આ નિર્ણયથી ૧૬ લાખ પરિવારોને ફાયદો થશે

થાણેમાં પણ પ૦૦ ચો.ફૂટના ઘરોને કરમાફીની તૈયારી

મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તા. ૧લી જાન્યુઆીએ મુંબઇગરાને નવા વર્ષની ભેટ તરીકે મુંબઇના પ૦૦ ચોરસ ફૂટ સુધીનો ઘરો પરથી મિલકત વેરામાં સંપૂર્ણ માફી આપવાની જાહેરાત કરી છે.

આ જાહેરાતથી શહેરના લગભગ ૧૬ લાખ પરિવારોને ફાયદો થશે. પાલિકાને લગભગ રૂા. ૪૬૮ કરોડની આવક ગુમાવવાની ધારણા છે. શહેરી વિકાસ વિભાગે સંકેત આપ્યો હતો કે તે એપ્રિલથી લાગુ કરવામાં આવશે. કારણ કે સરકારે મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ ૧૮૮૮માં સુધારીને દરખાસ્ત કરતો વટહુકમ બહાર પાડવો પડશે. જોકે, શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, આ માફી જાન્યુઆરીથી લાગુ થશે. ઠાકરેએ શહેરી વિકાસ વિભાગને આ નિર્ણયનો તાત્કાલીક અમલ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
પાલિકાએ ર૦ર૦-ર૧માં રૂા. ૬,૭૩૮ કરોડના પ્રોપર્ટી ટેકસ કલેકશનો અંદાજ મુકયો હતો. પરંતુ કોવિડ રોગચાળા અને લોકડાઉનનને કારણે રૂા. ૪,૫૦૦ કરોડ એકત્ર કરી શકી છે. વર્ષ ૨૦૨૧-૨૨માં પાીલકાએ ૭,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોપર્ટી ટેકસ કલેકશનનો અંદાજ મુકયો છે.

રાજય વિધાનસભાના તાજેતરમાં પુરા થયેલા શિયાળુ સત્રમાં શિંદેએ વિધાનસભાને કહયું હતું કે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ૦૦ ચોરસ ફુટ સુધીની રહેણાંક મિલકતો પરનો પ્રોપર્ટી ટેકસ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. તેઓ રહેણાંક મકાનો અને પ્લોટ પર મિલકત વેરો ન વધારવા માટેના બિલ પર ચર્ચા દરમિયાન બોલી રહયા હતા.

મુંબઇમાં જેમ થાણેમાં પણ પ૦૦ ચો. ફુટના ઘરોને કરમાફીની તૈયારી
મુંબઇ દ હવે થાણે મહાપાલિકાની હદમાં આવેલા પ૦૦ ચોરસ ફુટ સુધીના ઘરને કર માફી આપવાનો નિર્ણય ટૂંક સમયમાં લેવાય એવી શકયતા છે. થાણે મહાપાલિકાની ગત મહાસભામાં કરમાફીના પ્રસ્તાવને મંજૂરી અપાઇ હતી અને સરકારને મોકલવામાં આવ્યો છે. પ્રશાસકીય તપાસણી માટે કામ ચાલી રહયું છે અને ટૂંક સમયમાં મુંબઇની જેમ થાણેમાં પણ કરમાફીની ઘોષણા કરવામાં આવશે એમ થાણેના મેયર નરેશ મ્હસ્કેએ જણાવ્યું હતું. થાણે મહાપાલિકાની ૨૦૧૬ની ચૂંટણીમાં શિવસેનાએ થાણેકરોને પ૦૦ ચો. ફુટના ઘરો માટે કરમાફીનું વચન આપ્યું હતું. એ અનુસાર થાણે મહાપાલિકાની તૈયારી પૂર્ણ થઇ છે. હવે આ વચનની પૂર્તતા કરવામાં આવશે.

મહાપાલિકાના ઠરાવ અનુસાર પાલિકાના નિયમમાં ફેરફાર કરીને મંત્રીમંડળમાં નિણર્ણય લેવાશે અને રાજયપાલ પાસે મોકલાવાશે એમ પણ મ્હસ્કેએ જણાવ્યું હતૂં. કોરોના કાળમાં મહાપાલિકાને આર્થિક નુકસાન થયું હોઇ કરમાફીને લીધે પાલિકાની તિજોરી પર વધુ તાણ આવશે. આ નિર્ણયથી ૧પ૦ કરોડની ખોટ જશે.