home

👉 રિયલ એસ્ટેટમાં રોકાણકારોની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ટોચના સ્થાને

👉 મોટાભાગની બેંકો હોમ લોન ઉપરાંત ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને રીનોવેશન માટે પણ લોન પૂરી પાડતી થઈ

👉 લોકો કુલ મકાનના બજેટમાં ૨૫-૩૦ ટકા ખર્ચ ઇન્ટિરિયર પાછળ કરતા થયા

રિયલ એસ્ટેટ સેક્ટરના ઝડપથી ગ્રોથની સાથે આર્કિટેક અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ઈન્ડસ્ટ્રીઝમાં તેજી આવી છે. એક દાયકાથી ઘર ખરીદનારાઓમાં પરિવર્તન આવ્યું છે ઘરનું ઘર એ એક સપનું હોય છે તેને વારંવાર બદલવામાં આવતું નથી આવા માઈન્ડસેટને ધ્યાનમાં રાખી ઘર ખરીદનારાઓમાં નવો ટ્રેન્ડ શરૂ થયો છે જે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો છે.

આધુનિક બજાર પૂરો સામગ્રી, ફર્નિચર અને એક્સેસરીઝ તમામ પ્રકારના ભરચક હોય છે. બધા તમે એક આરામદાયક અને સ્ટાઇલિશ ઘર માટે બધું જરૂર છે – ડિઝાઇન પ્રોજેક્ટ બનાવવા અને આ ચોક્કસ વિસ્તારમાં અમલ કરવા માટે છે. શું ત્યાં ઇન્ટીરીયર માટે રસપ્રદ અને મૂળ વિચારો છે? તેના હાથ તમે વ્યવસ્થા એપાર્ટમેન્ટ ખરેખર પળવારમાં છે.

ગ્રાહકો મકાનના કુલ બજેટની સાથે ૨૫-૩૦ ટકા ખર્ચ ઇન્ટિરિયર ડિઝાઇન પાછળ કરતા થયા છે. દેશનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ માર્કેટ વાર્ષિક ૨.૫-૩ લાખ કરોડનું છે જેમાં ગુજરાતનો હિસ્સો ૨૦-૨૨ હજાર કરોડ થયો છે આ સેગમેન્ટ વાર્ષિક ૨૦-૨૫ ટકા ગ્રોથ ધરાવે છે.
કોરોના મહામારી બાદ ખર્ચ કરવાની ક્ષમતા ઝડપી વધી છે. ખાસ કરીને ગુજરાતીઓ માત્ર સાદુ ઘર જ નહિ પરંતુ પૂરી ડ્રીમ હાઉસને પસંદ કરવા લાગ્યા છે જેના કારણે તેઓ ઇન્ટિરિયર પાછળ વધુમા વધુ ખર્ચ કરવા લાગ્યા છે. રિયલ એસ્ટેટમાં રોકાણકારોની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ટોચનું સ્થાન ધરાવી રહ્યું છે.

ગુજરાત રીયલ એસ્ટેટ માર્કેટ વાર્ષિક ૧ થી ૧.૨૦ લાખ કરોડનું છે. જેમાં રાજકોટનો હિસ્સો પણ ઘણો મોટો છે. ગુજરાતમાં મીડસેગમેન્ટમાં ડિમાન્ડ જે ગતિએ વધી રહી છે તે ધ્યાનમાં લેતા રાજકોટનો હિસ્સો હજુ પણ વધશે તેવું અનુમાન તજજ્ઞો લગાવી રહ્યા છે. સાથે સાથે ગુજરાતનું ઇન્ટિરિયર બિઝનેસ પણ વાર્ષિક ૨૫ ટકાની દરે વૃદ્ધિ સાધી રહ્યો છે આરબીઆઇ દ્વારા કરવામાં આવેલ વ્યાજદર ઘટાડાના કારણે હાઉસિંગ ડિમાન્ડને બુસ્ટર ડોઝ મળી રહ્યો છે. માત્ર હાઉસિંગને જ નહિ હવે મોટા ભાગની બેંકો હોમ લોન ઉપરાંત ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને રીનોવેશન માટે પણ લોન પૂરી પાડી રહી છે. રિયલ એસ્ટેટમાં કિંમત હજુ વધે છે પહેલા અત્યારે ઘર ખરીદવું ઉત્તમ સાબિત થઈ શકે છે. અન્ય રાજ્યોની ગુજરાતમાં સ્કિલ કારીગરોના કારણે સેક્ટરનો ગ્રોથ ઝડપી થઈ રહ્યો છે. આર્કિટેક અને ઇન્ટિરિયર ડિઝાઇનર વિદેશના પ્રોજેક્ટમાં ગુજરાતી કારિગરોને સાથે રાખી કામ કરી રહ્યા છે.

હાઉસિંગ સેગમેન્ટમાં ખરીદી કરનાર ૯૫ ટકા ગ્રાહકો હોમ લોન લેતા હોય છે હોમલોનમાં પણ પરિવર્તન આવ્યું છે હોમલોનની સાથે બેન્કો ગ્રાહકોને ઇન્ટિરિયર માટે ટોપ-અપ લોનની સાથે બેન્કો ગ્રાહકોને પુરી પાડી રહી છે બદલાના સમયમાં બદલાતી જતી લાઈફસ્ટાઈલને ધ્યાનમાં લેતાં ઇન્ટિરિયરનો ક્રેઝ ઝડપભેર વધી રહ્યો છે મોટાભાગની બેન્કોમાં હોમ લોન વ્યાજ દરના આધારે જ ઓફ લોન પુરી પાડી રહી છે લોનના સરેરાશ ૨૦ થી ૨૫ ટકા ટોપ-અપ ગ્રાહકો લઇ રહ્યા છે.

architecture broker business design dreamhome Flat forsale For Sale Gundasara home homesweethome House househunting Industrial Zone interiordesign investment luxury luxuryhomes luxuryrealestate magazine newhome property realestate realestateagent realestateinvesting realestatelife realestatemagazine Real Estate Newspaper realtor realtorlife realty sampatti times Smanvay Heights