૧૭ વર્ષની રીયલ એસ્ટેસ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતાં રીયલ એસ્ટેટ ક્ષેત્રને નજીકથી બારિકીથી જોયું. સૌરાષ્ટ્રમાં રીયલ એસ્ટેટમાં જે કામ થાય છે તે ઉત્તમ કક્ષાનું છે પણ આ ક્ષેત્રની માહિતી, વિગતો ભાગ્યે જ કયાંક ઉપલબ્ધ હોય છે. મીડિયામાં નવા પ્રોજેકટસની જાહેરાત સિવાય કાંઇ વાંચવા-સાંભળવા ન મળે -ને એટલે જ વિચાર કર્યો એક એવું મેગેજીન શરૂ કરવાનો જેનો આત્મા જ રીયલ એસ્ટેટ હોય !
દીર્ધ મનોમંથનમાં સાથે જોડાયા ઇમ્પોર્ટ-એકસપોર્ટ બીઝનેસમેન શ્રી પ્રવીણભાઇ પટેલ ને અમે અમારી સહિયારી યાત્રાનો પ્રથમ પડાવ એટલે ‘સંપત્તિ ટાઇમ્સ’ ! ૧પ ડિસેમ્બર ૨૦૧૮ના પ્રથમ અંક પ્રગટ થયો ને પ્રશંસા પામ્યો, એ પછી દર પખવાડિયે અમે શીખતા ગયા ને પ્રગતિ કરતા રહયા.
‘સંપત્તિ ટાઇમ્સ’ ગ્લોસી પેપર, ફોરકલર, ચોખ્ખા ચણાક પ્રિન્ટીંગ સાથેનું ધ્યાનાકર્ષક મેગેઝીન છે. તેમાં ડેવલપર્સ, બિલ્ડર્સ, રીયલ યુઝર્સ, ઇન્વેસ્ટર્સ, મેન્યુફેકચર્સ, સેલર્સ, એસ્ટેટ બ્રોકર સહિત આ ક્ષેત્રની બધી જ શાખાઓને આવરીને સર્વાગ્રહી, સર્વમાન્ય બનાવવાનો અમારો પ્રયાસ છે ને એમાં સૌના સહયોગથી અમે સફળ પણ થયા છીએ.
આગામી દિવસોમાં રીયલ એસ્ટેટ ક્ષેત્ર આત્માને આંબવાનું છે ત્યારે અમારી જવાબદારી પણ વધશે એ માટે અમે ઉત્સુક છીએ. રીયલ એસ્ટેટ ક્ષેત્રની ઉપયોગી તમામ માહિતી ‘સંપત્તિ ટાઇમ્સ’ના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને રહેશે.