Real Estate Guide

👉 જાણીતા બિલ્ડર કિશોરભાઇ હાપલીયા દ્વારા તૈયાર કરવામાં આવેલી રીયલ એસ્ટેટ ગાઇડ વિશે રાજકોટની રીયલ એસ્ટેટ ક્ષેત્રની અગ્રણી હસ્તીઓએ એક સૂરે કહ્યું ઇસ્ટ ઓર વેસ્ટ રીયલ એસ્ટેટ ગાઇડ ઇઝ ધ બેસ્ટ


👉 કોઇએ કહ્યું રીયલ એસ્ટેટ ગાઇડ થકી અમને પ્રોપર્ટીથી માંડી દરેક જાણકારી સરળતાથી મળી રહે છે તો કોઇએ આ ગાઇડને રીયલ એસ્ટેટનો ગ્રંથ ગણાવ્યો

રાજકોટમાં રીયલ એસ્ટેટ માર્કેટ શહેરના વિકાસ માટે ખુબજ મહત્વનું સ્થાન ધરાવે છે. રીયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોથી માંડી અન્ય વર્ગને પણ રીયલ એસ્ટેટમાં શું ચાલી રહ્યું છે. શહેરમાં કયાં લોકેશન પર જમીનના ભાવ વધી રહ્યાં છે? શહેરમાં નવા પ્રાજકેટ કયાં આકાર લઇ રહ્યા છે? આવી તમામ બાબતો જાણવાનું કુતુહુલ રહે છે. આ માહિતી દરેક માટે જાણવી સરળ નથી અને તેઓ એસ્ટેટ બ્રોકરનો સંપર્ક કરતા હોય છે. આ વાત સામાન્ય લોકોની છે પણ જે લોકો રીયલ એસ્ટેટ સાથે જોડાયેલા છે તેની વાત કરીએ તો બિલ્ડર હોય તો તેમના માટે બ્રોકર અને ગ્રાહક સુધી સરળતાથી પહોંચી શકાય તે મહત્વનું હોય છે. સાથોસાથ બ્રોકર માટે બિલ્ડરનો આસાનીથી સંપર્ક કરી શકાય તે જરૂરી હોય છે. આ તમામ બાબતોનું સમાધાન એટલે રાજકોટના પ્રતિષ્ઠિત બિલ્ડર કિશોરભાઇ હાપલીયા દ્વારા તૈયાર કરવામાં આવેલી રીયલ એસ્ટેટ ગાઇડ. રીયલ એસ્ટેટ ક્ષેત્રના આ નવલા નજરાણા વિશે રાજકોટના રીયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણીઓ શું કહે છે આવો જાણીએ.

——————

રીયલ એસ્ટેટની સર્વગ્રાહી માહિતીનું પ્લેટફોર્મ એટલે રીયલ એસ્ટેટ ગાઇડ

– પરેશભાઇ ગજેરા, રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન પ્રમુખ

રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ રીયલ એસ્ટેટ ગાઈડ અંગે અભિપ્રાય આપતા કહ્યું હતું કે, રાજકોટ અને રીયલ એસ્ટેટ સિક્કાની બે બાજુ સમાન છે. રાજકોટના રીયલ એસ્ટેટનું માર્કેટ આ શહેરના વિકાસના પ્રતિબિંબ સમાન છે. આ સ્થિતિમાં રીયલ એસ્ટેટ સંબંધિત દરેક નાની મોટી જાણકારી જાણવા માટે અહીં સૌ કોઈ ઉત્સુક છે. પણ રીયલ એસ્ટેટની સર્વગ્રાહી માહિતી મેળવવી અગાઉ મુશ્કેલ હતું પણ કિશોરભાઈ હાપલીયાના આ નવા સોપાનથી હવે રીયલ એસ્ટેટ ક્ષેત્રની દરેક માહિતી મેળવવી ખુબ જ સરળ બની રહેશે. રિયલ એસ્ટેટ ગાઈડમાં એ દરેક માહિતીને આવરી લેવામાં આવી છે કે જે માહિતી જાણવા માટે એક બિલ્ડર કે પ્રોપર્ટી કન્સલટન્ટ કે પછી મિલકત ખરીદનાર ગ્રાહક ઇચ્છુક હોઈ. અહીં દરેક વર્ગ માટેની દરેક માહિતી ઉપલબ્ધ છે. આવી તમામ માહિતી એક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોય તે ખરેખર રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા સૌ કોઈ માટે મહત્વનું સાબિત થશે. આજના ભાગદોડના આ સમયમાં લોકો પાસે સૌથી મોટો પડકાર એ જ છે કે, કોઈ પાસે સમય નથી. સમયનો અભાવ હવે સર્વસામાન્ય બાબત બની ચૂકી છે. ત્યારે રિયલ એસ્ટેટ ગાઈડ જેવા સોપાન થકી રિયલ એસ્ટેટ ક્ષેત્રની કોઈપણ જાણકારી કે નાની-મોટી માહિતી મેળવવા ઇચ્છુકોએ આવી માહિતી મેળવવા માટે વધુ સમય ફાળવવો નહીં પડે, રીયલ એસ્ટેટ ગાઈડના પન્ના માત્ર ફેરવવાથી તેઓને આ માહિતી મળી રહેશે. રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ હોવાના નાતે હું રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલ દરેક વ્યક્તિ વતી કિશોરભાઈ હાપલીયાને રિયલ એસ્ટેટ ગાઈડના રૂપમાં આ નવું સોપાન અમને આપવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

—————-

રીયલ એસ્ટેટ ક્ષેત્રના દરેક પ્રશ્ર્નોના જવાબ એટલે રીયલ એસ્ટેટ ગાઇડ

ગોપીભાઇ પટેલ, લાઇફસ્ટાઇલ ગ્રુપ
લાઇફસ્ટાઇલ ગ્રુપના ગોપી પટેલે રીયલ એસ્ટેટ ગાઇડ વિશે પોતાના વિચારો વ્યકત કરતા કહ્યું હતું કે, જે રીતે જીવનના દરેક સવાલોના જવાબ આપણા ગ્રંથનો પઠનથી મળી રહે છે. તેમ રીયલ એસ્ટેટ ક્ષેત્રના તમામ પ્રશ્ર્નોના જવાબ રીયલ એસ્ટેટ ગાઇડ થકી મળી રહી છે. એક બિલ્ડર તરીકે કિશોરભાઇને આ વિચાર આવવો એ પણ એક સરાહનીય બાબત છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ગાઇડ આગામી સમયમાં રીયલ એસ્ટેટ સાથે જોડાયેલા સૌ કોઇ માટે મહત્ત્વની સાબીત થશે તેમાં કોઇ બેમત નથી.

——————-

રીયલ એસ્ટેટ ક્ષેત્રનું નવું અને મહત્વનું સોપાન એટલે રીયલ એસ્ટેટ ગાઇડ

– સમીરભાઇ કાલરીયા, શિલ્પન ગ્રુપ
કિશોરભાઇ હાપલીયા દ્વારા તૈયાર કરવામાં આવેલી રીયલ એસ્ટેટ ગાઇડ રીયલ એસ્ટેટ ક્ષેત્ર ખુબજ મહત્વનું સોપાન સમાન છે. નવા બિલ્ડરો માટે પણ આ ગાઇડ ખૂબજ મહત્વની સાબિત થનાર છે. રીયલ એસ્ટેટ ગાઇડમાં આ ક્ષેત્રના દરેક મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે. રાજકોટમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં આ પ્રકારના નવીનત્તમ વિચારને સૌ કોઇ આવકારશે જ. રીયલ એસ્ટેટ ગાઇડને રાજકોટના અગ્રણી બિલ્ડર, પ્રોપર્ટી કન્સલટન્ટની સાથે મિલકત ખરીદનાર ગ્રાહકોમાંથી પણ ચોક્કસપણે સારો પ્રતિસાદ મળશે તેવો વિશ્ર્વાસ શિલ્પન ગ્રુપના સમીરભાઇ કાલરીયાએ વ્યકત કર્યો હતો.

