👉 રાજકોટ હોય કે અમદાવાદ, રિયલ એસ્ટેટ ટ્રેન્ડ અવિરત બદલાય છે..
👉 રેરા ઓથોરિટી દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રે પારદર્શિતા લાવવાના પ્રયાસો બિરદાવતા પાર્થ પટેલ
👉 યુવા બિલ્ડર્સ ટેકનોલોજી અને ઇનોવેશન્સનો ભરપુર ઉપયોગ કરીને લોકોની લાઇફસ્ટાઇલને ઈમ્પ્રુવ કરતા ઇનોવેટિવ પ્રોજેકટ્સ રજૂ કરે તે અત્યારના સમયની માંગ હોવાનો કવિશા ગ્રુપના એમ.ડી. પાર્થ પટેલનો અભિપ્રાય
👉 ગુજરાત સરકારના સક્રિય પ્રયાસો થકી કોમન જીડીસીઆર લાગુ પડતાં બિલ્ડર્સને હાઇરાઇઝ બિલ્ડીંગ બનાવવા પ્રોત્સાહન મળ્યું
રાજકોટ: રાજકોટના આંગણે પધારે CEPT, IIM બેંગલોર અને નિરમાના પૂર્વ વિદ્યાર્થી એવા કવિશા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર પાર્થ પટેલે સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં ગુજરાતમાં પ્રવર્તમાન રિયલ એસ્ટેટ ટ્રેન્ડ વિશે મન ખોલીને વાત કરી. તેમણે લોકોની બદલાતી લાઇફસ્ટાઇલ સાથે બદલાયેલી જરૂરિયાતોને કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રે સર્જાતી નવી તકો અંગે પણ ચર્ચા કરી.
સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ યંગ જનરેશનને મોટા કાર્પેટ વાળા સ્પેસીયસ ઘર કે જેમાં વધુ અમેનિટીઝ હોય તેવી મોડર્ન લાઇફસ્ટાઇલ ઝંખે છે. જો યુવા બિલ્ડર્સ દ્વારા લોકોની નાનામાં નાની જરૂરિયાતની કાળજી રાખીને પ્રોજેકટ્સ તૈયાર કરવામાં આવે તો તેનાથી લોકોની લાઇફસ્ટાઇલ સુધારી શકાય છે. વૈભવી લાઇફસ્ટાઇલ ઈચ્છુક ગ્રાહકોની માંગ ભવિષ્યમાં હજુ વધુ જોવા મળે તેવી સંભાવનાઓને જોતા યુવા બિલ્ડર્સ ટેકનોલોજી અને ઇનોવેશન્સનો ભરપુર ઉપયોગ કરીને લોકોની લાઇફસ્ટાઇલને ઈમ્પ્રુવ કરતા ઇનોવેટિવ હાઇરાઇઝ પ્રોજેકટ્સ રજૂ કરે તે અત્યારના સમયની માંગ હોવાનો કવિશા ગ્રુપના એમ.ડી. પાર્થ પટેલે મત વ્યક્ત કર્યો હતો.
તેમણે સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં ગુજરાત સરકારની કાર્યપદ્ધતિ અને રેરા ઓથોરિટી પ્રયાસોને બિરદાવ્યા હતા. ગુજરાતમાં કોમન જીડીસીઆર આવ્યા પછી બિલ્ડર્સને હાઇરાઇઝ બિલ્ડીંગ બનાવવા પ્રોત્સાહન મળ્યાનું જણાવતા તેઓ રેરા દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રે પારદર્શિતા લાવવાના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા.
સૌરાષ્ટ્રમાં વૈભવી પ્રોજેકટ્સની સફળતા અંગેના સંપત્તિ ટાઈમ્સના પ્રશ્ર્નના જવાબમાં પાર્થ પટેલ તેમનું વિઝન જણાવતા ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રના વિશાળ દરિયાકાંઠે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યાવરણ બંનેનો સંગમ છે. દરિયાકાંઠાના મેઈન સેન્ટર ગણી શકાય તેવા સ્થળોએ SEA VIEW સાથેના મોડર્ન લાઇફસ્ટાઇલ પ્રદાન કરતા પ્રીમિયમ હાઈરાઇઝ પ્રોજેકટ્સ માટે વિપુલ તકો રહેલી છે. ખાસ કરીને હવે જ્યારે લોકો લાઇફસ્ટાઇલ ઇમ્પ્રુવ કરવા તૈયાર છે, વધુ પૈસા ખર્ચવા સહમત થાય છે, તો તેમની નાનામાં નાની જરૂરિયાતની કાળજી રાખીને પ્રોજેકટ્સ વિકસાવવા જોઈએ. રાજકોટના રિયલ એસ્ટેટ વિકાસ માટે ટેકનોલોજીના ઉપયોગ થકી ગ્રાહકો સાથે વ્યક્તિગત કનેક્ટ થઈને રિયલ્ટર્સએ ડેવલપર્સ અને મિલકત ખરીદનાર સાથેના વિશ્ર્વાસના સેતુ તરીકેની ભૂમિકા વધુ ગાઢ બનાવવી જરૂરી છે. ઉપરાંત રાજકોટ જેવા શહેરોમાં રિ-ડેવલપમેન્ટ પ્રોજેકટ્સ વધુ – ને – વધુ પ્રમાણમાં હાથ ધરવામાં આવે તો લોકોનું જીવનધોરણ ઊંચું લાવવાની અનેક તકો સર્જી શકાય તેમ હોવાનુ તેમણે અંતમાં જણાવ્યું હતું.
Leave a Reply