paresh sorathiya

👉 આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે ખુલશે રોજગારીના દ્વાર

👉 હડમતાડા, લોઠડા, પીપળીયા, શાપર વેરાવળ, તેમજ અન્ય ઇન્ડસ્ટ્રીયલ ઝોનની સરખામીયે જમીનની કિંમત વ્યાજબી

👉 ગુંદાસરા ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઉદ્યોગ સાહસિકો માટે સોનેરી તક

રાજકોટ શહેર તેમની તેમજ તેમની આસપાસના વિસ્તાર ખાતે અનેકવિધ ઔદ્યોગિક ઝોન આવેલા છે કે જેમાં અનેક પ્રકારના ઉદ્યોગો હાલમાં ધમધમી રહ્યા છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર ની પ્રજા માટે કહેવાય છે કે તેઓ વેપારી માનસિકતા ધરાવતા હોય છે જેથી તેઓ નવા નવા ઉદ્યોગો સ્થપાતા હોય છે.જેના કારણે દિનપ્રતિદિન ઔદ્યોગિક ઝોન ના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તેવા સંજોગોમાં રાજકોટ ની ભાગોળે આવેલું ગુંદાસરા ઓદ્યોગિક ઝોન ઉદ્યોગ સાહસિકોને સોનેરી તક આપી રહ્યું છે તેવું કહેવું અતિશયોક્તિ નહીં થાય. ગુંદાસરા ઔદ્યોગિક ઝોન રાજકોટ ગોંડલ નેશનલ હાઈવેથી તદ્દન નજીક આવેલું છે જેને કારણે ટ્રાન્સપોર્ટશનની વિપુલ તક અહીંયા રહેલી છે
રાજકોટ નજીકના ઇન્ડસ્ટ્રીયલ હબ બાબતે હડમતાળા, શાપર વેરાવળ, મેટોડા, લોઠડા જેવા ઇન્ડસ્ટ્રીયલ ઝોન પેક થયા છે અને તેની કિંમત આસમાને પહોંચી છે જગ્યા પણ પૂરતી નથી ત્યારે ગુંદાસરા માં ઉત્તમ જગ્યા ડેવલોપ થઈ રહી છે જ્યાં આવનાર દિવસોમાં મહાકાય ઉદ્યોગો ધમધમતા થશે.

પ્રોજેક્ટ નિર્માતા રૂદ્રા એસોસિએશનના પરેશભાઈ સોરઠીયા એ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં કોરોના એ દુનિયાભરના ધંધા-રોજગાર ચોપટ કરી નાખ્યા પણ આ બે વર્ષ રાજકોટ નજીક ગુંદાસરા ઇન્ડસ્ટ્રીયલ ઝોન માટે શુકનવંતુ રહ્યા છે કેમકે અહીંયા આ સમયમાં મોટી મોટી મલ્ટિનેશનલ કંપનીઓ પોતાના મહાકાય પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે જેમના આવ્યા બાદ હજારો લોકોને રોજીરોટી મળી રહેશે. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને કામ માટે દૂર જવાની જરૂર નહિ રહે.

તેમણે આગળ જણાવ્યું હતું કે હાલમાં અમારા તમામ પ્લોટિંગ નાના મોટા ઉદ્યોગો ને ધ્યાનમાં રાખીને પાડવામાં આવ્યા છે જેમાં સૂક્ષ્મ ઉદ્યોગકારોને સ્થાન લઇ તેમનો પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકે છે મોટા પ્લોટીંગની જરૂરિયાત હોય તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં નાના અને મોટા ઉદ્યોગો બને ને સમાજ સુરક્ષા, સેફટી અને તમામ સવલતો આપવામાં આવે છે જેમાં વીજળી પૂરતા પ્રમણમાં ૨૪ કલાક મળી રહેશે. તેમણે ટ્રાન્સપોર્ટેશન વિશે જણાવ્યું કે ભવિષ્યમાં ૭૫ મીટરનો ગોંડલ નેશનલ હાઇવેને જોડતો રોડ બનશે. જેથી કરીને ટ્રાન્સપોર્ટેશન એકદમ સરળ બનશે કાચો માલ લાવો તેમજ ઉત્પાદિત માલ બજારમાં સહેલાઇથી પહોંચાડી શકાશે તેમજ નજીકમાં રેલવે ટ્રેક આવેલ હોવાથી ભવિષ્યમાં ટ્રાન્સપોર્ટેશન નું એક માધ્યમ બની શકે છે
ગુંદાસરા ઇન્ડસ્ટ્રીયલ ઝોનની નજીકમાં જ પડવલા, લોઠડા, પીપળીયા,શાપર વરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલ છે જેની કિંમત આસમાને પહોંચી છે, ઉપરાંત ત્યાં જગ્યાઓ પણ મળતી નથી. દરેકે ઇન્ડસ્ટ્રીયલ ઝોન ની સરખામણીએ ગુંદાસરા ઇન્ડસ્ટ્રીયલ ઝોન ની કિંમત વ્યાજબી જોવા મળે છે. ઉપરાંત ગુંદાસરા રૂડાની હદની બહાર આવતું હોવાથી તેમની કિંમત એકદમ વ્યાજબી છે. ગુંદાસારા ઔદ્યોગિક ઝોનમાં ગ્રામ્ય વિસ્તાર હોવાથી સરળતાથી પેપર વર્ક પણ થઈ જાય છે.

ગુંદાસરા ઇન્ડસ્ટ્રીયલ ઝોન ખાતે આધુનિક સુવિધાઓ સાથે ઓછી કિંમતે ઓદ્યોગિક એકમ વિકસાવી શકાય તેવી તકો રહેલી છે. ત્યારે ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ તેના મહાકાલ ઉદ્યોગ ગુંદાસરા ઇન્ડસ્ટ્રીયલ ઝોન માં સ્થાપવા જઈ રહી છે. જે રીતે આ વિસ્તારનો ઉદ્યોગિક ઝોન તરીકે વિકાસ થઈ રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી પાંચ વર્ષમાં અહીં એન્જિનિયરિંગ ઉદ્યોગ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉદ્યોગ ઇલેક્ટ્રિકલ ઉદ્યોગ ની તેમજ અન્ય ઉદ્યોગો સ્થપાશે કારણકે ઝોન ખાતે આ પ્રકારની ઇન્કવાયરી ઓ આવી રહી છે તો આગામી પાંચ વર્ષમાં આ ઉદ્યોગનો વિકાસ ખૂબ જ બહોળો થશે. અને એક આદર્શ ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનીને બહાર આવશે.

architecture broker business design dreamhome Flat forsale For Sale Gundasara home homesweethome House househunting Industrial Zone interiordesign investment luxury luxuryhomes luxuryrealestate magazine newhome property realestate realestateagent realestateinvesting realestatelife realestatemagazine Real Estate Newspaper realtor realtorlife realty sampatti times Smanvay Heights