jaybharat dhamecha

પ્રજાલક્ષી આ નિર્ણય બાદ વિદેશથી આવતા એનઆરઆઈ સીધા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ખરાઈ કરાવી શકશે

અગાઉ પાવર ઓફ એટર્નીની ખરાઈ કરવાની સત્તા માત્ર કલેકટર પાસે હતી

ગુજરાત રાજ્યમાંથી મોટી સંખ્યામાં નાગરિકો વિદેશમાં વસવાટ કરે છે પણ તેઓની સ્થાવર મિલક્તોના વેચાણ માટે તેઓ પોતાના સ્વજનો કે પછી સગા સંબંધીઓ તેમજ ઓળખીતાના નામે પાવર ઓફ એટર્ની (POA / મુખત્યારનામું) કરતાં હોય છે જેથી તેઓએ રાજકોટ કે ગુજરાતના અન્ય શહેરોમાં દસ્તાવેજ કરાવવા માટે ધક્કો ખાવો પડે નહીં, વિદેશમાં વસતાં લોકો (NRI) દ્વારા કરવામાં આવતા પાવર ઓફ એટર્નીના નામે ગેરરીતિ થતી હતી જેથી રાજ્ય સરકાર દ્વારા જે તે વખતે વિદેશથી આવતાં NRIના પાવર ઓફ એટર્નીની ખરાઈ કરવાની સત્તા કલેકટરોને આપેલી હતી જોકે, રાજ્ય સરકારે તા. ૩૦/૧૨/૨૦૨૧ ના રોજ સત્તાવાર રીતે પરિપત્ર દ્વારા ક્લેક્ટરોની સત્તા ઉપર કાપ મૂકી દીધો છે, જેથી હવે વિદેશથી NRI દ્વારા મોકલવામાં આવતા પાવર ઓફ એટર્નીની ખરાઈ અથવા વેરિફાય કરવાની સત્તા સબ-રજિસ્ટ્રારશ્રીઓને આપવામાં આવી છે. જેથી હવે વિદેશથી આવતાં પાવર ઓફ એટર્ની સીધા સબ-રજિસ્ટ્રાર કચેરીમાં વેરિફાય કરી શકાશે સાથે તેની નોંધણી પણ કરી શકાશે. જેથી અસંખ્ય અરજદારોને વારંવાર ધકકાઓ ખાવા માંથી મુક્તિ મળશે.

રાજ્ય સરકારના સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ દ્વારા તા. ૩૦ ડિસેમ્બર ૨૦૨૧, ગુરુવારના રોજ ગુજરાત સ્ટેમ્પ એક્ટની ક્લમ – ૧૮ની સત્તાઓ સબ રજિસ્ટ્રારશ્રીઓને આપવા અંગે પરિપત્ર કરવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ ની ક્લમ – ૧૮ ની સત્તાઓ જિલ્લા કલેકટરોને એનાયત થયેલી છે. જિલ્લા કલેક્ટરો પાસે રાજ્ય સરકારની ઘણીબધી અગત્યની અને સમય મર્યાદાવાળી ઘણા પ્રકારના વિષયો વાળી અલગ-અલગ કામગીરીઓ હોય છે. જેથી ક્લમ – ૧૮ મુજબની કામગીરી જિલ્લા ક્લેક્ટર કચેરીમાં થઇ શક્તી નથી અથવા તો ખુબજ વિલંબથી થાય છે. જિલ્લા ક્લેકટર કચેરીઓમાં કલમ – ૧૮ની કામગીરી ન થવાના કારણે રાજ્યના તમામ જિલ્લાના પક્ષકારોએ ગાંધીનગર સુધી ક્લમ – ૧૮ હેઠળ સ્ટેમ્પ લગાડવા આવવું પડે છે જેથી નાગરિકોને જિલ્લા તાલુકા કક્ષાએ તમામ સેવા મળી રહે તેવા રાજ્ય સરકારના લોકાભિમુખ વહીવટ અન્વયે નાગરિકોને કલમ – ૧૮ હેઠળ સરળતાથી સ્ટેમ્પ લગાવવાની સુવિધા મળી રહે તે માટે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ની કલમ – ૧૮ હેઠળની સ્ટેમ્પ લગાડવાની સત્તાઓ તાલુકા કક્ષાએથી તમામ સબ-રજિસ્ટ્રારશ્રીઓ ને આપવાની બાબત સરકારમાં વિચારણા હેઠળ હતી.

આ અંગે પુખ્ત વિચારણાના અંતે રાજ્ય સરકારના મહેસુલ વિભાગે તા. ૨૪/૧૨/૨૦૨૧ ના રોજ કરેલા જાહેરનામા મુજબ ક્લમ – ૧૮ ની સત્તાઓ ગુજરાત રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓના તમામ સબ રજિસ્ટ્રાર (ગ્રેડ ૧ અને ૮) વર્ગ ને આપવામાં આવેલ છે. તેમજ અધિકારીશ્રીએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારે પહેલીવાર કલેક્ટરની સત્તા સીધી સબ રજિસ્ટ્રારને સોંપી હોય તેવી પ્રથમ ઘટના છે. જોકે, પરિપત્રમાં એવી કોઈ સ્પષ્ટતા નથી.

ઉદાહરણ તરીકે સમજીએ:- વિદેશમાં વસતા ગછઈં દ્વારા પાવર ઓફ એટર્ની કરી આપવામાં આવ્યું હોય તો તેવા કિસ્સામાં જે વ્યક્તિને પાવર આપવામાં આવ્યો છે તે વ્યક્તિએ જ્યાં રહે છે તે જગ્યાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં પાવર ઓફ એટર્નીની ખરાઈ કરાવવાની રહેશે અથવા તો જે ગામમાં મિલકત આવેલી હોય ત્યાંની સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ખરાઈ અથવા વેરીફાઈ કરાવવાની રહેશે.

કેટલાંક કિસ્સાઓમાં એક જ પાવર ઓફ એટર્ની દ્વારા અલગ – અલગ જિલ્લાઓની મિલકતો અંગે પાવર આપવામાં આવ્યો હોય છે તો તેવા કિસ્સાઓમાં ગમે તે એક જ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પાવર ઓફ એટર્નીને વેરિફાઈ કરાવવાની રહેશે.

આ પરિપત્રથી મૂળ એક ફાયદો ચોક્કસ પણે થશે કે નાગરિકોને ગાંધીનગર સુધી ધક્કો ખાવો નહીં પડે અને પાવર ઓફ એટર્નીની ખરાઈ સમયસર તેમજ સરળતા પૂર્વક થઈ શકશે.

architecture broker business design dreamhome Flat forsale For Sale Gundasara home homesweethome House househunting Industrial Zone interiordesign investment luxury luxuryhomes luxuryrealestate magazine newhome property realestate realestateagent realestateinvesting realestatelife realestatemagazine Real Estate Newspaper realtor realtorlife realty sampatti times Smanvay Heights