Sampatti Times Real Estate Newspaper

Advertisement

હાઈરાઇઝ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે મોડર્ન ટેક્નિકનો નવો દૌર

new5

વર્ષ 2070 સુધીમાં દેશમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય કેટલું દૂર..?

એલ્યુમિનિયમ ફોર્મવર્ક સિસ્ટમ (એએફએસ), બિલ્ડિંગ ઇન્ફર્મેશન મોડેલિંગ (બીઆઈએમ), ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) એટલે કે સ્માર્ટ હોમ અને ઓટોમેશન, 3D પ્રિન્ટિંગ, ઓગમેન્ટેડ રિયલિટી (AR) અને વર્ચુઅલ રિયલિટી (VR), સ્માર્ટ કોમ્યુનિટી પ્લેટફોર્મ્સ વગેરે ટેકનોલોજીના ઉપયોગથી ભારતીય કન્સ્ટ્રક્શન ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ થયો

રાજકોટ: ભારતનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર, ખાસ કરીને હાઈરાઇઝ ઇમારતોના નિર્માણમાં, ઝડપથી ટેક્નોલોજીકલ પરિવર્તન અપનાવી રહ્યું છે. સમગ્ર બાંધકામ ઉદ્યોગમાં હવે પારંપરિક પદ્ધતિઓથી અલગ મોડર્ન ટેક્નિકસના ઉપયોગ સાથે સસ્ટેનેબલ પ્રેક્ટિસનો ટ્રેન્ડ વધ્યો છે. ખાસ કરીને હાઈરાઇઝ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં આ પરિવર્તનની ખાસ જરૂરિયાત પણ જણાઈ રહી છે.

ભારત સરકાર દ્વારા વર્ષ 2070 સુધીમાં દેશમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. લક્ષ્યને પ્રાપ્ત કરવામાં હાઈરાઇઝ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાંધકામ ઉદ્યોગ વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં 39% જેટલો ફાળો આપે છે, જેમાં માત્ર બાંધકામ સામગ્રીમાંથી 11%નો સમાવેશ થાય છે.

માટે જ, હવે ભારતમાં વૈશ્વિક માપદંડોને અનુરૂપ બાંધકામ પ્રણાલી મુજબ કન્સ્ટ્રક્શન કામગીરી ધમધમવા લાગી છે. જો વર્તમાન સમયની અગ્રણી બાંધકામ ટેકનોલોજીઓનો ઉલ્લેખ કરીએ તો એલ્યુમિનિયમ ફોર્મવર્ક સિસ્ટમ (એએફએસ), બિલ્ડિંગ ઇન્ફર્મેશન મોડેલિંગ (બીઆઈએમ), ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) એટલે કે સ્માર્ટ હોમ અને ઓટોમેશન, 3D પ્રિન્ટિંગ, ઓગમેન્ટેડ રિયલિટી (AR) અને વર્ચુઅલ રિયલિટી (VR), સ્માર્ટ કોમ્યુનિટી પ્લેટફોર્મ્સ વગેરેનું ચલણ હવે ભારતીય કન્સ્ટ્રક્શન ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ છે.

એએફએસ, બીઆઈએમ અને આઈઓટી જેવી અદ્યતન ટેકનોલોજીઓ અપનવવાથી, રિયલ-ટાઇમ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને એઆર/વીઆર માર્કેટિંગ જેવી મોડર્ન ટેકનિકથી બાંધકામ ઉદ્યોગમાં કાર્યક્ષમતા અને ગુણવત્તામાં વધારો થઈ રહ્યો છે, સાથોસાથ કાર્બન ઉત્સર્જન પણ નોંધપાત્ર રીતે ઘટી રહ્યું છે. એલ્યુમિનિયમ ફોર્મવર્ક સિસ્ટમ (એએફએસ) જેવી અદ્યતન ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને બાંધકામ ઝડપી અને વધુ સારી ગુણવત્તા સાથે પૂર્ણ થાય છે. બિલ્ડિંગ ઇન્ફર્મેશન મોડેલિંગ (બીઆઈએમ) ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોજેક્ટનું આયોજન અને અમલીકરણ વધુ સારી રીતે કરી શકાય છે, જેનાથી સમય અને ખર્ચ બચે છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાંધકામ સાઇટ પરનું કામ વધુ સારી રીતે મેનેજ કરી શકાય છે અને બાંધકામ પૂર્ણ થયા બાદ સ્માર્ટ હોમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ સારી જીવનશૈલીનો અનુભવ મળી શકે છે.

વધુમાં, વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) અને ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) જેવી ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને રિયલ એસ્ટેટનું માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે, જેનાથી ગ્રાહકોને પ્રોપર્ટીનો વાસ્તવિક અનુભવ મળી રહે છે. આ તમામ ટેકનોલોજીઓના ઉપયોગથી બાંધકામ ક્ષેત્ર વધુ આધુનિક, વધુ સાનુકૂળ અને વધુ ટકાઉ બની રહ્યું છે, પરિણામે પર્યાવરણને ઓછું નુકસાન થાય છે.

વર્ષ 2070 સુધીમાં ભારત શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગે છે અને આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા રિયલ એસ્ટેટ ક્ષેત્ર ટેકનોલોજી સાથે સજ્જ થઈ રહ્યું છે. હાઈરાઇઝ કન્સ્ટ્રક્શન અંતર્ગત આવી રહેલું આ પરિવર્તન ભવિષ્યના શહેરી વિસ્તારોને વધુ લાંબા આયુષ્ય સાથે વધુ સારો આકાર આપીને સપનાઓ સાકાર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *