👉 રાજય સરકારને વર્ષ ર૦ર૧માં રાજકોટ શહેરમાંથી દસ્તાવેજ નોંધણીમાં એકદરે રૂા. ૪૩૯ કરોડ મળ્યા

👉 રાજકોટ શહેરમાં વર્ષ ર૦ર૧માં ૭૬,૩૫૬ દસ્તાવેજની નોંધણી નોધાઇ

👉 રાજય સરકારને રાજકોટ શહેરના સ્ટેમ્પ ડયુટીના ૩૭૮ કરોડ અને નોંધણી ફીના પણ ૬૧ કરોડ મળ્યા

કોરોના કાળ દરમ્યાન અર્થતંત્ર ઠપ્પ થવાથી અનેક લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડયો છે. આ સમયગાળા દરમ્યાાન એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. રાજકોટમાં મિલકતોની લે-વેચના સોદાઓની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. કોરોનાકાળમાં સામાન્ય માણસની આવક ઘટી હોવાના ઘણા અહેવાલો સામે આવ્યા છે. સરકારના રેવન્યુ વિભાગ અંતર્ગત રજીસ્ટ્રાર કચેરીમાં અનુમાનિત સંજોગોથી વિપરીત સરકારની આવકમાં બમ્પર વધારો થયો છે. આ વર્ષે થયેલા દસ્તાવેજોની નોંધણી સાથે સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ફી દ્વારા સરકારની તિજોરીઓ છલકાય છે.

રાજય સરકારને રાજકોટમાંથી વર્ષ ર૦ર૧માંથી એક વર્ષમાં એકંદરે રૂા. ૪૩૯ કરોડ જેવી રકમ પ્રાપ્ત થઇ છે. જેમાં સ્ટેમ્પ ડયુટીરૂપે રૂા. ૩૭૮ કરોડ અને નોંધણી ફીના રૂા. ૬૧ કરોડ જેવી રકમનો સમાવિષ્ટ થાય છે. મંદી અને મોંઘવારીના સમયમાં પણ પડી રહેલા સ્થાવર મિલકતોના સોદાના અને તેના લીધે સરકારની તિજોરીમાં ઠલવાના નાણા નોંધપાત્ર મનાય છે.

ગત વર્ષ દરમ્યાન રાજકોટ શહેર જિલ્લામાં કુલ ૭૬,૩૫૬ દસ્તાવેજો નોંધાયા છે. સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-રમાં સૌથી વધુ દસ્તાવેજો નોંધણી નોંધાયા છે. જે ઝોનમાં રેલનગર, રોણકી, બેડી, ગવરીદળ, રતનપર, મોરબી રોડ વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજા નંબર પર સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૬નો સમાવેશ થાય છે. જે ઝોનમાં કુલ ૧૧૩૫૮ દસ્તાવેજોની નોંધણી થઇ છે. આ ઝોનમાં મવડી, કણકોટ, રામનગર વગેરેનો વિસ્તારનો સમાવેશ થાય છે. અને ત્રીજા નંબરે સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન નં. ૪નો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં કુલ ૧૧૧૧૯ દસ્તાવેજો નોંધાયા છે. આ ઝોનમાં મુંજકા, રૈયા, વેજાગામ, વાજડીનો વિસ્તારનો સમાવેશ થાય છે.