Pipeline

RMCમાં ભળેલા રૈયાધારના ઈન્દ્રપ્રસ્થ વિસ્તારમાં પણ પાણીના પાઈપલાઈન નખાશે

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા કુલ રૂા. ૨,૭૨,૪૫,૧૩૦ કરોડ ખર્ચના કામો સ્ટેન્ડિંગ કમિટીમાં મજુંર

વોર્ડ નં-૧ ના કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવ્યું કે શહેરમાં પાણી વિતરણનું નેટવર્ક વ્યવસ્થિત ગોઠવાઈ તે માટે અનેક કામો હાથ પર લેવામાં આવ્યા છે

રાજકોટ શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા પણ રાજકોટના નાગરિકોને બને એટલી વધુ સુવિધા મળી રહે તે માટે કાર્ય કરી રહી છે. જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વરના નાગેશ્ર્વર વિસ્તાર તેમજ રૈયાધારના ઈન્દ્રપ્રસ્થ વિસ્તાર રાજકોટ મહાનગરપાલિકાના ભળી ગયા છે ત્યારે મનપાએ નાગરિકોને પીવાનું પુરતું પાણી મળી રહે તે માટે રૂા. ૨.૭૨ કરોડના ખર્ચે પાણીની પાઈપલાઈન નાખવામાં આવશે. રાજકોટ શહેરના અતિ વિકસિત વિસ્તાર એવા ઘંટશ્ર્વરના નાગેશ્ર્વરમાં પાણીની સમસ્યા દુર થશે અને ત્યાંના રહેવાસીઓને ફાયદો થશે. રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર ૧ મા ડી. આઈ પાઈપલાઈન તથા સ્લુઝ વાલ્વ રૈયાધાર ઈ. એસ. આર મચ્છુનગર પી. પી. પી. આવાસ યોજના નજીકથી ન્યુ ગાર્બેજ સ્ટેશન આગળથી જામનગર રોડ એફ. સી. આઈ ગોડાઉન રોડ ઈ. એસ. આર સુધી ૪૦૦ એમ. એચ. ડાયા ડી. આઈ. પાઈપલાઈન, રૈયાધાર વિસ્તારની ઈન્દ્રપ્રસ્થનગર સોસાયટીમાં ૨૦૦ એમ. એમ. તથા ૧૦૦ એમ. એમ. ડાયા ડી. આઈ. પાઈપલાઈન નાખી નેટવર્ક કરવાના કામને આર. એમ. સી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મજુંરી મળી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા આ કામને મજુંરી આપતા વોર્ડ નંબર ૧ના તમામ કોર્પોરેટરએ આભાર વ્યક્ત કર્યો હતો. રાજકોટ શહેરમાં સમાવિત નવા વિકસિત વિસ્તાર ઘંટેશ્ર્વરના નાગેશ્ર્વર તેમજ રૈયાધારના ઈન્દ્રપ્રસ્થ વિસ્તારમાં પાણીની પાઈપલાઈન નાખવાનો કુલ ખર્ચ રૂા. ૨,૭૨,૪૫,૧૩૦ કરોડ થશે. વોર્ડ નંબર ૧ ના કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવા વિસ્તારમાં પાણીનું નેટવર્ક વ્યવસ્થિત અને ઝડપથી ગોઠવાઈ તે માટે અનેક કામો હાથ પર લેવામાં આવ્યા છે તથા જામનગર રોડ પર પાણી વિતરણ જરુરી હોય તે માટે રજુઆત કરવામાં આવી છે જેના અનુસંધાને આર. એમ. સી કમિશ્નરએ સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરી હતી.

architecture broker business design dreamhome Flat forsale For Sale Gundasara home homesweethome House househunting Industrial Zone interiordesign investment luxury luxuryhomes luxuryrealestate magazine newhome property realestate realestateagent realestateinvesting realestatelife realestatemagazine Real Estate Newspaper realtor realtorlife realty sampatti times Smanvay Heights