવતા દેશના સૌથી મોટા ચેપ્ટરના હોસ્ટ બનવાનું સૌભાગ્ય રાજકોટ ચેપ્ટરને મળ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોત્તમ ‚પાલા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, ધારાસભ્ય રમેશ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ઉદય કાનગડ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સ્ટે. ચેરમેન જયમીન ઉપાધ્યાય, ટી.પી.ઓ સંત પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *