Sampatti Times Real Estate Newspaper

Advertisement

ઔદ્યોગિક પ્લોટિંગના રસ્તે રાજકોટના સોનેરી ભવિષ્યનું હાઇટેક નિર્માણ થશે

new4 1

👉 ઔદ્યોગિક, સર્વિસ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ગ્રોથનો લોંગ જમ્પ મારતું રાજકોટ

👉 ઔદ્યોગિક ક્ષેત્રના નિરંતર વિકાસને કારણે રાજકોટની આવનારી પેઢીઓ માટે જુદા જ પ્રકારની હવે જરૂરિયાત ઊભી થઈ છે

👉 ઉદ્યોગોની ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રમુખ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આર.કે. ગ્રુપ દ્વારા નવી ઔદ્યોગિક વસાહતો તૈયાર કરવામાં આવી છે

ગુજરાત ૧ મે, ૧૯૬૦માં અલગ રાજ્ય બન્યું તે દિવસથી જ મહારાષ્ટ્ર સાથે ઔદ્યોગિક અને આર્થિક વિકાસના ક્ષેત્રે હરીફાઈ કરી રહ્યું છે. જે રાજ્યમાં માથાદીઠ ખેડાણ લાયક જમીન એક એકર કરતાં પણ ઓછી હોય ત્યાં વિકાસના સાધન તરીકે ઔદ્યોગિક વિકાસને આગળ કરીને ચાલવાની પરિસ્થિતિ ઊભી થાય એ સ્વાભાવિક છે.

ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે અમદાવાદથી વાપી વચ્ચે ઔદ્યોગિક રોકાણની દૃષ્ટિએ લગભગ ૮૫ % જેટલું રોકાણ થયેલું હતું. સૌરાષ્ટ્રનો હિસ્સો લગભગ ૧૦%થી ૧૨ % જેટલો હતો જ્યારે ઉત્તર ગુજરાત ૩ %થી ૪ % જેટલો હિસ્સો ધરાવતું હતું. ત્યાર પછી થયેલાં રોકાણોથી સૌરાષ્ટ્ર અને કચ્છના હિસ્સામાં ગણનાપાત્ર વધારો થયો છે. એન્જિનિયરિંગના પ્રમુખ કેન્દ્ર તરીકે રાજકોટ દેશભરમાં વિખ્યાત થયું છે. અવૈધિક રીતે પણ સૌરાષ્ટ્રના લોકજીવનમાં રાજકોટને પાટનગર માનવામાં આવે છે.

અગાઉના અંકમાં આપણે રાજકોટના વિકાસના ચાર સ્તંભો અંગે ચર્ચા કરી હતી, હવે ચાલો સમજીએ કે, ઔદ્યોગિક વિકાસની ગતિ ઝડપી થઈ રહી છે, આગામી દાયકામાં ભારત માટે ઉત્તરોત્તર પ્રગતિનો સંકેત આપે છે, ત્યારે રાજકોટના વિકાસ માટેની જરૂરીયાતો અને સુવિધાઓમાં આગામી સમયમાં કેવા બદલાવ આવી શકે છે અને નવી તકોનું સર્જન કેવી રીતે થઈ શકે છે.

રાજકોટમાં નેશનલ અને મલ્ટિનેશન રિટેલ બ્રાન્ડ્સ સહિતની કંપનીઓની શાખાઓ વિસ્તરી રહી છે. કોમર્શિયલ તેમજ કોર્પોરેટ સ્પેસ લોંગ લીઝ અને ઇન્ડસ્ટ્રિયલ પ્લોટિંગની ડિમાન્ડ રહે છે. એફોર્ડેબલ રેસિડેન્શિયલ ઉપરાંત લક્ઝરિયસ પ્રીમિયમ પ્રોજેક્ટ્સમાં પણ માંગ વધી છે. આ સંકેત સૂચવે છે કે વિકાસની ગતિ હવે ઝડપી રફતાર પકડી રહી છે. સૌ પ્રથમ, ભારતના ઔદ્યોગિક ક્ષેત્રનું ડાયનેમિક્સ સમજીએ તો, ભારતીય અર્થતંત્રમાં યોગદાન આપતા ક્ષેત્રોમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ૧૪ % છે. જ્યારે ભારતના કુલ જીડીપીમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો ૨૭ % છે, જેમાં ઉત્પાદન અને તેના સંબંધિત ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ઉપરાંત ભારતના કુલ જીડીપીમાં સેવા ક્ષેત્રનો ફાળો ૫૯ % છે, જેમાં નાણાકીય, ટેક્ધોલોજી અને અન્ય સેવાઓનો સમાવેશ થાય છે. બાંધકામ ક્ષેત્ર એ ભારતમાં કૃષિ પછી સૌથી વધુ રોજગારી પૂરી પાડતું ક્ષેત્ર છે. રાજકોટમાં તમામ ક્ષેત્રોના વિકાસ માટે બાંધકામ ક્ષેત્રને વેગ મળે તે ખૂબ મહત્વનું છે.

આર.કે. ગ્રુપ બાંધકામ ક્ષેત્રના મહત્વને સમજે છે, તેથી જ આ ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકો અને ઉદ્યોગપતિઓને વિશ્ર્વાસ અપાવીને આર.કે. ગ્રુપ દેશભરમાં રાજકોટ એકલા શહેરમાં ૨૦ થી વધુ ઔદ્યોગિક વસાહતો વિકસાવીને આગળ વધી રહેલ છે. ઔદ્યોગિક ક્ષેત્રના નિરંતર વિકાસને કારણે રાજકોટની આવનારી પેઢીઓ માટે જુદા જ પ્રકારની હવે જરૂરિયાત ઊભી થઈ છે. એને ધ્યાનમાં રાખીને આર. કે. ગ્રુપ દ્વારા જે નવી ઔદ્યોગિક વસાહતો તૈયાર કરવામાં આવી છે.

એ ઉદ્યોગોની ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રમુખ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. રાજકોટમાં આર.કે. ગ્રુપે આજથી ૧૨-૧૫ વર્ષ પહેલા રાજકોટ – અમદાવાદ હાઈવે પર પ્રથમ ઔદ્યોગિક વસાહત સ્વરૂપે આર.કે. ઇન્ડસ્ટ્રિયલ ઝોનનું નિર્માણ કર્યું હતું. આ ઔદ્યોગિક વસાહત કુવાડવા નજીક રાજકોટ – અમદાવાદ હાઈવે પર છે. હવે એ જ માર્ગ પર આર.કે. ગ્રુપ દ્વારા આર. કે. ઈન્ટરનેશનલ પાર્ક નિર્માણ કરવામાં આવેલ છે. આમ, આર.કે. ગ્રુપ ઔદ્યોગિક પ્લોટિંગ દ્વારા રાજકોટનું ભવિષ્યનું હાઇટેક નિર્માણ એવા મંત્ર સાથે આગળ આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *