👉 ૯૦ ટકા ભારતીય કર્મચારીઓ દર અઠવાડિયે ઓછામાં ઓછા ત્રણ દિવસ ઓફિસમાં હાજરી ધરાવે છે, જે વૈશ્ર્વિક સરેરાશ ૮૫% કરતા વધારે છે
👉 JLL દ્વારા Future of Work Survey 2024 – India Insights અહેવાલના ચોંકાવનારા તારણોમાં જણાવાયું છે કે, ૫૪% જેટલી કંપનીઓ ભારતમાં ઓફિસ દિવસોમાં વધારો કરવાના વિચારમાં
👉 ૨૪ ટકા ભારતીય કંપનીઓ વર્કફોર્સની કામગીરી વધારવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ વધારશે, જેમાંથી ૯૫% જેટલું રોકાણ આગામી પાંચ વર્ષમાં જ કરશે
મુંબઈ: તાજેતરમાં એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય કર્મચારીઓમાં ઓફિસ પ્રેમ ઉંડો છે, એટલે કે તેઓ ઘર કરતાં વધારે સમય ઓફિસે વિતાવે છે. બોલો.. જાણીને નવાઈ લાગશે કે ૯૦ ટકા જેટલા કર્મચારીઓ અઠવાડિયામાં ત્રણ દિવસથી વધુ જેટલો સમય ઓફિસમાં વિતાવે છે.
DLL દ્વારા હાથ ધરવામાં આવેલ Future of Work Survey 2024 – India Insights સર્વેના તારણો અનુસાર ૯૦% ભારતીય સંસ્થાઓમાં ૩થી વધુ દિવસો કર્મચારીઓએ ઓફિસમાં રહેવું જરી છે. ઉપરાંત આ ટ્રેન્ડ હજુ આગળ વધશે એવું લાગે છે, કારણ કે ૨૦૩૦ સુધીમાં ૫૪% ભારતીય સંસ્થાઓમાં કામના દિવસો વધશે એવી અપેક્ષા ધરાવે છે.
વૈશ્ર્વિક અભ્યાસનો ભાગ છે તેવો આ સર્વે ભારતની વિકસતી અર્થવ્યવસ્થા અને કામના સ્થળની પરિસ્થિતિ અંગે વ્યાપક તારણો રજૂ કરે છે. આ સર્વેમાં ૨,૩૦૦ થી વધુ Corporate Real Estate (CRE) અને વ્યાપારિક નિર્ણાયકોએ ભાગ લીધો હતો, અને તેમણે ભારતમાં ઑફિસ આધારિત કામના કલાકો ઉપરાંત વિવિધ પાસાઓનો ઉલ્લેખ કર્યો છે. સર્વે એ પણ દર્શાવે છે કે ભારતીય કાર્યસ્થળોમાં AIનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં ૯૫% બિઝનેસોએ આગામી પાંચ વર્ષોમાં AI રોકાણો વધારવાનું આયોજન કર્યું છે. ઉપરાંત ભારતના ૭૭% કોર્પોરેટ્સ ગ્રુપ દ્વારા તેમના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં વધતા ખર્ચનો અનુમાન મૂક્યો છે. સર્વે દર્શાવે છે કે ૪૪% CRE ગ્રુપ્સ ઝડપથી બદલાતી સંસ્થાકીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાની યોજના બનાવવામાં મુશ્કેલી પડે છે.
Leave a Reply