Sampatti Times Real Estate Newspaper

Advertisement

બિનખેતી પ્રીમિયમ માફીથી ખેડૂતો અને વિકાસને લાભ

Non farm premium waiver benefits farmers and development

મોટાં શહેરો સિવાયના વિસ્તારોમાં નવી શરતની જમીન જૂની શરતની ગણાશે

અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની તમામ જમીનોને નિર્ણય લાગુ

ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મહેસૂલી નિયમોમાં એક ક્રાંતિકારી ફેરફારની જાહેરાત કરી છે. આ નિર્ણય અનુસાર, રાજ્યના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારોમાં નવી શરતની જમીનને જૂની શરતમાં આપોઆપ ફેરવવામાં આવશે, જેના કારણે જમીન ધારકોને બિનખેતી પ્રમાણપત્ર મેળવવા માટે પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળશે. આ પગલું ખેડૂતો માટે રાહતરૂપ બનવાની સાથે રાજ્યમાં ઔદ્યોગિકરણ અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે. આ લેખમાં આ નિર્ણયની વિગતો, તેની અસરો અને અપવાદોની ચર્ચા કરવામાં આવશે.

સરકારના જણાવ્યું માટે કરેલ વિભપ્રતિબંધિત સત્તાપ્રકારની વેચાણ, તબદિલી તથા હેતુફેર કે શરતફેરના કિસ્સાઓમાં સરકારની નક્કી કરેલી શરતોને આધીન સંબંધિત કલેક્ટરની પૂર્વમંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે. ઉપરાંત આવી જમીનો શરતફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રીમિયમ પણ ભરવાનું રહેતું હતું. આ નિર્ણયને કારણે ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં નોંધ મંજૂરી તથા એન.એ.ની પરવાનગી કાર્યવાહીમાં વધુ સરળી કરણ આવશે.

reels ad

પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, આ નિર્ણયને કારણે ઔદ્યોગિકરણ તથા વિકાસને વેગ મળશે, રોજગારી તથા રાજ્યનો જી.ડી.પી. પણ વધશે. નાના ખેડૂતો કે જમીન ધારકોના જીવન ધોરણમાં સુધારો થશે અને જમીનધારકોને વેચાણ સમયે પૂરતું મૂલ્ય મળશે તથા સરકારી કચેરીઓમાં પ્રીમિયમ ભરવા જવામાંથી મુક્તિ મળશે.

રિવાઇઝ્ડ NA માં પ્રીમિયમ માફ, શરતભંગમાં સુવિધા નહી મળે

હવેથી રિવાઈઝ્ડએનએ માટે પણ પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં. આ માટે રાજ્ય સરકારે ખૂબ મોટી આવક જતી કરી આ રાહત આપી છે. નવી શરતની જમીન આપોઆપ જૂની શરતમાં જાહેર થશે. પરંતુ સાંથણીની જમીન, શરત ભંગ, ભૂદાન, ખેતી જમીન ટોચ મર્યાદા કે સહકારી સંસ્થાઓને ફાળવાયેલી જમીનો, ફળાઉ ઝાડ વાવવા અપાયેલી જમીન કે નવસાધ્ય કરવા માટે અપાયેલી જમીનમાં આ નિયમ લાગુ નહીં રહે. આ જમીનોમાં વર્તમાન નિયમ મુજબ પ્રતિબંધિત સત્તા પ્રકારનો કાયદો 15 વર્ષ માટે ચાલું જ રહેશે. પંદર વર્ષના ગાળા બાદ આ જમીન આપોઆપ જૂની શરતમાં ફેરવાઇ જશે.

સરકારને વાર્ષિક સરેરાશ 1000 કરોડથી વધુ પ્રીમિયમ આવકનું નુક્સાન

ગુજરાત સરકારના પ્રાથમિક અંદાજો મુજબ દર વર્ષે નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા કે બિન ખેતી પ્રમાણપત્ર માટે લેવાતા પ્રીમિયમ પેટે થતી આવકોમાં 1000 કરોડ કે તેથી વધુ કે તેથી વધુ રકમનું ગાબડું પડશે. જો કે લોકહિત માટે અને રાજ્યમાં ન્યાયોચિત આર્થિક વ્યવહારોને પ્રોત્સાહન મળે તે માટે આ નિર્ણય લેવાયો છે. અર્થતંત્રને ગતિ મળવાથી તેમાંથી થનારી જીએસટી કરવેરા સહિતની આવક દ્વારા સરકાર તેને પ્રીમિયમ માફીથી પડનારી ખોટ કેટલેક અંશે સરભર કરી શકશે.