——————–

રીયલ એસ્ટેટ ગાઇડ બિલ્ડરો માટે ખૂબ જ ઉપયોગી

– હીરેનભાઇ હાપલીયા, માહી ડેવલોપર્સ
માહી ડેવલોપર્સના હીરેનભાઇ હાપલીયા રીયલ એસ્ટેટ ગાઇડ અંગે પોતાના વિચારો વ્યકત કરતા જણાવે છે કે, બિલ્ડરોને મોટેભાગે રીયલ એસ્ટેટની દરેક બાબતોની માહિતી હોય છે પણ પોતાના પ્રોજકેટને લઇ વ્યસ્તામાં કયારેક કોઇ બાબત તેમના ધ્યાને નથી આવતી પણ રીયલ એસ્ટેટ ગાઇડ આ કમીને પુરી કરશે. રીયલ એસ્ટેટ ગાઇડમાં રીયલ એસ્ટેટને લઇ નાની-મોટી દરેક બાબતનો સમાવેશ કરાયો છે. જેના લીધે બિલ્ડરોને કોઇપણ માહિતી જોઇતી હોય તો આ ગાઇડ થકી આસાનીથી મળી રહેશે. આ દ્રષ્ટિકોણથી જોઇએ તો આ ગાઇડ એ બિલ્ડરો માટે ખૂબજ ઉપયોગી સાબિત થનાર છે.

———————

રીયલ એસ્ટેટ ગાઇડમાં દરેક બાબત સરળતાથી રજૂ કરવામાં આવી છે

– નૈનેશભાઇ દાવડા, રમેશચંદ્ર એન્ડ કંપની
રાજકોટમાં સિમેન્ટ, સળિયા અને પુટીના જાણીતા સપ્લાયર્સ રમેશચંદ્ર એન્ડ કંપનીના નૈનેશભાઇ દાવડાએ રીયલ એસ્ટેટ ગાઇડ નામની આ બુક તૈયાર કરવા બદલ સૌ પ્રથમ કિશોરભાઇ હાપલીયાનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું. આ ગાઇડ માત્ર બિલ્ડર કે પ્રોપર્ટી સપ્લાયર્સને જ નહીં પરંતુ રીયલ એસ્ટેટ સાથે જોડાયેલી દરેક વ્યકિત માટે ખૂબજ મહત્ત્વની બની રહેશે. આ ગાઇડમાં સમાવિષ્ટ માહિતી ખૂબજ મહત્વની તો છે જ પણ સાથોસાથ સોનામાં સુંગધ ભળે તેવી એ છે કે, દરેક માહિતી સરળતાથી સમજી શકાય તે રીતે વર્ગીકૃત કરવામાં આવી છે.

—————————-

મિલકત ખરીદનાર, મકાન બનાવનાર માટે પણ રીયલ એસ્ટેટ ગાઇડ મહત્વની

– ઋષિભાઇ ત્રિવેદી, નિલકંઠ પોપર્ટી
નિલકંઠ પોપર્ટીના ઓનર ઋષિભાઇ ત્રિવેદીએ રીયલ એસ્ટેટ ગાઇડ અંગે પોતાના વિચારો વ્યકત કરતા જણાવ્યું હતું કે, આ ગાઇડ રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલી દરેક વ્યકિતની સાથે તથા ગ્રાહકો માટે પણ એટલી જ ઉપયોગી છે. પોતાની વાતને સમજાવતા તેઓ કહે છે. આજે એક મોટો વર્ગ પ્લોટ ખરીદે જાતે મકાન બનાવે છે. ત્યારે આવા વર્ગને આ ગાઇડ ખરા અર્થમાં ગાઇડ કરશે. તેમને પોતાના મકાનનું બાંધકામ કંઇ રીતે કરવું તેના સંબધિત તમામ માહિતી આ ગાઇડ થકી મેળવી શકશે. આ પુસ્તકની અંદર ચોકકસ માહિતી એટલી ઝીણવટપૂર્વક આપેલી છે કે દરેક ગ્રાહકને અતિશય ઉપયોગી થશે. આ પ્રકારની ગાઇડ તૈયાર કરવા બદલ શ્રી કિશોરભાઇ હાપલીયા અભિનંદનને પાત્ર છે.