Quick Build Con

👉 કવીક બિલ્ડ કોન એપ્લિકેશન ઝડપથી લોકપ્રિય બની રહી છે તેનું સૌથી મહત્વનું કારણ તે ઇઝી ટુ યુઝ છે

👉 પ્રોપર્ટી ખરીદવા, વેચવા કે ભાડે આપવા માટેની કોઈપણ માહિતી હવે તમે આંગળીના ટેરવે મેળવી શકશો

👉 આ એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન ફ્રી છે, પ્રોપર્ટી ખરીદનાર, વેચનાર એપના માધ્યમથી એકબીજાનો સીધો સંપર્ક કરી શકશે

રીયલ એસ્ટેટ ક્ષેત્ર નવું સર્ચ એન્જીન બની રહેલી એપ્લિકેશન ‘કવીક બિલ્ડ કોન’ શું છે તેના વિશે ટૂંકમાં કહેવું તો એવું કહી શકાય કે રિયલ એસ્ટેટની કોઇપણ જાણકારી સરળતાથી, ઝડપી અને વિશ્ર્વાસપાત્ર હોય તેવી માહિતી ઓનલાઇન એક જ પ્લેટફોર્મ પર જોઇતી હોય તો તેનો એક જ જવાબ છે કવીક બિલ્ડ કોન એપ્લિકેશન. આ એપ ખૂબ જ ઝડપથી લોકપ્રિય બની રહી છે તેના માટેનું સૌથી કારણ છે તે ઇઝી ટુ યુઝ છે.

કવીક બિલ્ડ કોન એપ વિશે થોડી વિસ્તારથી વાત કરીએ કિશોરભાઇ હાપલીયા દ્વારા આ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ એ છે કે, રીયલ એસ્ટેટની કોઇપણ માહિતી એક જ પ્લેટફોર્મ પર ઓનલાઇન મળી રહે. રીયલ એસ્ટેટ ક્ષેત્રનું નેશનલ લેવલનું પ્લેટફોર્મ પુરૂ પાડતી આ એપ્લિકેશન છે. જેમાં રીયલ એસ્ટેટ સંબધિત તમામ પ્રકારની માહિતી મળી રહેશે. પ્રોપર્ટી ખરીદવી હોય કે વેચવી હોય તેના માટે તમારે કોઇનો સંપર્ક કરવાના બદલે માત્ર આ એપ્લિકેશન તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરી લો તો પણ તમારે જોઇતી તમામ માહિતી તમને આંગળીના ટેરવે મળી રહેશે.

કવીક બિલ્ડ કોન એપ ડાઉનલોડ કરવી ખુબ જ સરળ છે આપ પ્લે સ્ટોર પર જઇ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. સોનામાં સુંગધ ભળે તેવી વાત એ છે કે આ એપમાં કોઇ રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવી નથી. જેથી તેનો ઉપયોગ વધુ સરળ બની રહે છે. ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપરેટ કરવી પણ બિલકુલ આસાન છે. આ એપ એન્ડ્રોઇડ મોબાઇલ ઉપરાંત એપલમાં મોબાઇલમાં સપોર્ટ કરે છે.

હવે આ એપ્લિકેશનના ફિચરની વાત કરીએ તો આ એપમાં ઓનર, બ્રોકર અને બિલ્ડર માટે એડ પ્રોપર્ટીનું એક ફિચર રાખવામાં આવ્યું છે. જેના થકી કોઇપણ પ્રકારની જમીન, ફલેટ, કોલ્ડ સ્ટોરેજ, દુકાન, મકાન, ઓફિસ, શેડ, મેરેજ હોલ, ફાર્મ હાઉસ સહિતનાની ખરીદી, વેચાણ અને ભાડે જોઇતુ હોય તે તેની વિગત આસાનીથી મળી શકે છે. અન્ય ફિચરની વાત કરીએ તો આ એપમાં મટીરીયલનું એક ફિચર છે જેમાં રેતી સિમેન્ટ,કપચી સહિત બાંધકામ માટે જરૂરી તમામ મટીરીયલ્સની માહિતી અને કિંમત તમે જાણી શકશો.
આ એપ્લિકેશનની એક વિશેષ ફિચર એ છે કે તેમાં તમને રિયલ એસ્ટેટને લઈ જોઈતી સુવિધાઓ એક ક્લિકથી મળી રહે છે. સર્વિસ નામના ફિચરથી તમને બ્રોકર, સ્ટ્રક્ચર ડિઝાઈનર,આર્કિટેક, સિવિલ કોન્ટ્રાક્ટર, સિવિલ એન્જીનીયર, લેબરકામ, કન્સ્ટ્રકશન વાહન સહિત બાંધકામની તમામ સર્વિસ અંગેની સચોટ માહિતી ઉપલબ્ધ છે.

આ ઉપરાંત એડ સર્વિસ નામના ફીચરમાં આપને પ્લમ્બિંગ કોન્ટ્રાક્ટર, લિફ્ટ મેન્ટેનન્સ, ઈલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર, એ.સી સર્વિસથી લઇ તમામ માહિતી મળી રહેશે. આ એપ્લિકેશનમાં જોબ રિક્રુટમેન્ટ નામનું પણ એક ફિચર અવેલેબલ છે જે ફિચર થકી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કેરિયર બનાવવા ઇચ્છુકો સરળતાથી નોકરી માટે એપ્લાઈ કરી શકશે અને પોતાને પસંદ હોય તેવી નોકરી શોધી શકશે. સિવિલ એન્જિનિયર, કન્ટ્રક્શન મેનેજર, પ્રોજેક્ટ મેનેજર, સાઈટ સુપરવાઇઝર, સાઇટ એન્જિનિયર, આર્કિટેક સહિતની જોબ તમે ઓનલાઈન પ્લેટફોર્મ મારફત મેળવી શકશો. અર્જન્ટ રિક્વાયરમેન્ટ, અર્જન્ટ સેલ અને અર્જન્ટ સર્વિસ રિપોર્ટ નામનું ફિચર પણ એપમાં છે. તમે તમારી પ્રોપર્ટી ઝડપથી ખરીદી કરવા માંગતા હોય કે પ્રોપર્ટીનું ઝડપથી વેચાણ કરવા માંગતા હોય તો આ ફીચર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થનાર છે. આ એપ્લિકેશનથી ખૂબ જ ઝડપી અને સરળ રીતે તમારા પોતાના ધંધાના વિકાસ માટેની એડ તમારી જાતે જ તમે અપલોડ કરી શકશો. અન્ય એક ફિચરની વાત કરીએ તો કોસ્ટ એસ્ટીમેટર નામનું ફિચર એપ્લિકેશનમાં છે જેના થકી તમે એક ક્લિક મારફત તમારા બાંધકામને લઈ માલ મટીરીયલ, મજૂરી સાથે કેટલો ખર્ચ થશે તેનો અંદાજ તમે લગાવી શકો છો જેથી કરીને ઘર બનાવતા સમયે તમને કેટલો ખર્ચ થશે તેનો અંદાજ અગાઉથી જ લગાવી શકાય.

આમ, રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી સાબિત થનાર છે અને ખૂબ ટૂંકા સમયમાં આ એપ્લિકેશન રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં લોકપ્રિય થઈ રહી છે. એપની ડાઉનલોડીંગ સંખ્યા સતત વધી રહી છે. ૨૦૨૨ સુધીમાં ૨૦ લાખ યુઝર્સનો ટાર્ગેટ એપ્લિકેશન તૈયાર કરનાર કિશોરભાઈએ સેટ કર્યો છે. આ એપ્લિકેશનમાં પ્રોપર્ટી ખરીદનાર કે વેચનાર પોતાના નંબર અહીં અપલોડ કરી એકબીજા સાથે સીધો સંપર્ક કરી શકે છે જે આ એપ્લિકેશનને વધુ સરળ અને ઉપયોગી બનાવે છે. ભવિષ્યમાં પ્રોપર્ટી ખરીદવા વેચવા કે ભાડે આપવા માટે કે મકાન બનાવવા માટે તમારે કોઇ પણ માહિતી જોઈતી હોય તો તેના માટે એક સશક્ત અને સબળ પ્લેટફોર્મ કવીક બિલ્ડ કોન એપ બની રહેશે.

architecture broker business design dreamhome Flat forsale For Sale Gundasara home homesweethome House househunting Industrial Zone interiordesign investment luxury luxuryhomes luxuryrealestate magazine newhome property realestate realestateagent realestateinvesting realestatelife realestatemagazine Real Estate Newspaper realtor realtorlife realty sampatti times Smanvay Heights