રાજકોટ રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિયેશન દ્વારા GDCRના કાયદા અંગેનો સેમિનાર યોજાયો
મારા કોઈપણ પ્રોજેક્ટ બન્યા પછી તેમાં કોઈપણ ફેરફાર નથી કરવો પડયો : આર્કિટેક ચૈતન્ય સિંહારે GDCR (નગર આયોજન અને મૂલ્યાંકન વિભાગ) અંગેના નિયમો અને જોગવાઈ અંગે માહિતગાર કર્યા

રાજકોટ રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિયેશન દ્વારા અવારનવાર રિયલ એસ્ટેટ માર્કેટને લગતા અનેક સેમિનાર યોજાતા હોય છે ત્યારે તા. ૨૪ને સોમવારે બીઝ હોટેલ ખાતે GDCR (નગર આયોજન અને મૂલ્યાંકન વિભાગ)ને લગતા કાયદા અને જોગવાઈ વિશે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કી નોટ સ્પીકર તરીકે સિનિયર આર્કિટેક ચૈતન્ય સિંહાર દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. રાજકોટ રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા આર્કિટેક ચૈતન્ય સિંહારનું કાર્યક્રમની શરૂઆતમાં અભિવાદન કરવામાં આવ્યું હતું. ચૈતન્ય સિંહારે GDCR અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કાયદો ગામતળ, સિટી એરીયા, રૂડા (રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી) વિસ્તારમાં કેટલું માર્જીન, કેટલા માળની મંજૂરી, એફએસઆઈ અંગેની ઝીણવટપૂર્વક માહિતી આપી હતી. આ સિવાય રોડના ફૂટ પ્રમાણે બાંધકામની મંજૂરી મળે, કાર્પેટ એરીયા, બિલ્ટઅપ અને સુપર બિલ્ટઅપ એરીયા અંગે રીયલ્ટર્સને માહિતગાર કર્યા. તેમણે જણાવ્યું કે, હંમેશા ક્લાઈન્ટનું વિચારો એટલે હંમેશા રીપીટ થાય. મારા કોઈપણ પ્રોજેક્ટ બન્યા પછી તેમાં કોઈપણ ફેરફાર નથી કરવો પડયો તેથી આપણા કામ પર હંમેશા ફોકસ રાખવું જોઈએ. દરેક રાજ્યનું રેગ્યુલેશન તેની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ અલગ અલગ હોય છે તેથી તેના GDCR(નગર આયોજન અને મૂલ્યાંકન વિભાગ) પ્રમાણે અલગ નિયમો હોય છે. તેમણે એક સંદેશો આપતા જણાવ્યું કે, રેન્જ રોવર હોય તો પણ સ્વભાવ સાયકલ જેવો રાખવો જોઈએ. આ સિવાય તેમણે GDCR (નગર આયોજન અને મૂલ્યાંકન વિભાગ)ની પીપીટીમાં કેટલાક કાયદા અને બિલ્ડિંગની મંજૂરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સિનિયર આર્કિટેક ચૈતન્ય સિંહારની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી આર્કિટેક અને ઈન્ટીરીયરને લગતી સેવાઓ આપી રહ્યા છે તેઓએ ઓસ્ટ્રેલિયામાં પણ પોતાના પ્રોજેક્ટ બનાવ્યા છે. જ્યારે હાલ ચૈતન્ય સિંહાર આર્કિટેક્સ નામની ફર્મ ધરાવે છે ચૈતન્ય સિંહાર અનેક નામાંકિત રેસીડેન્સ, કોમર્શિયલ, ઈન્સ્ટ્રીઝ, ધાર્મિક સ્થળો, સ્કૂલના પ્રોજેક્ટ પોતાની કુશળતાથી ડિઝાઈન કર્યા છે.

GDCRના કાર્યો
ગુજરાતના શહેરી વિસ્તારોનો સુરક્ષિત સંતુલિત અને આયોજનબદ્ધ વિકાસ કરવો. શહેરી અને પ્રાદેશિક આયોજન અને જમીનના મૂલ્યાંકન સંબંધિત બાબતોમાં રાજ્ય સરકારને મદદ અને સલાહ આપવી. શહેરી અને પ્રાદેશિક આયોજન માટે નીતિઓ, ધોરણો, માર્ગદર્શિકા અને પ્રોટોકોલ વિકસિત કરવાનું કામ GDCR કરે છે.
Bank Interest Rate Bank Loan Car Loan Dog Home Home Decor Home Loan Investment Opportunities Modern Homes Office Pet Animal Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Laws Real Estate Magazine Real Estate News Rent Vastu
Leave a Reply