ટાઈટલ ક્લિઅરન્સ સર્ટિ 30 દિવસમાં તે પછી અરજીના 10 દિવસમાં NA મળશે

અગાઉ બિનખેતી પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી ટાઇટલ ક્લિઅરન્સ અને જમીનના કાયદેસર કબજેદાર તરીકેનું પ્રમાણપત્ર માટે અરજી થયા બાદ કલેક્ટર કચેરી મહેસૂલી કાયદા, રેકર્ડ, ઠરાવ, કેસો, હક્કપત્રક, સંપાદન વગેરે ચકાસણી કરી રેવન્યુ ટાઇટલ કમ લીગલ ઓક્યુપન્સી સર્ટિફિકેટ(આરટીએલઓસી) માન્ય વકીલ અથવા કલેક્ટર કચેરી આપે છે. સરકારે બહાર પાડેલાં ઠરાવ અનુસાર હવેથી આરટીએલઓસી અરજીના ત્રીસ દિવસમાં તમામ ચકાસણી કરીને કલેક્ટર કચેરીએ આપાવનું રહેશે. આરટીએલઓસી માટે અરજી માટેનો નિર્ણય કરવામાં હક્ક પત્રની વિગતો અને મહેસૂલી કાયદા પૂરતો જ મર્યાદિત રહેશે. એ પછી એનએની અરજી કર્યેથી 10 દિવસમાં જ પ્રમાણપત્ર મળશે, આ માટે ફી સરકાર પછીથી નક્કી કરશે. આરટીએલઓસી અરજી બાદ રેકર્ડમાં કોઈ તબદિલીની પ્રક્રિયા ન થઇ હોય, કોઈ કોર્ટમાં દિવાની દાવો પડતર ન હોય, સરકારી લેણાંની વસૂલાત માટે જપ્તી કે હરાજી ન થઇ હોય, કાયદેસરના કબજેદારનું અવસાન ન થાય કે જમીન સંપાદનની કાર્યવાહી શરૂ ન થઇ હોય, ત્યાં સુધી આરટીએલઓસી માન્ય રહેશે. આ પ્રમાણપત્ર ઇશ્યૂ કરવા માટે 25 વર્ષની તબદિલી, વારસાઇ, વહેંચણીના વહેવારો અને મહેસૂલી રેકર્ડની ચકાસણી કરવાની રહેશે. આરટીએલઓસીની અરજીની તારીખથી પાછલા 25 વર્ષનો જ ગાળો આ માટે ધ્યાનમાં લેવાનો રહેશે.

બિનખેતી પ્રમાણપત્ર આપવાના કે વેચાણ નોંધ પાડવાના કિસ્સામાં ગણોતિયા અને પ્રીમિયમ પાત્ર નવી જમીનો માટે ખેડૂત ખરાઇ કરવા માટે 1951-52થી નોંધાયેલાં મહેસૂલી રેકર્ડ ચકાસાતા હતા. આ નિયમને કારણે સામાન્ય નાગરિકોને અગવડ પડતી જ્યારે મહેસૂલી કચેરીઓમાં ધૂમ ભ્રષ્ટાચાર થતો હતો. જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગયા વર્ષે પોતાની સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થયે આ નિયમમાં બદલાવ લાવીને 6 એપ્રિલ, 1995 અને તે પછીના મહેસૂલી રેકર્ડની જ ચકાસણી કરવાનું ઠેરવ્યું હતું. 1995માં સરકારે ખેડૂત પોતાની જમીનથી 8 કિમીની ત્રિજયામાં જ નવી જમીન ખરીદી શકે તેવો નિયમ નિરસ્ત કરાયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *