👉 રીયલ એસ્ટેટ ગાઈડ, ક્વિક બિલ્ડ કોન એપ બાદ કિશોરભાઈ હાપલીયાની નવી પહેલ
👉 મકાનનું કામ શરૂ થાય તે સાથે જ રીયલ એસ્ટેટ કન્સ્ટ્રકશન વર્ક એગ્રીમેન્ટ તૈયાર કરી લેવાશે
👉 મકાનની પાયાની કામગીરીથી લઈ ઇમારત પૂર્ણ થાય ત્યાં સુધીના દરેક ખર્ચની ચોખવટ અગાઉથી જ થઈ જશે
👉 કામ ચાલુ થાય તે પૂર્વે જ દરેક બાબત નક્કી થઈ ગઈ હોય બંનેની સહમતી હોઈ કોઇ મતભેદ કે લમણાઝીંક નહીં
ઘર બનાવવું એ દરેક માટે એક સ્વપ્ન સમાન હોય છે. પણ જયારે ઘર બનાવવાની વાત આવે ત્યારે આપણે એવા વાકય ચોક્કસ સાંભળતા હોય છે કે મકાન બનાવવાનું કામ એકવાર શરૂ થાય ત્યારે શરૂઆતમાં જે પણ બજેટ નકકી થયું હોય પણ મકાન બનતા સુધી આ બજેટમાં મોટેભાગે ધારણા કરતા ખર્ચ વધી જતું હોય છે. મકાનના કામ સમયે મકાનમાલિક અને કોન્ટ્રાકટર વચ્ચે ખર્ચ-મજૂરી સહિતની બાબતોને લઇ લમાણાઝીંક થવી પણ સમાન્ય બાબત હોય છે. કયારેક તેના લીધે ઘર બનાવવાનો જે આંનદ અને ઉત્સાહ હોય તે મકાન બનતા સુધીમાં ઓસરી જતો હોય છે. પણ આવા કોઇ પ્રશ્ર્ન મકાન બનાવતી વખતે ન સર્જાય તે માટે એક ખૂબ જ સરહાનીય અને પ્રેરક પહેલની શરૂઆત શહેરના જાણીતા બિલ્ડર કિશોરભાઇ હાપલીયા દ્વારા કરાવામાં આવી છે. મકાનનું કામ શરૂ થાય તે સાથે જ એક કોન્ટ્રાકટ તૈયાર કરી લેવાનો જેમાં મકાનમાલિક અને મકાન બનાવનાર કોન્ટ્રાકર વચ્ચે મકાનનું કામ શરૂ થાય ત્યાથી તે પૂર્ણ થાય ત્યાં સુધી દરેક બાબતના ખર્ચ સહિતની ચોખવટ અગાઉથી જ થઇ ચૂકી હોય જેથી કોઇ મતભેદ થવાની શકયતા જ ન રહે.
રીયલ એસ્ટેટ ગાઇડ અને ક્વિક બિલ્ડ કોન એપ જેવા સોપાન થકી રીયલ એસ્ટેટ ક્ષેત્રે અલગ ઓળખ પ્રસ્થાપિત કરનાર કિશોરભાઇ હાપલીયા હવે એક નવો ચીલો ચીતરવા જઇ રહ્યા છે. મકાન બનાવતી વખતે રીયલ એસ્ટેટ ક્ધસ્ટ્રકશન વર્ક એગ્રીમેન્ટ (મકાન બાંધકામ અંગે પરસ્પર સમજૂતી કરાર) તૈયાર કરાવામાં આવશે. જેમાં મકાનની પાયાની કામગીરીથી લઇ દરેક બાબતોની વિગતવાર છણાંવટ કરવામાં આવી હશે.
