Green Building

👉 કુદરતી ઉર્જાનો મહત્તમ અને કૃત્રિમ ઉર્જાનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત

👉 વેન્ટીલેશનની સુવિધા સાથે કોઇ બાંધછોડ નહીં, ઘરમાં હવાઉજાસને પ્રાથમિકતા

👉 ગ્રીન બિલ્ડિંગ ક્ષેત્રે પેવેલિયસ ધ ડિઝાઇન સ્ટુડિયો(ISO 9001:2015 Certified Company)ની ઉમદા કામગીરી

👉 દિવસે લાઈટ ચાલુ રાખવી પડે અને ઉનાળામાં પણ પંખા ચાલુ રાખવા પડે તેવી ફરિયાદ હવે નહીં રહે : સાગરભાઈ ગઢિયા

ઘર એ દરેકના જીવનમાં અતિ મહત્વની બાબત હોય છે. ઘર લેતા સમયે દરેક બાબતોની તપાસ કરી અને પસંદગીની તમામ કસોટી પર ખરૂ ઉતરે તેવું ઘર જ ખરીદે છે. હાલમાં બદલાતી લાઇફસ્ટાઇલમાં શહેરમાં વસવાની દરેકની ઇચ્છાને લીધે ગામડામાંથી શહેર ભણી દોટ મુકનારની સંખ્યા પણ સતત વધી રહી છે. આ સ્થિતિમાં શહેરમાં ઘર મળવું મુશ્કેલ તો છે જ પણ સાથોસાથ પસંદગીનું ઘર મળવુ વધુ પડકારજનક છે. આજે રાજકોટ સહિતના શહેરોમાં હવા ઉજાસવાળુ ઘર મળવું ખુબ જ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે આ સ્થિતિમાં પેવેલીઅસ ધ ડીઝાઇન સ્ટુડિયો એવા ઘર બનાવવાની દીશામાં કામ કરી રહ્યા છે કે, જે ઘરમાં રહેનારને શહેરીજીવનના પ્રદુષણનો નહીં પણ પ્રકૃતિની નીકટતાનો અહેસાસ થાય.

પેવેલીઅસ ઘ ડીઝાઇનીંગ સ્ટુડિયોના સાગરભાઇ ગઢીયા કે જેઓ વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે તેઓ આ બાબતે વિસ્તારથી વાત કરતા જણાવે છે કે, આજે શહેરમાં બંગલો, ડુપ્લેકસ કે પછી ફલેટમાં રહેતા લોકોમાં મોટાભાગે એવી ફરિયાદ એકસમાન રીતે જોવા મળતી હોય છે કે, ઘરમાં કુદરતી હવાઉજાસની કમી અનુભવાઇ રહી છે. પરંતુ અમે ગ્રીન બિલ્ડિંગની દિશા તરફ આગળ વધી રહ્યા છે. જેનો મુખ્ય હેતુ એ છે કે કોઇપણ ઇમારત બને પછી તે રેસિડેન્શીયલ હોય કે કોમર્શીયલ તેમાં કૃત્રીમ વિજળીના બદલે મહત્તમ કુદરતી ઉર્જાનો ઉપયોગ થઇ શકે. આ દિશામાં અમે અનેક નોંધનીય કામ કર્યા છે અને હજુ આ હેતુ સાથે આગળ વધી રહ્યા છીએ. રાજકોટમાં આજી જીઆઇડીસીમાં એક પ્રોજકેટ આ રીતે આકાર લઇ રહ્યો છે.

ગ્રીન બિલ્ડિંગની વિસ્તૃતમાં સમજ આપતા સાગરભાઇએ જણાવ્યું હતું કે, આજે જયારે ગ્લોબલ વોર્મિંગ સમગ્ર વિશ્ર્વમાં મોટી સમસ્યાના તરીકે ઉભરી રહી છે તેવામાં હવે ગ્રીન બિલ્ડિંગ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવી ખુબજ જરૂરી છે. ગ્રીન બિલ્ડિંગમાં એ વાત પર ખાસ ધ્યાન આપવામાં આવે છે કે, વેન્ટીલેશનની સુવિધા સાથે કોઇ બાંધછોડ ન થાય. ઘરમાં હવાઉજાસને પ્રાથમિકતા આપાવામાં આવે છે. અહીં યુનિક પેટર્નની સાથે મહત્તમ વેન્ટીલેશન પર ભાર મૂકવામાં આવે છે. વીજળીનો ઓછામાં ઓછામાં ઓછો ઉપયોગ કરીને પણ કોઈપણ જાતની પ્રતિકૂળતા વગર ઘરમાં રહી શકાય તે પ્રકારે એકસ્ટીરીયર તેમજ ઇન્ટીરીયર ડિઝાઇન કરવામાં આવે છે. ગ્રીન બિલ્ડિંગમાં મકાનના બારી-દરવાજા એવી દિશામાં રાખવામાં આવે છે જેથી પ્રકાશ અને પવન વધુ આવી શકે જેના પરિણામ સ્વરૂપ એસી અને લાઈટ સહિતના વીજ ઉપકરણોનો ઉપયોગ ઓછો થાય.

સાગર વિશેષમાં કહે છે કે, ગ્રીન બિલ્ડિંગ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના ધારાધોરણોનો અમલ કરી અમે ઇમારતની ડિઝાઇન તૈયાર કરીએ છીએ. કુદરતી અને સહજ ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ થાય તેના પર અમે ખાસ ધ્યાન કેન્દ્રિત કરતા હોઈએ છીએ. જેટલી ન્યુનત્તમ કૃત્રિમ ઉર્જાનો ઉપયોગ થાય, વાતાવરણને ઓછામાં ઓછુ ડિસ્ટર્બન્સ થાય તે ધ્યાને રાખીને પ્લાનીંગ કરીએ છીએ. આ પ્રકારે તૈયાર થયેલી ઇમારતમાં સિમેન્ટ કોંક્રિટના જંગલ વચ્ચે રહેતા હોય તેવી અનુભૂતિ નહીં થાય પરંતુ પ્રકૃતિની નિકટ હોઈ એવી રાહત અનુભવાશે. પુરતી સર્વિસ આપી શકીએ તે માટે કન્સ્ટ્રકશન, સર્વિસ બધુ એક સાથે એક જ જગ્યાએ થઇ શકે તે માટે એક All in house QBC સાથે લાવી રહયા છીએ.