rameshchandra

👉 રીયલ એસ્ટેટનો નાનો-મોટો કોઈપણ પ્રોજેકટ હોઈ તેમાં સિમેન્ટ, સળિયા, પુટીની સપ્લાય માટે ૬૨ વર્ષથી અડીખમ છે રમેશચંદ્ર એન્ડ કંપની

👉 સર્વિસ, સંપર્ક અને સરળતા આ ત્રણ ‘સ’ની ફોમ્યુર્લાથી પોતાની સફળતાનો રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ડંકો વગાડયો

👉 રાજકોટનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, સિવિલ હોસ્પિટલના અધ્યતન બિલ્ડિંગ સહિતના અનેક મહત્વના પ્રોજેકટમાં મટીરીયલ સપ્લાય કરીને નામના મેળવી

👉 ઇટી ટી.એમ.ટી. સળિયાની સપ્લાય કરનાર રાજકોટના જ નહીં સૌરાષ્ટ્ર-કચ્છના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર, અલ્ટ્રાટેક સિમેન્ટના રાજકોટના સ્ટોકીસ્ટ છે રમેશચંદ્ર એન્ડ કંપની

કોઇપણ ઇમારતની સુંદરતા તેના બાહ્ય દેખાવ પૂરતી મર્યાદિત નથી હોતી તેની ખરી સુંદરતા તે કેટલી મજબૂત છે તેના પર આધાર રાખતી હોય છે. આ જ રીતે કોઇપણ ઇમારત હોય તેમાં તેના રંગરોગાન કે તેના ઇન્ટીરીયરથી વધુ મહત્વની બાબત એ છે કે ઇમારતમાં કેવી કવોલીટી મટીરીયલનો ઉપયોગ કરાવામાં આવ્યો છે કે કેમ? રાજકોટમાં આજે રોજ નવા નવા મહાકાય તેમજ ઉચ્ચ કક્ષાના પ્રોજેકટ આકાર લઇ રહ્યા છે ત્યારે આપણે સ્વાભાવિકપણે આવા પ્રોજકેટમાં બિલ્ડર કોણ છે? ઇજનેર કોણ છે? તે વાત જાણતા હોય પણ રીયલ એસ્ટેટના કોઇપણ પ્રોજકેટ માટે કરોડરજ્જુ કહી શકાય તેમ પ્રોજકટમાં મટીરીયલ સપ્લાય કરનાર કોણ છે તેનાથી અજાણ હોય. એક ફિલ્મમાં પડદા પાછળ રહી ડિરેકશન કરનાર ડિરેકટરનું આગવું મહત્વ રહેલું છે તેમ કોઇપણ એક ઇમારતમાં મટીરીયલ સપ્લાય કરનારની ભૂમિકા અતિ મહત્વની સાબિત થાય છે. રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સિમેન્ટ, સળિયા અને પુટી સહિતની સપ્લાયમાં અગ્રેસર કોઇ એક કંપનીનું નામ આપવું હોય તો ચોક્કસપણે આપણે ૬૨ વર્ષથી અડીખમ એવી રમેશચંદ્ર એન્ડ કંપનીનું નામ આપી શકીએ.

રમેશચંદ્ર એન્ડ કંપની આજે કોઇપણ મોટા પ્રોજેકટ હોય તેમાં સિમેન્ટ, લોખંડના સળીયા અને પુટીની સપ્લાય કરનારી અગ્રણી કંપની છે. રમેશચંદ્ર કંપનીના વ્યાપની વાત કરીએ તો તેઓ ઇટી ટીએમટી સળિયાની સપ્લાય કરનાર રાજકોટના જ નહીં સૌરાષ્ટ્ર-કચ્છના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર છે. જયારે સિમેન્ટમાં અગ્રણી કહી શકાય તેવી અલ્ટ્રાટેક સિમેન્ટના તેઓ રાજકોટના સ્ટોકીસ્ટ છે. પુટીની વાત કરીએ તો બિરલા હિલની સપ્લાય તેમની કંપની કરી રહી છે. આ ઉપરાંત તેઓ સી.કે બિરલા અને બિરલા પાઇપ સહિતના મટીરીયલના લીડીંગ સપ્લાયર છે.

