Sampatti Times Real Estate Newspaper

Advertisement

લેન્ડસ્કેપિંગ એ દરેક પ્રોજેક્ટનો આત્મા: હેમાંગ નથવાણી

Landscaping-Real Estate Project-Architect Rajkot-Hemang Nathvani-Property News

લેન્ડસ્કેપિંગ (Landscaping) કોઈપણ જગ્યાની સુંદરતા, ઉપયોગીતા અને લકઝરીમાં વૃદ્ધિ કરી તેને યુઝર ફ્રેન્ડલીની સાથોસાથ નેચર ફ્રેન્ડલી બનાવે છે: આર્કિટેક્ટ હેમાંગ નથવાણી (Architect Hemang Nathvani)

આકાર એસોસિએટ્સનું નવું માઈલસ્ટોન – રાજકોટ, અમદાવાદ, મુંબઈ, બેંગલોર તેમજ સમગ્ર ગુજરાત અને ભારત તથા વિદેશમાં 3000 થી વધારે પ્રોજેક્ટ્સની સફળતાના પયોનિયર બન્યા

રાજકોટ: આજે આપણી સાથે આર્કિટેક્ચર, લેન્ડસ્કેપિંગ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગના ક્ષેત્રમાં છેલ્લા 35 વર્ષથી કાર્યરત રહીને હોટલ, રિસોર્ટ, હોસ્પિટલ, મૉલ, રેસિડેન્સીયલ, કોમર્શિયલ, હાઈરાઇઝ જેવા ૩૦૦૦થી વધુ પ્રોજેક્ટ્સને સફળતાના મુકામે પહોંચાડનાર આકાર એસોસીએટ્સના આર્કિટેક્ટ હેમાંગ નથવાણી અને દીપકભાઈ નથવાણી છે. ચાલો જાણીએ તેમના વિચારો લેન્ડસ્કેપિંગના મહત્વ વિશે.

સંપત્તિ ટાઈમ્સ: નમસ્તે હેમાંગ અને દીપકભાઈ. તમારા લાંબા અનુભવના આધારે, તમે લેન્ડસ્કેપિંગને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો અને તમારા મતે તે કોઈપણ જગ્યા માટે આટલું મહત્વપૂર્ણ કેમ છે?

હેમાંગ નથવાણી: નમસ્તે! અમારા માટે લેન્ડસ્કેપિંગ માત્ર છોડ રોપવા કે બાગ બગીચા બનાવવાનું નથી. તે એક એવી કળા છે જે પ્રકૃતિ અને આર્કિટેક્ચરને એકસાથે લાવે છે અને કોઈપણ જગ્યાના અનુભવને વ્યાખ્યાયિત કરે છે. પછી ભલે તે રિસોર્ટ હોય કે રહેણાંક, લેન્ડસ્કેપિંગ એ દરેક જગ્યાનો આત્મા છે. તે માત્ર સુંદરતા જ નથી ઉમેરતું, પરંતુ તે જગ્યાનું એક આગવું વ્યક્તિત્વ બનાવે છે.

Real Estate E-magazine

દીપકભાઈ નથવાણી: હું હેમાંગની વાત સાથે સહમત છું. લેન્ડસ્કેપિંગ કોઈપણ પ્રોજેક્ટનું ડાયનેમિક એલિમેન્ટ છે. વેલ-પ્લાન્ડ લેન્ડસ્કેપિંગ માત્ર બ્યુટીફીકેશન જ નહીં, પરંતુ તે સ્પેસનું કેરેક્ટર બનાવે છે અને એક ખાસ એન્વાયર્મેન્ટ ક્રિએટ કરે છે. તે માત્ર એસ્થેટીક આસ્પેક્ટ કરતાં વધારે યુઝર્સના ઇમોશનલ કનેક્શનનું સાધન છે.

સંપત્તિ ટાઈમ્સ: ડેવલોપર્સ શા માટે લેન્ડસ્કેપિંગમાં રોકાણ કરવું જોઈએ? આજના ગ્રાહકો માટે તેનું શું મહત્વ છે?

