👉 કોઇ કહે છે ગુંદાસરા ઇન્ડસ્ટ્રીઅલ એરીયા ઉદ્યોગ સાહસિકની જરૂરિયાત છે તો કોઇ કહે છે આ અમારા બિઝનેશ માટે ફિટ છે

👉 રાજકોટથી નજીક અને શાપર-વેરાવળની પડખે આવેલો આ એરીયા ઉદ્યોગ સહાસિકની દરેક જરૂરીયાતને સંતોષે છે

👉 મેન પાવર હોય કે માલ ટ્રાન્સપોર્ટેશન દરેક બાબતમાં અહીં ઇઝી અવેલેબલ હોય આ એરીયા ઉદ્યોગ સાહસિક માટે પ્રથમ પસંદ બન્યો

રાજકોટ નજીક શાપર પાસે આવેલો ગુંદાસરા ઇન્ડસ્ટ્રીયલ એરીયા ઉધોગના વિકાસ માટે એપી સેન્ટર સમાન બની રહ્યો છે. રાજકોટ અને ઔદ્યોગિક નગરી શાપર સાથેની કનેકટીવીટી આ એરીયા માટે સોનામાં સુગંધ ભળે તેવું કામ કરી રહી છે. આજે રાજકોટ આસપાસ કોઇ ઉધોગ સાહસિક પોતાનું યુનીટ સ્થાપવાનું વિચારે તો તેના માટે ગુંદાસર ઇન્ડસ્ટ્રીઅલ એરીયા પ્રથમ પસંદ છે તે કહેવું જરાપણ અતિશયોકિતભર્યું નહીં ગણાય. વ્યાજબી ભાવમાં અહીં ઉદ્યોગ માટે જમીન મળી રહે છે. સાથોસાથ ટ્રાન્સર્પોટેશનના દ્રષ્ટિકોણથી પણ આ એરીયા ખુબજ મહત્વનો છે. ટૂંકા શબ્દોમાં કહીએ તો એક ઉદ્યોગસાહિક માટેની તમામ જરૂરીયાત અહીં પૂરી થઇ જાય છે. જેના લીધે જ ગુંદાસરા ઇન્ડસ્ટ્રીયલ એરીયાનો વિકાસ ખુબ જ ઝડપથી થઇ રહ્યો છે. અને આવનારા દિવસોમાં અસામાન્ય વિકાસ તરફ કૂંચ કરશે તેમાં કોઇ બેમત નથી.


ગુંદાસરા ઇન્ડસ્ટ્રીઝ એરીયા ઉદ્યોગસાહસિકની જરૂરિયાત સમાન: ભાવેશભાઇ શિયાણી

સંગમ ઇન્ડસ્ટ્રીયલ-૨ ના ભાવેશભાઇ શિયાણી જણાવે છે કે, રાજકોટ અને શાપરનો વિકાસ કોઇનાથી છુપો નથી. દરેક જાણે છે કે રાજકોટ અને તેની સાથે જોડાયેલી ઔધોગિક નગરી શાપર વિકાસની હરણફાળ ભરી રહ્યા છે.ત્યારે આ સ્થિતિમાં રાજકોટ અને શાપરમાં કોઇ ઉદ્યોગ માટે યુનિટ સ્થાપવું તે મુશ્કેલ બની રહે છે. તેની આસપાસનો વિસ્તારના તે બાબતની ગરજ સારે છે. ગુંદાસરા ઇન્ડસ્ટ્રીયલ એરીયા શાપરની નજીક જ હોય અને અહીં ઓછા બજેટમાં ઉદ્યોગ સ્થાપવા માટે યુનિટ ઉભુ કરી શકાય તેમ હોવાથી તે આજે ઉદ્યોગસાહસિક નીડ સમાન બની ગયો છે.


ગુંદાસરા ઇન્ડસ્ટ્રીઅલ એરીયાનું લોકેશન ઉદ્યોગ સાહસિકોને આકર્ષે છે: ધીરૂભાઇ સખીયા

શીવ સંગમ ઇન્ડસ્ટ્રીયલ-૧ના ધીરૂભાઇ સખીયા ગુંદાસરા ઇન્ડસ્ટ્રીયલ એરીયા વિશે જણાવે છે કે, આ ઇન્ડસ્ટ્રીયલ એરીયાનું લોકેશન ઉદ્યોગ સાહસિકોને આકર્ષે છે. કોઇપણ ઉદ્યોગના વિકાસ માટે કનેકટીવીટી ખૂબજ મહત્વનું પરિબળ છે. ત્યારે અહીં શાપર જેવી ઉદ્યોગ નગરી પાડોશમાં હોય તેમજ રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં માલ આવનજાવન સરળ હોય આ વિસ્તાર ઉદ્યોગ સાહસિક માટે દેખીતી રીતે જ અનુકુળ રહેતા ગુંદાસરા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં યુનિટ સ્થાપવા માટે કોઇપણ ઉદ્યોગ સાહસિક આકર્ષાઇ છે.


અહીં મેનપવારથી લઇ માલના પરીવહનની કોઇ સમસ્યા નથી: મહેશભાઇ સોજીત્રા

માતૃભૂમિ વિલાના મહેશભાઇ સોજીત્રા જણાવે છે, ગુંદાસરા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં એક ઉદ્યોગ સાહસિક ઇચ્છે તે તમામ સુવિધા છે. ખાસ કરીને કોઇપણ ઉદ્યોગ માટે મેન પવાર મહત્વનું પાસુ છે. અહીં નજીકમાં શાપર-વેરાવળ હોય તેમજ રાજકોટ પણ નજીક જ હોય લેબરથી અન્ય મેન પવારને લઇ કોઇ સમસ્યા રહેતી નથી. ઉદ્યોગ માટે મહત્વના પાસાની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટેશનની સરળતા હોવી જરૂરી છે. પ્રોડકટ ગમે તેવી શ્રેષ્ઠ હોય પણ તે ડિમાન્ડ મુજબ જે તે સ્થળે પહોંચાડવી મુશ્કેલ હોય તો વિકાસને ગતિ મળતી નથી.પણ અહીં પરીવહન ખૂબ જ અનુકુળ છે. રાજકોટ-સૌરાષ્ટ્રમાં જ નહીં રાજયભર અને દેશભરમાં કોઇ જગ્યાએ માલ પહોંચાડવો હોય તો અહીં કનેકટીવીટી સરળ છે.