આપણે આ એગ્રીમેન્ટની મુખ્ય બાબતો પર ચર્ચા કરીએ તો આ કરારમાં સૌપ્રથમ તો મકાન માલિકની વિગત, મકાનનું બાંધકામ રાખનાર કોન્ટ્રાકટરની વિગત, આર્કિટેકની વિગત અને મકાનની જગ્યા અંગેની વિગત દર્શાવવાની રહે છે. બાદમાં મકાન માલિક અને કોન્ટ્રાકટર વચ્ચે એ વાતની લેખિત સ્પષ્ટતા કરવાની રહેશે કે એલિવેશન, ફલોર પ્લાન, વર્કિંગ પ્લાન, સ્ટ્રકચર ડિઝાઇન, ઇલેકટ્રિક પ્લાન, ફેબ્રિકેશન પ્લાન, પાસ થયેલા પ્લાનમાં મકાન માલિકના શીરે કંઇ જવાબદારી રહેશે તેમજ કોન્ટ્રાકટરના માથે કંઇ જવાબદારી તે અગાઉથી જ નક્કી થઇ જશે.
મકાનના પ્લાન મુજબ ૬ ફૂટ સુધી ખોદકામ કોન્ટ્રાકટરે કરાવી આપવાનું રહેશે ત્યારબાદ વધુ ખોદકામ માટેના ખર્ચની, સેન્ટ્રીંગ કામ, ભરાઇ કામ, પ્લાન અને એલીવેશન મુજબ આરસીસી અને પીસીસી કામનો ખર્ચ કોને કરવાનો રહેશે, મિલર ભાડું કોને ચૂકવવાનું રહેશે? તે સહિતની બાબતો અગાઉથી જ નક્કી કરી લેવાની. ચણતર તેમજ પ્લાસ્ટર કામ, ફલોરીંગ કામ, પ્લમીંગ કામ, સીસીટીવી કેમેરા, વાઇફાઇ, ટીવી કેબલ કનેકશન સહિતની બાબતોના ખર્ચની સ્પષ્ટતા અગાઉથી સમજૂતી આ કરાર મારફત થઇ જશે. મકાનમાં અલિવેશનમાં કે અન્ય કોઇપણ જગ્યાએ આવતું તમામ ફેબ્રિકેશનનું કામ મકાન માલિકે કરવવાનું રહેશે કે કોન્ટ્રાકટરે તેની પણ અગાઉથી જ ચોખવટ કરી લેવામાં આવશે.
વર્ક એગ્રીમેન્ટમાં વધારાના કામ સીવાયની સમજૂતી પણ કરવામાં આવશે, બાંધકામ માટે વિમો,સાઇટ પર મજૂરો માટે ચા-પાણીનો ખર્ચ,મકાનના પ્લાન મુજબ રોજ ત્રણ વખત પાણી છાંટવાનું કામ,સાઈટ પર ટ્રાન્સપોર્ટમાં કોઇપણ માલ આવે તો તે ઉતારવવાની જવાબદારી કોની રહેશે? સાઇટ પર પગી તેમજ સિકયુરિટી ગાર્ડની વ્યવસ્થા કોને કરવાની રહેશે? કોઇપણ સરકારી દંડ કે અડચણ આવે તો જેનો ફોલ્ટ હોય તેણે દંડ ભોગવવાનો રહેશે સહિતની બાબતોની ચોખવટ મકાનનું કામ શરૂ થતા પૂર્વે જ નક્કી કરી લેવામાં આવશે.
રીયલ એસ્ટેટ ગાઇડ અને કિવક બિલ્ડ કોન એપને મળેલી ભવ્ય સફળતા બાદ કિશોરભાઇ હાપલીયા દ્રારા રજુ કરવામાં આવેલા આ વિચારને હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આવનાર સમયમાં આ સમજૂતી કરારના લીધે મકાનના કામ સમયે મકાન માલિક અને કોન્ટ્રાકટર વચ્ચે કોઇ વિવાદ થવાની શકયતા નહીં રહે અને બંને પક્ષે કામ પુરુ થયા બાદ કોઇ અંસતોષની લાગણી નહીં રહે.