👉 REAAR એટલે રાજકોટના ઉત્કર્ષ અને વિકાસની ઉત્ક્રાંતિ

👉 પ્રેસિડેન્ટલ શિલ્ડ એક્સચેન્જ, નવા બોર્ડ મેમ્બર્સ જાહેરાત, નવા લોગોનું અનાવરણ સહિતના કાર્યક્રમો યોજાયા

👉 અવિરત પ્રગતિ ને ઉન્નતિની ભાવના સાથે રિયલ એસ્ટેટ એજન્ટ એસો. ઓફ રાજકોટ એટલે કે, REAAR દ્વારા તા. ૧૨ માર્ચ, શનિવારે સાંજે ૬.૪૫ કલાકે હોટલ સયાજી, મહલ હોલ, રાજકોટ ખાતે ૧૧મી ઈન્સ્ટોલેશન સેરેમની યોજાઇ હતી. REAARની ૧૧મી ઈન્સ્ટોલેશન સેરેમનીની શરૂઆત દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ચીફ ગેસ્ટ તરીકે રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન (RBA)ના પ્રમુખ શ્રી પરેશ ગજેરા, અતિથિ વિશેષ તરીકે ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર, BAPS સંસ્થા સાથે જોડાયેલા પૂ. શ્રી ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામી તથા પૂ. શ્રી વિશ્ર્વબંધુ સ્વામી, રાજકોટના ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વી. પી. વૈષ્ણવ અને સૌરાષ્ટ્ર યુનિ. સેનેટ સભ્ય અને સૌરાષ્ટ્ર યુનિ.ના ફાર્મસી વિભાગના ડીન શ્રી મેહુલભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી પરેશ ગજેરાનું સ્વાગત પરિનભાઇ ચગ દ્વારા, પૂ. શ્રી ડો. જ્ઞાનવત્સલ સ્વામીનું સ્વાગત કમલેશ કાનાબાર દ્વારા, પૂ. શ્રી વિશ્ર્વબંધુ સ્વામીનું સ્વાગત અશ્ર્વિન અનડકટ દ્વારા, સયાજી હોટેલના સંચાલક શ્રી રાજદીપસિંહનું સ્વાગત પરેશભાઈ રૂપારેલિયા દ્વારા તેમજ શ્રી વી. પી. વૈષ્ણવ નું સ્વાગત પ્રકાશ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

પૂ. ડો. શ્રી જ્ઞાનવત્સલ સ્વામીના વરદ હસ્તે REAARના નવા લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. નવા લોગોની વિસ્તૃત માહિતીસભર છણાવટ કરતા પૂર્વ પ્રમુખ નિલેષભાઈ ગઢવીએ જણાવ્યુ હતું કે, લોગોમાં “અપ એરો” નિશાની જોવા મળે છે જે સંસ્થાનો ગ્રોથ દર્શાવે છે તેમજ લોગોનો રેડ કલર એનર્જી અને પેશન દર્શાવે છે. વધુમાં લોગોની ઉપરની બાજુએ બ્લેક ડોટ્સ દર્શાવવામાં આવ્યા છે જે કનેક્ટિવિટી દર્શાવે છે. આ કનેક્ટિવિટી એટલે કે, કસ્ટમરથી એજન્ટ, એજન્ટથી એસોસિએશન, એસોસિએશનથી બિલ્ડર્સ વગેરે જોડાયેલ છે.

ત્યારબાદ REAARના નવા પ્રમુખ જીજ્ઞેશ પુંજાણીએ બોર્ડ મેમ્બર્સ ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં સેક્રેટરી હિતેશભાઇ રાજદેવ, ઉપપ્રમુખ અતુલ રાચ્છ, જોઇન્ટ સેક્રેટરી શેખર મહેતા, ટ્રેઝરર અમિત વાગડિયા, પ્રેસિડેન્ટ ઇલેક્ટ નિલેષભાઈ સુરાણી, આઈ.પી.પી. નિલેષભાઈ ગઢવી, એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ પરિનભાઇ ચગ, મિટિંગ એન્ડ ઇવેન્ટ દર્શકભાઈ કોઠારી, કમલેશભાઈ કાનાબાર, તુષાર મહેતા, વિશાલ ધુલિયા, પબ્લિક રિલેશન હીરાભાઈ જોગરાણા, પરેશભાઈ રૂપારેલિયા, પ્રેસ એન્ડ મીડિયા જયભારત ધામેચા, ડિજિટલ કોમ્યુનિકેશન વિરેનભાઇ વાગડિયા, ડિપાર્ટમેન્ટ વર્ક હરેશ ગોસ્વામી, એડ્વાઇઝર અશ્ર્વિનભાઈ અનડકટ, દિલીપભાઇ સોમૈયા વગેરે REAARને સતત ધબકતું અને વિકસતું રાખવા પ્રતિબદ્ધતા દાખવી હતી.

ત્યારબાદ પ્રેસિડેન્ટલ શિલ્ડ એક્સચેંજ અંતર્ગત પૂર્વ પ્રમુખ નિલેષભાઈ ગઢવીએ REAARના નવા નિમણુંક પામેલ પ્રમુખ જિજ્ઞેશભાઈ પુંજાણીને પ્રેસિડેન્ટલ શિલ્ડ સાદર સમર્પિત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું રસપાન કરાવતા એન્કર શેખર મહેતાએ કુનેહપુર્વહ સંચાલન કરીને સોનામાં સુગંધ ભળે તે રીતે ઉપસ્થિતોને જકડી રાખ્યા હતા.