કંપનીના પરીચયની થોડી વાત કરીએ તો આ કંપનીની સ્થાપના વર્ષ ૧૯૬૦ માં રતીલાલભાઇ દાવડાએ ઉનાથી કરી હતી. ઉના બાદ તેમણે પ્રગતિશીલ અભીગમની સાથે ધીમે ધીમે પ્રગતિ કરી રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પોતાની કંપનીના પાયા ગાળી દીધા. બાદમાં તેમના પુત્ર નૈનેશભાઇ દાવડાએ કંપનીની કમાન સંભાળી તેમણે કંપનીના વ્યાપ અને વિસ્તારને એક અલગ જ સ્તર પર લઇ જવાની ખેવના સાથે કામ શરૂ કર્યું અને આજે તેના પરિણામ સ્વરૂપ રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં રમેશચંદ્ર એન્ડ કંપની બિલ્ડિંગ મટીરીયલ ક્ષેત્ર પોતાની ખાસ ઓળખ ઉભી કરવામાં સફળ સાબિત થઇ છે. નૈનેશભાઇને આ કંપનીને ઓળખ આપવામાં તેમના પિતા રતીલાલભાઇ તથા ભુપતભાઇનો સહયોગ રહયો છે.

કંપનીની સફળતાની આ સફર અંગે વિસ્તારથી વાત કરતા નૈનેશભાઇ દાવડા જણાવે છે કે, ઉનાથી કંપનીની શરૂઆત કર્યા બાદ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ સુધી કંપનીનો વ્યાપ વધારવા માટે એક પછી એક ઇંટ મુકી મોટી ઇમારત તૈયાર કરવામાં આવે તે રીતે કામ કર્યું છે. કંપનીની આ સફળતા માટે અમારી સમગ્ર ટીમનો અથાક પરિશ્રમ અને મહેનત તો છે જ સાથોસાથ બિલ્ડરથી તમામ ગ્રાહકોનો અમારા પરનો વિશ્ર્વાસ પણ મહત્વનું કારણ છે.
અમારી કંપની ત્રણ‘સ’ની ફોમ્યુર્લા પર વિશ્ર્વાસ ધરાવે છે સર્વિસ, સંપર્ક અને સરળતા કોઇપણ ગ્રાહક હોય તેને ઉમદા સર્વિસ પૂરી પાડવી તે એક ડિસ્ટ્રીબ્યુટર માટે મહત્વની બાબત છે. અમારી કંપનીની સર્વિસથી ગ્રાહકો સંતુષ્ટ છે તે જ અમારી સૌથી મોટી સફળતા છે. બાદમાં વાત આવે છે. સંપર્કની કંપની આજે જે વ્યાપ પર પહોંચી છે તેમાં અમારા સંપર્કો ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્રીજા‘સ’ની વાત કરીએ તો સરળતા અમે અમારા ગ્રાહકો માટે દરેક બાબત સરળ બનાવી છે કોઇપણ મટીરીયલ હોય તેમની માંગ મુજબ તેમને તે માલ મળી રહે તે માટે શકય હોય તેટલી સરળતાથી અમે તેમની માંગ મુજબનો માલ પુરો પાડવાની કોશીશ કરીએ છીએ.અમારી આ ફોમ્યુર્લાને લીધે આજે અમારી કંપની સફળના શીખરો સર કરીને ૬૨ વર્ષથી અડીખમ છે.
નૈનેશભાઇ કંપનીની સફળતાના કેટલાક ઉદાહરણ આપતા જણાવે છે કે,રમેશચંદ્ર એન્ડ કંપનીએ એસસીએના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ડેડીયમમાં મટીરીયલ સપ્લાય કર્યું છે આ ઉપરાંત રાજકોટના અધ્યતન બેડી માર્કેટયાર્ડ, સિવિલ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ, હાઉસીંગ સોસાયટીના મકાન સહિત રાજકોટના અનેક મહત્વના પ્રોજકટમાં સિમેન્ટ, લોખંડના સળિયા અને પૂટી સહિતના માલની સપ્લાય કરી છે. આ સિવાય રાજકોટના કેટલાય રીયલ એસ્ટેટ પ્રોજકટમાં રમેશચંદ્ર એન્ડ કંપની દ્વારા મટીરીયલ પુરૂ પાડવામાં આવ્યું છે.જે કંપનીની સફળતા અને ગ્રાહકોનો કંપની પ્રત્યેના અતુટ વિશ્ર્વાસને વ્યકત કરે છે.

કુમાર મંગલમ બિરલાના હસ્તે દેશના અગ્રણી ડિસ્ટ્રીબ્યુટર્સ તરીકે નૈનેશભાઈનું સન્માન થયું હતું

રમેશચંદ્ર એન્ડ કંપનીએ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બાંધકામ મટીરીલય સપ્લાયમાં સફળતાનો જે ડંકો વગાડ્યો છે તેની રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવાઈ રહી છે. ગત તારીખ૧૬/૧૧/૨૦૧૯ના રોજ યોજાયેલા એક સમારોહમાં દેશના અગ્રણી ડિસ્ટ્રિબ્યુટર્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં નૈનેશભાઈ દાવડાને પણ આમંત્રણ મળ્યું હતું. આ સમારોહમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના હસ્તે નૈનેશભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.