અમદાવાદની જેમ રાજકોટમાં પણ ટી.પી.સ્કીમ મંજૂર અને વિકાસના કાર્યો થશે: રૂડામાં એક અલગથી ટી.પી.સેલ ઉભો કરાયો
એમ.એ., બી.એડ પૂર્ણ કર્યા બાદ શિક્ષક બન્યા: કંઈક વધુ કરી છૂટવાની ઈચ્છાથી UPSC પાસ કરી IAS થયા
શહેરનો વિકાસ સુઆયોજીત થવું જરૂરી છે તેના વગર વિકાસ શક્ય નથી. તેથી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર થાય અને જલદીથી તે અમલમાં આવે તે મારી પ્રાથમિકતા. આ શબ્દો છે રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના. સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના તમામ માર્ગો અને ગલીઓમાં પાક્કા રસ્તા થાય તે માંરૂ વિઝન રહેશે. જ્યારે પ્રથમ વખત રૂડામાં પણ અલગથી એક ટી.પી.સેલ ઉભો કરાયો છે. જેમાં હંગામી ધોરણે આઉટ સોર્સના સ્ટાફને નિમણુંક કરવાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે.
જ્યારે અંગત જીવનની વાતો કરતા તુષાર સુમેરાએ કહ્યું હતું કે, તેઓ પોતાના જૂના દિવસોને યાદ કરીને કહે છે કે, જે કોલેજમાં તેઓ ભણ્યા હતા, તે કોલેજ પાસેથી હવે તે કોર્પોરેશનની ઓફિસમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત છે, જે તેમના માટે ગૌરવની વાત છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની તુષાર સુમેરાએ પોતાનો અભ્યાસ સુરેન્દ્રનગરની એમ.પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં કર્યો. ત્યાર બાદ રાજકોટમાં એમ.એ. અને જૂનાગઢની કોલેજમાંથી બી.એડ. પૂર્ણ કર્યુ. શિક્ષક તરીકે નોકરી કરતાં તેઓ વિચારતા હતા કે ટીચર બનવાથી માત્ર એક-બે ગામની ભાવિ પેઢીને જ સુધારી શકાય. પરંતુ સમાજનું વ્યાપક ભલું કરવા માટે કંઈક વધુ કરવાની ઇચ્છા હતી. આમ તેઓ ૨૦૦૭માંએ વહીવટી પરીક્ષા માટેની તૈયારી શરૂ કરી. સ્પીપામાં સિલેક્શન થયા બાદ તેઓએ સમાજશાસ્ત્ર અને ગુજરાતી સાહિત્યમાં અંગ્રેજી મીડિયમમાં પરીક્ષાઓ આપી. પાંચ પ્રયાસ બાદ તેઓ ઈંઅજ ઓફિસર તરીકે સફળ થયા. પરીક્ષાની તૈયારીના સમયગાળા દરમિયાન તેઓ રોજ ૧૪-૧૫ કલાક અભ્યાસ કરતા હતા. તુષાર સુમેરાના પિતા દલપતભાઈ સુમેરા ગુજરાત જમીન વિકાસ નિગમમાં કાર્યરત છે, જ્યારે માતા વઢવાણમાં પ્રાઇમરી ટીચર છે. તેમના પરિવારે હંમેશા તેઓને પરીક્ષા આપવામાં સપોર્ટ આપ્યો છે.
Leave a Reply