Sampatti Times Real Estate Newspaper

Advertisement

રાજકોટવાસીઓ આ તક ચૂકશો નહીં.. રૂડા આપે છે બેસ્ટ લોકેશનમાં દુકાન ખરીદવાનો શ્રેષ્ઠ મોકો

Ruda-offers-the-best-chance-to-buy-a-shop-in-the-best-location

👉 ૧૫૦ ફૂટ રિંગ રોડ પર, રાજકોટ નાગરિક બેંક નજીક RUDA દ્વારા નિર્મિત બિલ્ડિંગમાં દુકાનોની ઇ-હરાજી કરશે રૂડા

👉 ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર ૨૬૩ ચોરસ ફૂટથી લઈને ૫૪૫ ચોરસ ફૂટ સુધીની દુકાનો ૧૬ દુકાનોની હરાજી થશે

રાજકોટના વ્યવસાયિકો અને નિવેશકર્તાઓ માટે એક સુવર્ણ તક આવી છે! રાજકોટ ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) દ્વારા પોષ એરિયાના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર, રાજકોટ નાગરિક સહકારી બેંકની નજીક નિર્માણ થયેલ બિલ્ડિંગમાં ૧૬ દુકાનોની ઇ-હરાજી કરવામાં આવી રહી છે. આ દુકાનો ગ્રાન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર આવેલી છે, જે વ્યવસાય અથવા નિવેશ માટે એક આદર્શ પસંદગી બની રહી છે. એટલું જ નહીં, રાજકોટમાં રોકાણ કરવા માંગતા લોકો માટે પણ આ એક શાનદાર તક ગણી શકાય. કેમકે આ બિલ્ડિંગ દરેક વર્ગને અનુકૂળ લોકેશન અને રોજિંદા રૂટમાં દરેક વ્યવસાય માટે મોકાનું સ્થાન ધરાવે છે.

latest issue sampatti times real estate newsapaper 1

આ દુકાનો વ્યૂહાત્મક રીતે ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલી છે, જે રાજકોટનો એક મુખ્ય વ્યાપારી વિસ્તાર છે. આથી, આ દુકાનો કોઈપણ વ્યવસાય માટે એક ઉત્તમ સ્થળ બની શકે છે. ખાસ કરીને, ગ્રાઉન્ડ ફ્લોર પરની ડબલ ઊંચાઈવાળી દુકાનો કોઈપણ શોરૂમ અથવા મોટા સ્ટોર માટે આદર્શ છે.

👉 દુકાનોની વિશેષતાઓ:

  • દુકાનોનું કદ: ૨૬૩ ચોરસ ફૂટથી ૫૪૫ ચોરસ ફૂટ સુધી
  • ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો: ડબલ ઊંચાઈ (૧૯ ફૂટ)
  • ફર્સ્ટ ફ્લોરની દુકાનો: સામાન્ય ઊંચાઈ (૧૧ ફૂટ)
  • દુકાનોનું ફ્રન્ટ: ૧૦ ફૂટ, દુકાનોની ઊંડાઈ: ૪૧ ફૂટ

👉 ઇ-હરાજીમાં ભાગ લેવા માટેની પ્રક્રિયા :

  • ઇ-હરાજીમાં ભાગ લેવા માટે, તમારે education.nprocure.com વેબસાઇટ પર નોંધણી કરાવવી પડશે.
  • નોંધણી કરાવવાની છેલ્લી તારીખ ૧૯/૦૩/૨૦૨૫ છે.
  • નોંધણી સમયે, તમારે ટેન્ડર ફી તરીકે રૂ. ૧૦,૦૦૦ અને અપસેટ કિંમતના ૧ % EMD તરીકે ભરવાના રહેશે.
  • ૧૯/૦૩/૨૦૨૫ સુધીમાં નોંધણી કરાવનાર અરજદારો જ ૨૫/૦૩/૨૦૨૫ અને ૨૬/૦૩/૨૦૨૫ના રોજ યોજાનારી ઇ-હરાજીમાં ભાગ લઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *