👉 વોર્ડ નંબર ૧૨મા મવડી મેઈન રોડ, શ્રીનાથજી સોસાયટી, વિનાયક સોસાયટી વગેરે વિસ્તારમાં પેવર રી-કાર્પેટ થશે

👉 પેવર રી-કાર્પેટ કામ કરવાનું સ્થાયી સમિતિમાં મજુંર થતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા સભ્યશ્રીઓનો આભાર વ્યકત કરતા રાજકોટ મેયર

👉 મવડી ચોકડીથી રામધણ આશ્રમથી વગડ ચોક મેઈન રોડને જોડતા મુખ્ય માર્ગ પર ટ્રાફિકની અવર જવરને ફાયદાકારક થશે

રાજકોટ શહેરમાં આવેલા વોર્ડ નંબર ૧૨ મવડી વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટી, વિનાયક નગર અને અંકુર નગર તેનજ આસપાસના વિસ્તારમાં અધધધ રૂ. ૨ કરોટના ખર્ચે પેવર રી-કાર્પેટ કામ કરવાનું સ્થાયી સમિતિ મજુંર થયું હતું. આ કાર્યને મજુંરી મળતા રાજકોટ શહેરના મેયર ડો. પ્રદિપ ડવ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજકોટ શહેરના અતિ વિકસિત એવા મવડી વિસ્તારના વોર્ડ નંબર ૧૨ના કોર્પોરેટર ડો. પ્રદિપ ડવ, મિતલબેન લાઠિયા, અસ્મિતાબેન દેલવડીયા, મગનભાઈ સોરઠીયા જણાવે છે કે મવડી મેઈન રોડ તેમજ આસપાસની સોસાયટીમાં કુલ ૨.૯૫ કરોડના ખર્ચે પેપર રી-કાર્પેટ કરવાનું સ્થાયી સમિતિ દ્વારા મજુંર કરવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં આવેલ મવડી વિસ્તાર ખુબ જ ધમધમતો વિકસિત વિસ્તાર છે ત્યારે નાગરિકોને સારા રસ્તાઓ મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા તેમજ તે વિસ્તારના કોર્પોરેટર દ્વારા વોર્ડ નંબર ૧૨મા આવેલ વિવિધ સોસાયટીના રસ્તાઓને ટનાટન તૈયાર કરવામાં આવશે જેથી ત્યાંના રહેવાસીઓને અવન ગમનમાં સરળતા રહે અને મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે. આ રસ્તાની ટ્રીટમેન્ટમાં મવડી મેઈન રોડ તથા શ્રીનાથજી સોસાયટી, વિનાયક નગર, સ્વામિનારાયણ નગર, કડિયા નગર વગેરે વિસ્તારમાં સ્ટ્રોમ ડ્રેઈન લાઈન તેમજ ડી.આઈ. પાઈપલાઈન ચરેડમાં જી. એસ. બી. વેટમિક્સની ટ્રીટમેન્ટ તેમજ પેવર રી-કાર્પેટના કામ ડી. બી. એમ., બી. સી. તથા બેઝકોટ, સીલકોટ કરી આશરે ૪૧૭૧૦.૦૦ ચોરસ મીટર એરિયામાં ડામર રોડ બનાવવામાં આવશે. આ રસ્તાના કાર્યથી લાખો લોકોને ફાયદો થશે તેમજ મવડી મેઈન રોડ પેવર ડામર થતા વોર્ડ નંબર ૧૧ અને ૧૨ને લાગુ તમામ સોસાયટીના રહેવાસીઓને સુવિધા મળશે.