👉 મોટીવેશનલ બુક Who Moved My Cheese? પર વક્તવ્ય આપી ડો.જીતેન્દ્ર અઢીયાએ સૌ કોઈને પ્રેરીત કર્યા
તા. 4 જાન્યુઆરીને શનિવારે રાજકોટની સયાજી હોટેલ ખાતે રાજકોટ રીયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિયેશનના નવનિયુક્ત હોદ્દેદારોનો શપથ સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે પ્રેરણાનું ઝરણું બુક લખનાર અને મોટીવેશનલ સ્પીકર ડો.જીતેન્દ્ર અઢીયા વક્તવ્ય આપ્યું હતું. તેઓએ સમજાવ્યું હતું કે, રીયલ એસ્ટેટ એજન્ટ્સના વ્યવસાયમાં કઈ રીતે આગળ વધી પ્રગતિ કરી શકાય. આજના સમયમાં રીયલ્ટરોએ હંમેશા જમીન-મકાનને લગતા કાયદા તથા તેને લગતી અવનવા બદલાવોથી માહિતગાર રહેવું જરૂરી છે. આ સાથે જ તેમણે અમેરીકન સ્ટોરી રાઈટરની મોટીવેશનલ બુક Who Moved My Cheese?ની સ્ટોરી સંભળાવી હતી. આ અંગે કહ્યું હતું કે, લોકોએ નિરંતર રીતે અપડેટ થતા રહેવું જોઈએ નહીંતર તો તે આઉટડેટેડ થઈ જાય છે. જીવનમાં બદલાવ જરૂરી છે. આ બુકમાં બે ઉંદર અને બે માણસની સ્ટોરી છે જેને ચીઝનો પહાડ મળે છે ધીમેધીમે ચીઝ પૂરૂ થઈ જાય છે તેથી બન્ને ઉંદરો અન્ય સ્થળે જતા રહે છે જ્યારે બે માણસ એકબીજા સાથે ઝઘડે છે. ડો.જીતેન્દ્ર અઢીયાએ સ્ટોરી દ્વારા જીવનમાં પણ આગળ વધવું અને હંમેશા નવું વિચારવું તે શીખવ્યું હતું. તેથી રીયલ એસ્ટેટ એજન્ટ પાસે પણ આજના સમયમાં ઘણા પડકારો છે તેનાથી તેણે વાકેફ રહી આગળ વધવું જોઈએ.
ડો.જીતેન્દ્ર અઢીયાએ સાથે એ પણ જણાવ્યું હતું કે, હાલનો યુગ કોમ્પ્યુટર અને આઈ.ટીનો છે એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ધીમે ધીમે દરેક ક્ષેત્રમાં તેનું વર્ચસ્વ વધારતો જાય છે. રીયલ એસ્ટેટના વ્યવસાયમાં પણ તેનો ઉપયોગ વધી રહ્યો છે. એઆઈના લીધે ઘણા પ્રોફેશનલોના ધંધા-વ્યવસાય બંધ થઈ ગયા છે. તેથી દરેકે તેમના જીવનમાં આવકના સ્ત્રોત માટે અન્ય બિઝનેસ માટે પણ વિચારવું આવશ્યક છે. જીવનમાં લો ઓફ એટ્રેક્શનનું ઘણું મહત્વ છે તમે જે વિચારો છો જે વિઝ્યુલાઈઝ કરો છો તેની અસર તમારા જીવન પર પડે છે. પોતાના રાજકોટના વિતાવેલા બાળપણ વિશે ડો.અઢીયાએ કહ્યું હતું કે, મે બાળપણમાં ઘણી તકલીફ ભોગવી હતી. પરંતુ હું હંમેશા નવું શીખ્યો છું. તેથી મે જે વિચાર્યું તે પામ્યું. આ સાથે તેમણે રીયલ એસ્ટેટ એજન્સ એસોસિયેશનના હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી.
ડો. અઢીયાના જીવન વિશે વાત કરીએ તો વાંકાનેરમાં જન્મેલા ડૉ.અઢિયાનું બાળપણ રાજકોટમાં વીત્યું. વર્ષ 1974માં એમણે વર્ષોથી MBBS કર્યું. વર્ષ 1991માં અમદાવાદમાં વાડીવાલ સારાભાઈ હોસ્પિટલમાં લેક્ચરર તરીકે જોડાયા. વર્ષ 2003 અને 2004માં તેમણે અમેરિકાના જુદાં જુદાં શહેરોમાં પ્રેરણાનું ઝરણું અને પર્સનાલિટી ડેવલપમેન્ટ’ના પ્રોગ્રામો કર્યા. અમેરિકાથી પાછા ફર્યા બાદ તેમના પ્રોગ્રામોની માંગ એટલી બધી વધી કે તેમણે મેડીકલ કૉલેજની એસોસિએટ પ્રોફેસરની નોકરીમાંથી 1લી નવેમ્બર 2003થી રાજીનામું આપ્યું અને આ પ્રવૃત્તિને પૂર્ણ સમયનો બનાવી દીધી.
Leave a Reply