હેમાંગ નથવાણી: આજનો ગ્રાહક માત્ર ઇંટ અને કોન્ક્રીટની ઇમારતો નથી ઇચ્છતો. તેમને એક લક્ઝરી લાઇફસ્ટાઇલની સાથે નેચર ફ્રેન્ડલી વાતાવરણ પણ જોઈએ છે. વેલ ડિઝાઇન્ડ લેન્ડસ્કેપ સાથેનો પ્રોજેક્ટ પોતાની એક અલગ ઓળખ બનાવે છે અને યુઝર ફ્રેન્ડલી એન્વાયર્ન્મેન્ટ ઊભું કરે છે. માણસ ગમે તે કરે, આખરે તે કુદરતી તત્વો તરફ જ આકર્ષાય છે.

દીપકભાઈ નથવાણી: ચોક્કસ. રીચ લેન્ડસ્કેપિંગ સાથેનો પ્રોજેક્ટ ડેવલોપરને વધુ ભાવે અને ઝડપથી વેચવામાં મદદ કરે છે. રિસોર્ટ કે ફાઇવ સ્ટાર હોટેલમાં લેન્ડસ્કેપિંગ એક ઇન્ટિગ્રલ એલિમેન્ટ છે, જેનાથી પ્રોજેક્ટની વેલ્યૂમાં નોંધપાત્ર વધારો થાય છે. અમારું માનવું છે કે લેન્ડસ્કેપિંગ માત્ર છોડ કે શિલ્પો મૂકવા વિશે નથી, પરંતુ તે ઉપયોગીતામાં વૃદ્ધિ, આરામદાયક અને યુઝર ફ્રેન્ડલી વાતાવરણ બનાવવા જરૂરી છે.

સંપત્તિ ટાઈમ્સ: શહેરી એરિયામાં લિમિટેડ સ્પેસમાં લેન્ડસ્કેપિંગ કેવી રીતે શક્ય બને?

હેમાંગ નથવાણી: લેન્ડસ્કેપિંગ માટે વિશાળ જગ્યા જરૂરી નથી – જરૂરી છે ક્રિએટિવિટી. અમે અમારા પ્રોજેક્ટ્સમાં કોમ્પેક્ટ બિલ્ડિંગમાં વર્ટીકલ ગાર્ડન, ટેરેસ ગાર્ડન, સાઈડ માર્જીન તથા કોમ્પેક્ટ અર્બન પ્લોટમાં પણ દરેક ચોરસ મીટરમાં પ્રકૃતિનો સ્પર્શ આવી શકે તે અનુભવ પ્રદાન કરીએ છીએ.

દીપકભાઈ નથવાણી: રિસોર્ટ, હોટલ કે વિશાળ કોમન પ્લોટમાં ચોક્કસ લકઝરી લેન્ડસ્કેપિંગ થઈ શકે, પરંતુ, નાની જગ્યામાં ક્રિએટિવિટી દ્વારા લિમિટેડ બજેટમાં લેન્ડસ્કેપિંગથી પ્રોજેક્ટનું મૂલ્ય વધારી શકાય અને આગવી ઓળખ મેળવી શકે.

સંપત્તિ ટાઈમ્સ: લેન્ડસ્કેપિંગના ફ્યુચર ટ્રેન્ડ્સ શું છે?

દીપકભાઈ નથવાણી: અત્યારે સસ્ટેનેબીલીટી અને ગ્રીન બિલ્ડિંગના સિદ્ધાંતો કિ-ફેક્ટર છે. સાથે જ ક્લાયમેન્ટ રિસ્પોન્સીવ ડિઝાઇન, સ્માર્ટ ટેકનોલોજી ઇન્ટીગ્રેશન, લાઇફસ્ટાઇલ ઓરીએન્ટેડ સ્પેસ, સેન્સોરી આર્કિટેક્ચર મહત્વના વિષયો છે.

“લેન્ડસ્કેપિંગ એ ભવિષ્યની ડિઝાઇન છે. તે ફક્ત જમીનને નહીં, પરંતુ લોકોના જીવનને સુધારે છે. જ્યાં પ્રકૃતિ હોય, ત્યાં આનંદ હોય!”
— હેમાંગ & દીપક નથવાણી, આકાર એસોસીએટ્સ.

Bank Interest Rate Bank Loan Car Loan Dog Home Home Decor Home Loan Investment Opportunities Modern Homes Office Pet Animal Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Laws Real Estate Magazine Real Estate News Rent Vastu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *